ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ કિચન ટીપ્સ

રોટલી સોફ્ટ અને ફૂલેલી બનાવવા માટે લોટ બાંધવાની પરફેક્ટ રીત.

રોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે. તેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખવાથી રોટલી મુલાયમ અને સોફ્ટ બને છે.

હૂંફાળા પાણીથી લોટ બાંધવો

જ્યારે પણ તમે રોટલી બનાવવા જઇ રહ્યા હોય ત્યારે રોટલીનો લોટ બાંધતી વખતે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રોટલી એકદમ મુલાયમ બને છે. એક વાસણમાં લોટ લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી દેવું, અને લોટ સારી રીતે મિક્સ કરવો. ત્યારબાદ આ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો. આ રીતે લોટ બાંધવાથી લોટ સરસ રીતે ભૂલી જશે અને તમારી  રોટલી ફૂલેલી અને મુલાયમ બનશે.

લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરવો 

રોટલી નો લોટ બાંધવા માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ  કરી શકાય છે. તેના માટે એક વાસણમાં  લોટ લઈને તેમાં થોડા થોડા પ્રમાણમાં દૂધ મિક્સ કરીને સરસ રીતે  લોટ બાંધવો. આ લોટ બાંધતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, લોટ વધારે ઢીલો થઇ જાય નહીં. દૂધથી લોટ બાંધતી વખતે તમે જોઇ શકશો કે લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને તેનાથી  રોટલી પણ એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

મીઠુ નાખીને લોટ બાંધવો 

કેટલાક લોકોની ફરિયાદ રહે છે કે, બનાવેલી રોટલી માં સ્વાદ નથી આવતો. જો તમારી સાથે પણ આવી જ સમસ્યા થતી હોય તો, તમે લોટ બાંધતી વખતે તમારા અંદાજ પ્રમાણે મીઠું મિક્સ  કરી શકો છો. તેના માટે તમારે લોટમાં સૌથી પહેલા થોડુંક મીઠું નાખવાનું છે. જેટલું નમકીન તમને પસંદ હોય તે પ્રમાણે મીઠું ઉમેરવું. ત્યારબાદ લોટને સરસ રીતે હલાવીને મિક્સ  કરી લેવો, અને પાણીથી  લોટ ને સરસ રીતે બાંધવો. આ પ્રમાણે બાંધેલા લોટની  રોટલી એકદમ નરમ બને છે અને સ્વાદમાં પણ મીઠી લાગે છે.

તેલ નાખીને લોટ બાંધવો 

લોટ બાંધ્યા પછી પણ તમારા  લોટ કડક થઈ જતો હોય તો, તમારે લોટમાં તેલ નાખવું જોઈએ. તેના માટે તમારે લોટમાં થોડું તેલ ઉમેરવું અને સરસ રીતે મિક્ષ કરી લેવું. હવે લોટમાં થોડુ પાણી ઉમેરતા જઈને હાથથી લોટ મિક્સ કરીને બાંધવો. એનાથી રોટલી નરમ બને છે.

ઓળા માટે રીંગણાં શેકતા સમયે ગેસ બર્નરના છેદ બ્લોક થઈ જાય તો ?

બેકિંગ સોડા અને ઇનોનો કરવો ઉપયોગ:- તમે ગેસ બર્નરના કાણાં સાફ કરવા માટે બેકિંગ સોડા અને ઇનોનો ઉપયોગ કરી શકો છો. તેનાથી માત્ર બર્નર સાફ જ નથી થતાં પરંતુ તેના કાણાં પણ ખૂલી જાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમે એક વાટકી લો. પછી તેમાં ગરમ પાણી નાખો અને 1 પેકેટ ઇનો, 1 ચમચી બેકિંગ સોડા નાખો. હવે તેમાં બર્નર નાખો અને થોડી મિનિટ માટે બર્નરને તેમાં રહેવા દો. તમે તેને બાઉલ માંથી કાઢીને કોઈ સાફ કપડાં ની મદદથી ક્લીન કરી લો. બસ તમારા ગેસ બર્નર બિલકુલ સાફ થઈ જાય છે.

ઇનો અને લીંબુ કામ લાગશે:- ગેસ બર્નરના કાણાં સાફ કરવા માટે તમે ઇનો અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા બર્નર સરખી રીતે સાફ થઈ જાય છે. તે માટે તમે એક વાટકીમાં ગરમ પાણી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને ઇનો મિક્સ કરી ગેસ બર્નર તેમાં રાખી લો. તમે જોશો કે, તમારા બર્નર 15 મિનિટ પછી બિલકુલ સાફ થઈ જાય છે. તમે બર્નર સાફ કરવા માટે આ નુસ્ખા ફોલો કરી શકો છો.

