આજકાલ મોટાભાગના લોકોમાં પેટને લગતી તકલીફોનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે આજે મોટાભાગના લોકોને આખો દિવસ બેસીને જ કામ કરવાનું હોય છે અને એ કારણે એમનું હલન ચલન સાવ નહિવત હોય છે યોગ્ય સમયે કસરત ન કરવાથી કે પછી પૂરતો શારીરિક શ્રમ ન કરવાથી પેટને લગતી તકલીફો થવા લાગે છે.
આ ઉપરાંત આંતરડા પણ બરાબર સાફ થતાં નથી. તો આજે અમે તમને એક ઘરેલુ નુસખો બતાવવા જઈ રહ્યા છે. લીંબુમાં રહેલા તત્વ આપના પેટને સાફ રાખી શકે છે. જો તમને ખોરાક પચતો ન હોય તો એ માટે તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સવારે ઉઠતાંવેંત પીવાનો છે. આવું કરવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને તમારું વજન પણ ઘટવા લાગશે.
બીજો એક ઉપાય એ છે કે તમારે અડધો ગ્રામ અજમો અને એટલો ગોળ લઈ એની ગોળીઓ બનાવીને દિવસમાં 3 વાર લેવાની છે. એમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વો પેટ અને આંતરડામાં થતા બેક્ટેરિયાની સાવ ખતમ કરી દે છે. દાડમની છાલને સુકવી લો અને એ બાદ એનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ દિવસમાં ત્રણ વાર એક એક ચમચી જેટલું લો. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી કૃમિની સમસ્યા જડમૂળમાંથી મટી જશે.
ટામેટાને કાપી લો હવે એમાં કાળા મરી અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને રોજ એનું સેવન કરવાથી કૃમિ ઝાડા વાટે બહાર નીકળી જાય છે. લીમડાના પાનને પીસીને તેના રસમાં મધ ભેળવીને પીવામાં આવે તો પણ કૃમિ મરી જાય છે અને લીમડામાં એન્ટિબાયોટિક ગુણો હોવાને કારણે આંતરડા સાફ રહે છે.
લસણમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે એ તો આપણે જાણીએ જ છે. લસણના પ્રયોગથી તમારા આંતરડા તો સાફ થઈ જ જશે પણ સાથે જ પેટને લગતી તકલીફો પણ દૂર થઈ જશે. આ માટે ભોજનમાં લસણની ચટણીનો ઉપયોગ કરો. તુલસી એક કુદરતી ઔષધિ છે. રોજ સવારે જો તમે 5 તુલસીના પાન ગળી જાઓ તો તમને કૃમિની સમસ્યા નથી થતી. અને આંતરડા સાફ થઈ જાય છે. ઉપરાંત કબજિયાત, ગેસ જેવી તકલીફો પણ મટી જાય છે.
જો તમને આંતરડામાં કૃમિ થતા હોય તો કાચી કેરીની ગોટલી ખાઓ. તમે આ ગોટલીનું ચૂર્ણ બનાવીને એને દહીં કે પાણી સાથે સવાર સાંજ અડધી ચમચી જેટલું લઈ શકો છો. આમ કરવાથી આંતરડા સાફ થશે. જો તમે ભોજનની સાથે છાસ પીવાની આદત ધરાવો છો તો એનાથી તમારું પાચનતંત્ર એકદમ સ્વસ્થ રહેશે.અને રોજ સવારે તમારું પેટ પણ સારી રીતે સાફ થઈ જશે
જો લોકોનું પેટ બરાબર સાફ ન થતું હોય એવા લોકોએ રોજ વધુ પ્રમાણમાં સલાડનું સેવન કરવું જોઈએ. સલાડ તરીકે તમે મૂળા, બીટ, ગાજર, કાકડી ખાઈ શકો છો. આ બધામાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે જે તમારા આંતરડાની સફાઈ કરે છે.
એક વાતનું ધ્યાન રાખો કે જમતી વખતે વચ્ચે ક્યારેય પાણી ન પીઓ. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ભોજનની સાથે પાણી પીવો છો તો એ હાનિકારક છે. ભોજન કર્યાના 30 મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ .આ ટેવથી તમારું પાચનતંત્ર એકદમ સારું રહેશે અને તમને જમવાનું સરળતાથી પચી જશે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન પણ વધુ પ્રમાણમાં પાણી પીવો. આખા દિવસમાં થોડો સમય કાઢો જેમાં તમે થોડા યોગાસન અને એક્સરસાઇઝ કરી શકો. એનાથી પણ તમને રાહત મળશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.