આપણે જાણીએ છીએ કે, સ્વસ્થ શરીર માટે શરીરમાં તમામ પ્રકાર ના જરૂરી પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. એ જ રીતે વિટામિન ડી પણ એમાંનું એક મહત્ત્વનું પોષક તત્વ છે. જે વ્યક્તિને સ્વસ્થ રાખે છે. વિટામીન-ડી નો સૌથી મોટા સ્ત્રોતની વાત કરીએ તો, જે આપણને ફ્રીમાં મેળવી શકે છે, તે છે સૂર્યપ્રકાશ.
વિટામિન ડી શરીરમાં હોર્મોનની જેમ કાર્ય કરે છે, અને શરીરના દરેક કોષને એક રીતે અથવા બીજી રીતે અસર કરે છે. તેના અભાવથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
આપણા શરીરને સરળતાથી ચાલતા રહેવા માટે વિટામિન ડી એક ખૂબ જ મહત્વપૂર્ણ વિટામિન છે. તેને સનલાઇટ વિટામિન પણ કહેવામાં આવે છે. કારણ કે, આ વિટામિનનો સૌથી મોટો સ્રોત સૂર્યમાંથી આવતા કિરણો છે. અન્ય વિટામિન્સથી વિપરીત, વિટામિન ડી એક હોર્મોનનું કામ કરે છે અને તે તમારા શરીરના દરેક કોષને એક અથવા બીજી રીતે અસર કરે છે.
માટે જ આરોગ્ય નિષ્ણાંતો આપણને દરરોજ આપણા કીમતી સમયમાંથી 15 થી 20 મિનિટ ન9 સમય કાઢીને તડકામાં બેસવાથી સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે ત્વચા સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે ત્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ દ્વારા વિટામીન-ડી બનાવે છે.
વિટામિન ડી હાડકા, દાંત, સ્નાયુ ને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તેમ છતાં લોકો તેને નજર અંદાજ કરે છે. જેના કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે.
એક રિપોર્ટ પ્રમાણે, વિશ્વભરમાં લગભગ એક અબજ લોકો વિટામિન ડી ની ઉણપ થી પીડાય છે. આપણા દેશમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ આવે છે, તેમ છતાં આપણા દેશમાં લોકોમાં વીટામીન-ડીની ઉણપ જોવા મળે છે તો, ચાલો વિટામિન ડી ની ઉણપ ના લક્ષણો વિશે જાણીએ.
થાક :-
પૂરતી ઊંઘ લીધા પછી પણ જો આપણને થાકની સમસ્યા થતી હોય તો, વિટામિન-ડીની ઊણપ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વિટામિન શરીરને એનર્જી પૂરી પાડે છે. આવી સ્થિતિમાં વિટામિન ડીની ઊણપને કારણે વ્યક્તિ આરામ કર્યા પછી પણ થાકનો અનુભવ કરે છે.
વાળ ખરવા: –
વાળ ખરવા વિટામિન ડી ની ઉણપ ના સૌથી સામાન્ય લક્ષણોમાં નું એક છે. આ સમસ્યા આજના સમયમાં ખૂબ જ વધી રહી છે. વાળના વિકાસ માટે વિટામિન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેની ઉણપ ને કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે.
કમરનો દુખાવો : –
હાડકાંની મજબૂતી માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે. તેની ઉણપને કારણે હાડકાં નબળાં પડવા લાગે છે. વિટામિન ડીની ઊણપને કારણે હાડકાં અસહ્ય દુખાવો થાય છે. જેના માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમની શોષી લે છે. આવી સ્થિતિમાં હાડકા, સ્નાયુઓ, કમરનો દુખાવો આ વિટામિનની ઉણપ દર્શાવે છે.
નબળી રોગપ્રતિકારક : –
વિટામિન ડીની ઊણપને કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. જેના કારણે ઘણીવાર વાતાવરણમાં થોડો ફેરફાર થવા લાગે તો વ્યક્તિ બીમાર થઈ જાય છે. વારંવાર શરદી થવી અથવા ફ્લુ એ વિટામિન ડી ની ઉણપ દર્શાવે છે.
મૂળ ખરાબ રહેવો : –
નિષ્ણાતોનો જણાવવું છે કે લોકોના મૂડને ખુશ રાખવા માટે વિટામિન ડી પણ જરૂરી છે. તેની ઉણપને કારણે લોકો ડિપ્રેશનનો શિકાર બને છે.
ઈજા ઝડપથી મડતી નથી :-
જો તમારી ઈજા લાંબા સમય સુધી મડતી નથી, તો પછી વિટામિન ડીની ઉણપ પણ તેનું કારણ હોઈ શકે છે. ખરેખર, વિટામિન ડી ચેપ સામે લડવામાં અને શરીરમાં સોજો વગેરેનો ઇલાજ કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે વિટામિન ડીની ઉણપ હોય છે, ત્યારે કોઈ પણ ઈજાને મડવામાં વધુ સમય લાગે છે.
હવે જાણીએ કે કોઈ માણસને વિટામિન-ડીની ઊણપ હોય તો, તેને દૂર કઈ રીતે કરી શકાય છે :-
દરરોજ 15 થી 20 મિનિટ સવારે સૂર્યના તડકામાં બેસવાથી વીટામીન-ડીની ઉણપ દૂર કરી શકાય છે. આ સાથે મશરૂમ, બ્રોકલી, ઈંડા, દૂધ, ચીઝ, સોયા ઉત્પાદન, માખણ, ઓટમીલ અને સંતરાનો જ્યૂસ લેવાથી પણ વિટામીન-ડી મેળવી શકાય છે.
જો તમારા શરીરમાં પણ વિટામિન ડી ની ઉણપ ના લક્ષણો જોવા મળે તો, તમારે એકવાર નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. જો વીટામીન-ડીની ઉણપ જણાય તો, અહીં જણાવેલા ઉપાય કરવાનો તરત શરૂ કરવા જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થ્ય સંબંધી માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.