જો તમારા ગેસ પર લીંબુ કે ખાવાનું ચોંટી ગયું હોય તો, તમે તેને સાફ કરવા માટે ઇનોનો ઉપયોગ કરી શકો છો. તમે ગેસ બર્નર સાફ કરવા માટે એક બાઉલમાં અડધી ચમચી મીઠું, સિરકા અને એક પેકેટ ઇનો લો. પછી તેમાં ગરમ પાણી અને બર્નર નાખો. તમે બર્નરને 10 મિનિટ માટે એમ જ રાખો જેથી બર્નર સાફ થઈ જાય. ત્યાર બાદ તમે તેને મિશ્રણથી કાઢી લો અને કોઈ સાફ કરી લો. બસ તમારું બર્નર સરખી રીતે સાફ થઈ જશે.

વાળને ખરતા અટકાવવા અજમાવો આ ટીપ્સ

વાળ ખરતા અટકાવવા

વાળ ખરવા એ સામાન્ય બાબત છે પરંતુ જો વધુ વાળ ખરે તો તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો. તેના માટે તમારે વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દરરોજ 100 વાળ ખરવા એ સામાન્ય વાત છે પરંતુ જો એનાથી પણ વધારે વાળ ખરે તો બંને નુકસાન થઈ શકે છે. વાળની ખરતા રોકવા માટે કેટલાક ઘરેલુ નુસખા અજમાવી શકાય છે, તો આજે વાળને ખરતા અટકાવવા માટેના નુસખાઓ વિશે અમે તમને જણાવીશું.

વાળ ખરતા અટકાવવા ઉપાય | વાળ ની દેશી દવા

બને એટલું ખોરાકમાં કોબીજનું સેવન કરવું જોઈએ. કોબીજનો મૂળમાં ઘસીને લગાવવાથી ખરતા વાળ અટકે છે.એક ભાગ અડદનો લોટ, 1/2 ભાગ આમળાનું ચૂર્ણ,1/4 શિકાકાઈનું ચૂર્ણ, 1/4 ભાગ મેથીનું ચૂર્ણ મેથીનું ચૂર્ણ રાત્રે પલાળી રાખો અને સવારે એનાથી વાળ ધોવા આ ઉપાય કરવાથી ખરતા બળની સમસ્યા દૂર થાય છે.

શતાવરી, આમળા, બ્રાહ્મી અને ભૃંગરાજ નું સમભાગ ચૂર્ણ એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ અટકે છે. ગ્રીન ટી વાટીને વાળના મૂળમાં લગાવવાથી પણ ખરતા વાળ અટકે છે.મધને વાળમાં લગાવવાથી ખરતા વાળ અટકે છે સાથે વાળના અન્ય રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ બને છે.ખરતા વાળ રોકવા માટે  દિવેલ ગરમ કરીને વાળના મૂળ ઉપર લગાવવું જોઈએ. આદુના રસમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવું જોઈએ. આવું કરવાથી ખરતા વાળ અટકે છે.

ખરતા વાળ અટકાવવા માટે તાજા આદુની જડ પણ ખૂબ જ કાગર નિવડે છે. એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ હોય છે. જે સ્વસ્થ વાળના પોષણ માટે ખૂબ જ જરૂરી છે. આદુમાં એવા ગુણ મળી આવે છે. જેનાથી બેક્ટેરિયા વધી શકતા નથી અને પ્રચુર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ મળી રહે છે. આ જ કારણથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

ઘરગથ્થુ કિચન ટીપ્સ

કોડા-પકોડા

એ દરેક ઘરમાં બનતી વાનગી છે. એમાંય જો ક્રિસ્પી પકોડા બન્યા હોય તો એની વાત જ નિરાળી હોય છે. જો તમે પણ તમારા પકોડાને ક્રિસ્પી બનાવવા માંગતા હોય તો પકોડા માટેના મિશ્રણમાં થોડું દૂધ ઉમેરો. એ વાતનું ધ્યાન રાખો કે દૂધ ઉમેર્યા બાદ જ મીઠું નાખવું.

ચોખા

જો તમે ચોખા વધુ ખીલે એમ ઇચ્છતા હોવ તો એને રાંધતી વખતે તેમાં થોડું તેલ અને થોડા ટીપાં લીંબુના રસના ઉમેરો
કેક- ઘરે કેક બનાવતી વખતે એક ચમચી ખાંડને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ બ્રાઉન કલરની ન થઈ જાય ને પછી આ મિશ્રણને કેકના બેટરમાં ઉમેરો. આમ કરવાથી કેક ખૂબ જ સરસ બનશે.

