ભગવાને માનવ શરીરમાં ઘણા બધા આંતરિક અંગો ઘડ્યા છે અને એ દરેક અંગનું એક આગવું મહત્વ છે, જેમ કે આંતરડાઓ ખોરાકના પાચન માટે, હૃદય લોહીના પરિભ્રમણ માટે જરૂરી છે .એવું જ એક મહત્વપૂર્ણ અંગે છે લીવર.
જો તમે સ્વસ્થ જીવન જીવવા માંગતા હોય તો શરીરના અન્ય અંગોની જેમ તમારા લીવરનું સ્વસ્થ હોવું જરૂરી છે. લીવર આપના શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને પોષકતત્વો શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
આપણા લોહીમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢીને લીવર તેને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. અને એ માટે તો સૌપ્રથમ તમારું લીવર સ્વસ્થ હોવું જોઈએ, આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને અપનાવ્યા પછી તમારું લીવર હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
લીંબુ:
દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવું જોઈએ. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને આ વિટામિન સી શરીરમાં રહેલા કચરાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા તત્વો લીવરના કોષોને સક્રિય કરે છે અને લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે.વિટામીન-C થી ભરપુર લીંબુ શરીરમાં હાજર ટોક્સિન્સને દૂર કરવામાં અત્યંત કારગર સાબિત થાય છે. તેમાં હાજર તત્વ લીવરના કોષોને સક્રિય કરે છે, જે લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે.
હળદર:
હળદર આરોગયની દ્રષ્ટિએ તો ઉત્તમ છે જ એ આપણે સૌ જાણીએ જ છે પણ હળદરમાં લીવરને તંદુરસ્ત રાખવાના પણ ગુણો છે. હળદરમાં ઓક્સીડેટિવ ગુણ હોય છે. જે તણાવે ઘટાડે છે
ગાજર:
ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને પોષકતત્વો રહેલા છે. જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે. તમે ગાજરને સલાડ તરીકે પણ લઈ શકો છો અને એનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.
સફરજન:
લીવરને સ્વસ્થ રાખવા માટે સફરજન અગત્યનો ભાગ ભજવે છે. સફરજનમાં પેકટિન નામનું તત્વ રહેલું છે, આ તત્વ શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલમાંથી ઝેરી પદાર્થોને દૂર કરી દે છે અને તમારી ડાયજેસ્ટ સિસ્ટમ અને લીવરને સ્વચ્છ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે એટલે રોજ એક સફરજન ખાવું જ જોઈએ
બીટ:
બીટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો રહેલા હોય છે. જે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે અને તમારા લીવરને હમેશા સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. એટલે બીટને રોજના ડાયટમાં સામેલ કરો, બીટને સલાડ તરીકે કે પછી બિટનું જ્યુસ પણ તમે લઈ શકો છો
ડુંગળી:
ડુંગળી ફક્ત રસોઈને સ્વાદિષ્ટ બનાવવાનું જ કામ નથી કરતી પણ એ શરીરની તંદુરસ્તીમાં પણ મોટો ભાગ ભજવે છે. ડુંગળીમાં એન્ટીવાયરલ, એન્ટીઇંફ્લેમેટ્રિ, સલ્ફર અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલા છે જે લીવરને સ્વચ્છ રાખવામાં લાભદાયી નીવડે છે.
લીલા પાનવાળા શાકભાજી:
જો તમે તમારા લીવરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આજે તમારી ડાયટમાં લીલા પાંદડા વાળા શાકભાજીને સામેલ કરો લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરમાં ઝેરી પદાર્થોને દૂર કરે છે અને તમારા લીવર તંદુરસ્ત રાખે છે. . લીવરને સ્વસ્થ રાખવા માટે પાલકનો ઉપયોગ વધારવો જોઈએ.
લસણ :
લસણમાં એન્ટીઓકિસડન્ટ, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીબાયોટીક ગુણો રહેલા છે. તે શરીરને ડિટોક્સ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા લીવરને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે.
ગ્રીન ટી :
આજકાલ ગ્રીન ટીનું ચલણ વધ્યું છે પણ ફક્ત ફેશન પૂરતી જ નહીં પણ તમારું વજન કાબુમાં રાખવા તેમજ તમારા લીવરને તંદુરસ્ત રાખવામાં પણ ગ્રીન ટી ખૂબ જ ઉપયોગી છે. ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી પીવી આરોગ્ય માટે લાભદાયી થાય છે. ગ્રીન ટી વજન ઘટડવા સાથે જ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આદુ:
આદુમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે જે લીવરને રોગોથી બચાવવાનું કામ કરે છે અને લીવરને મજબૂત બનાવે છે
અખરોટ
અખરોટમાં ઓમેગા 3 અને ફેટી એસિડની ભરપૂર માત્રા હોય છે. જે લીવરને સાફ કરવામાં મદદ કરે છે. અખરોટ લીવરના ઉતસેચકોને સુધારે છે.
ઉપરોક્ત ઉપાયો અજમાવવાથી લીવર એકદમ સ્વસ્થ અને કાર્યશીલ રહે છે, અને તમારું શરીર જલ્દીથી કોઈ રોગનું ભોગ નથી બનતું. તો પછી રાહ ન જોશો આજથી શરૂ કરી દો તમારા ડાયટમાં આ વસ્તુઓનું સેવન કરવાનો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.