kitchen tips ખુબ જ ઉપયોગી કામની કિચન ટીપ્સ

kitchen tips

– જો ટામેટાની છાલને કાઢવા માંગતા હોય તો આ ઉપાય જરૂરથી કરજો, તેના ઉપર ગરમ પાણી રેડવાથી છાલ નીકળી જાય છે.
– જો તમારા ઘરે લાકડાના ફર્નિચરમાં જીવજંતુ થઈ જતા હોય તો લીંબુની છાલ તડકામાં સૂકવીને લાકડાના કબાટમાં મૂકી રાખવાથી જીવ જંતુ થતા નથી.

– કાચના વાસણમાં ડાઘ પડી ગયા હોય તો બે લીટર ગરમ પાણીમાં થોડો કોસ્ટિક સોડા નાખીને આખી રાત ડાઘવાળા વાસણમાં ભરીને રાખવું. સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા.
– માર્બલને ચમકાવા હોય તો પાણીમાં થોડું ઘાસતેલ મિક્સ કરીને કપડું પલાળીને નીચોવી ને એનાથી લૂછવુ. એનાથી માર્બલ ચમકવા લાગશે.

– લીંબુના રસમાં મીઠું નાખીને ઘસવાથી કપડાં પરના ડાઘ દૂર થાય છે.
– કાતરની ધાર કાઢવા માટે કાચ પેપર નો ઉપયોગ કરવો. કાચ પેપર કાતરની ધાર પર ઘસવાથી ધાર નીકળે છે.
– જો કપડાં પર શાહીના ડાઘ પડ્યા હોય તો તેના ઉપર ટામેટાનો રસ ઘસવાથી તે નીકળી જાય છે.

– દાઝ્યા હોય તે જગ્યા પર બરફ ઘસવાથી બળતરામાં રાહત મળે છે અને ફોલ્લા થતા નથી.
– પાણીમાં થોડી ફટકડી મિક્સ કરીને તે પાણીથી રંગીન કપડા ધોવાથી કપડા નો રંગ ઝાંખો પડતો નથી.
– ચાંદીના દાગીના ને ખાટા ફળોની ખટાશથી દૂર રાખવા તેની ખટાશને કારણે દાગીના લીલા પડી જાય છે કસ્ટર્ડમાં ખાંડને બદલે મધ નાખો તો એ વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે કેટલાક દાગીનામાં લાખનો ઉપયોગ કરેલો હોય છે આવા દાગીના ગરમ પાણીથી- ઘીમાં થોડા મેથી દાણા મિક્સ કરીને રાખવાથી ઘી લાંબા સમય સુધી તાજું રહે છે.

– કપડા પર દહીં ઘસવાથી કાથાના ડાઘા નીકળી જાય છે.
– ખીર બનાવતી વખતે દૂધમાં થોડો કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લોર મિક્સ કરવાથી ખીર જાડી અને સ્વાદિષ્ટ બને છે.
– નુડલ્સ અથવા ચાઉમિન બનાવતી વખતે ઉકાળેલું પાણી ફેંકવું જોઈએ નહીં. એ પાણી કપડામાં સ્ટીચનું કામ કરે છે.

– વધેલી ઈડલીના નાના નાના ટુકડા કરીને તેને તેલમાં રાઈ, મીઠો લીમડો, ટામેટાના ટુકડા, મરચા ના ટુકડા અને સમારેલી ડુંગળી નાખીને ફ્રાય કરી લેવા. ઉપરથી કોથમીર નાખવી. એક સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર થઈ જશે.
– થોડાક પાકેલા પીળા ટામેટાને બ્રાઉન કલરના કાગળમાં રાખવાથી તે જલ્દીથી પાકે છે. બ્રાઉન કાગળમાં તળેલી વસ્તુ રાખવાથી તેલ ચુસાઈ જાય છે.

– વધેલી બ્રેડને પીસીને તળીને સૂપ સાથે ખાવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ટોસ્ટ નું કામ કરે છે.
-મસાલાને ગેસથી દૂર સૂકી શીશીમાં ભરવા જોઈએ અને હંમેશા તેના ઢાંકણ પેક રાખવા મરચાની તીખાશ ઘટાડવા માટે તેના બિલ કાઢી નાખવા.

– રસોડાનો સામાન લેતી વખતે લિસ્ટ બનાવીને જવું. એનાથી ખૂબ જ સરળતા રહે છે. ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં વિનેગર અથવા લીંબુનો રસ નાખવો. એનાથી ફ્લાવર નો રંગ સફેદ રહે છે.

– સમારેલું અડધું લીંબુ કડક થઈ જાય તો તેના ઉપર માખણ લગાડવાથી તે નરમ થાય છે. અથાણામાં કાચું તેલ નાખવાના બદલે પહેલા તેલ ને ધુમાડો નીકળે એટલું ગરમ કરીને, ત્યારબાદ ઠંડું પડવા દેવું પછી જ અથાણામાં નાખવું. આ રીતે તેલ નાખવાથી અથાણામાં ફૂગ આવતી નથી.

– શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખવુ. શાકની તીખાશ ઓછી થઇ જશે.

– ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખવુ. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ બનશે.
– ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.
– પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે વધુ સ્વાદિષ્ટ બનશે.

– ગરમ પાણીથી કોથળીનો શેક કરતી વખતે ગરમ પાણી ભરતી વખતે કોથળીમાં એક ચપટી મીઠું નાખવાથી લાંબા સમય સુધી પાણી ગરમ રહે છે.

– મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જમ્યા બાદ વખત બ્રશ કરવુ ચોકલેટ કે મીઠાઈ ખાવી નહિ. શક્ય હોય તો ભોજન બાદ ફળ ખાવા ટામેટા, ગાજર, સફરજન, સંતરા વગેરે ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

– કાચના વાસણોની ચોખ્ખાઇ રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે કોઇ કાગળ અથવા તો પેપરનો ઉપયોગ કરી શકો છો. કાચના વાસણ સાફ કરવા માટે તમે એક બોટલમાં થોડુ પાણી અને સિરકો મિક્સ કરવો. પછી આ સ્પ્રે ને બોટલમાં ભરી લેવું અને કાચના વાસણ પર સ્પ્રે કરો. ત્યારબાદ કાગળથી લૂંછી લેવું. આમ કરવાથી તમારા કાચના વાસણ એકદમ ક્લિન થઇ જશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે અને પસંદ આવશે.

2 thoughts on “kitchen tips ખુબ જ ઉપયોગી કામની કિચન ટીપ્સ”

Leave a Comment