એકદમ બહાર જેવા જ સમોસા બનાવવાની રેસીપી

સમોસા બનાવવાની રેસીપી

મિત્રો તમે બધાએ અનુભવ્યું જ હશે કે બહાર આપણે ગમે તેવું ને ગમે એટલું ખાઈએ પણ સંતોષનો ઓડકાર તો આપણાં ઘરે બનાવેલી વાનગીમાં જ આવે. એ સાથે એ વાત પણ ધ્યાનમાં આવે કે કોઈ નવી વાનગી જ્યારે આપણે ઘરે મહેનત કરીને બનાવીએ અને ખાઈએ અને ઘરના અન્ય સદસ્યોને ખવડાવીએ ત્યારે એ આપણાં જે વખાણ કરે અને વાનગીના એનાથી જે ખુશી મળે એ બધા માટે અમૂલ્ય જ હોય.

તો આજે અમે એવી જ એક નવીન વાનગી પંજાબી સમોસા વિશે તમને જણાવીશું જેના દ્વારા તમે તમારા પરિવારના સદસ્યો દ્વારા પોતાના વખાણ અને એની ખુશી મેળવી શકો. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે બનાવશો પંજાબી સમોસા

સમોસા બનાવવાની રેસીપી

સમોસા બનાવવાની રીત સમોસા બનાવવાની રેસીપી

સમોસા બનાવવા માટેની જરુરી સામગ્રી  : –


કપ મેંદો   ચમચા ઘી    સ્વાદ અનુસાર મીઠું

 

1/2 ચમચી અજમો જરૂર મુજબનું ઠંડુ પાણી              –

 

પંજાબી સમોસાના મસાલા માટે જરૂરી સામગ્રી  : –

  •  1. 1 ચમચો વળિયાળી
  •  1 / 2 જીરું
  •  એક ચમચો આખા ધાણા

બટેટા માટે મસાલા સામગ્રી  : – 

સમોસાના મસાલા

  • 10 – 15 કિશમિશ.
  • 1 / 2 ચમચી દેગી લાલ મરચાનો.
  •  પાવડરઘી
  • 1 ચમચી હળદર
  • 1 / 2 ચમચી હિંગ
  • 5 બટાટા બાફીને કટ કરેલા
  • 1 /2 બાફેલાં વટાણા
  • 1 / 2 કાળા મરી પાવડર
  • સ્વાદાનુસાર મીઠું
  • એક ઇંચ નાનો આદુનો સમારેલો ટુકડો
  • 1 ચમચો ઘી
  • 2 લીલાં મરચાં સમારેલાં
  • 1 ચમચી આમચૂર પાવડર  તેલ તળવા માટે

સમોસા બનાવવાની અને એના માટે લોટ બાંધવાની રીત  : –

પ્રથમ એક મોટા બાઉલમાં મેંદાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, અજમો અને ઘી નાંખીને બરાબર મસળીને મિક્સ કરી લેવું.

હવે તેમાં થોડું – થોડું પાણી ધીમેં – ધીમે ઉમેરતા જઈને કડક લોટ બાંધવો. આ લોટને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

સમોસા ની ચટણી બનાવવાની રીત : –

આખા ધાણા, જીરું, વળિયાળી ત્રણેને એક પેનમાં શેકી લો. ત્યારબાદ એને થોડું જાડું રહે તેમ ખાંડી લો, તૈયાર છે સમોસાનો મસાલો.

બટેટાના મસાલાની રીત :

સમોસા બનાવવાની રેસીપી..

એક કઢાઈમાં ઘી ગરમ કરીને સમારેલાં આદું અને મરચા નાંખીને એને બરાબર સાંતળી લો.

હવે એમાં કિશમિશ, દેગી લાલ મરચાનો પાવડર, હળદર પાવડર અને હિંગ નાંખીને હલાવીને મિસ્ક કરી લો.

હવે તેમાં વટાણા અને બટેટા નાંખીને મિક્સ કરી લો, એમાં 1.5 ચમચો તૈયાર કરેલો મસાલો અને મીઠું, આમચૂર પાવડર, કાળા મરીનો પાવડર નાંખીને મિક્સ કરી લો. કડાઈને ઢાંકીને 2 મિનિટ સુધી ચઢવા દો. ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ કરી લો

સમોસા બનાવવાની રીત  : –

બાંધેલા લોટને ફરીથી મસળીને એના લોયા કરી લો. ત્યારબાદ રની રોટલી વણીને વચ્ચેથી કાપો મૂકીને બે ભાગ કરી લો.

એમાંથી એક ભાગ લઈને ત્રિકોણ આકાર વાળીને પાણી લગાવીને એને જોડી દો.

હવે આ ત્રિકોણ કોનમાં બટેટાનો મસાલો ભરીને પાણી લગાવીને જોડી દો. આ જ રીતે બધા સમોસા તૈયાર કરી લેવા.

હવે એક કડાઈમાં તળવા માટે તેલ મુકો, ત્યારબાદ તૈયાર સમોસાને સોનેરી રંગના થાય ત્યાં સુધી હળવા તાપે તળી લો.

હવે  તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી સમોસા જેને ચટણી કે કેચપ સાથે સર્વ કરો અને મિત્રો, ઘરના સદસ્યો દ્વારા વાહવાહી સાથે સ્વાદને પણ માણો.

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આશા છે કે તમને અમારી આ રેસિપી ચોકસ પસંદ આવશે.

Leave a Comment