આલુ પરોઠા

આલુ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના ફીલિંગમાં થોડું શેકેલું જીરું અને કસૂરી મેથી ઉમેરો. તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો એનાથી એનો સ્વાદ વધુ સારો આવશે.

છૂટો છૂટો ભાત માટે

તો તેમાં પાણી ઉકેલી એટલે ત્રણ ટીપા લીંબુ ઉમેરી દો અને ખાસ વાત એ ધ્યાનમાં રાખો કે કદાચ તમે ભાત મૂકીને ગયા અને તે બળી ગયો છે તો તમારે બીજો ભાત બનાવવાની જરૂરત નથી. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. નીચેના બળી ગયેલ કે ચોંટી ગયેલ ભાત સિવાય ઉપર ઉપરથી ભાત કાઢીને બીજા વાસણમાં લઇ લો. અને તે વાસણને હવા ઉજાસ વાળી જગ્યા પર મૂકી દો આમ કરવાથી બળેલ ભાતની વાસ જતી રહેશે. એક ખાસ વાત જો તમે કૂકરમાં ભાત બનાવો છો તો હવે તપેલીમાં છૂટો ભાત બનાવજો અને પાણી બળી જાય પછી તે તપેલીને વધારાની લોઢી ગેસ પર મુકો અને પછી એ તપેલીને લોઢીમાં મૂકી ઢાંકી દો, આમ કરશો તો ભાત એકદમ છૂટો છૂટો થશે.

કઢી

જો તમે પણ કઢી બનાવો ત્યારે દહીં ફાટી જતું હોય તો એને સતત હલાવતા રહો અને એ બાદ એમાં મીઠું નાખો. આમ કરવાથી દહીં નહિ ફાટે.
કોફી અને ચા- દરેક વ્યક્તિની સવારમાં ઉઠતાંવેંત પહેલી જરૂરિયાત એવી ચા કોફીને બનાવતી વખતે એમાં ચપટી મીઠું ઉમેરો. આમ કરવાથી ચા કોફી બહુ ગળી નહિ લાગે ને મીઠાના લીધે કોફીની કડવાશ પણ દૂર થશે

રોટલી પાતળી બનાવવા માટે 

ઘણા ઘરોમાં રોટલી જાડી બનતી હોય છે. પરંતુ રોટલીનો સ્વાદિષ્ટ અને પાતળી બનાવવી હોય તો આ પદ્ધતિ અપનાવવી જોઇએ. જ્યારે તમે રોટલીનો લોટ બાંધીએ સમયે તેમાં બે ચમચી દૂધ, મલાઈ અથવા ઘી નાખવું જોઈએ. એનાથી રોટલી પાતળી અને સ્વાદિષ્ટ બને છે.

પુરી ફુલતી નથી તો 

પાણીપુરી તો મોટાભાગે બધાને જ પસંદ હોય છે. પરંતુ તેની પૂરી ઘર પર બનાવવામાં આવે તો આપણી પુરી ફુલતી નથી. તો એના માટે આપણે જ્યારે પાણીપુરી ની પુરી બનાવવા માટે લોટ બાંધીએ ત્યારે એમાં ઝીણા રવાની સાથે પીવાની સાદી સોડા નો ઉપયોગ કરવો જોઈએ. પાણીપુરી નો લોટ પાણીની જગ્યાએ આ સોડા થી બાંધવામાં આવે તો પાણીપૂરીની પૂરી ફૂલે છે.

દાળ

જો બાળકો દાળ ખાવામાં આનાકાની કરતા હોય તો દાળ બનાવતી વખતે એમાં ચપટી હળદર અને 4 5 ટીપાં બદામના તેલ નાખો. આમ કરવાથી દાળ એકદમ સ્વાદિષ્ટ બનશે

ઈડલીના ખીરામાં આથો આવતો નથી તો ?

હવે જયારે પણ ઇડલીનું ખીરું ક્રશ કરીને તૈયાર કરો પછી મિક્ષરના એક કપમાં બે બ્રેડ, એક કપ નારિયળ પાણી અને એક ચમચી ખાંડ ઉમેરી ક્રશ કરી દો. જે તૈયાર થયું તેને બનાવેલ ઈડલીના ખીરામાં ઉમેરી દો. આમ કરવાથી જોઈએ એવો આથો તમે લાવી સહકશો.

ઈડલી કે ઢોસા

ઈડલી કે ઢોસાને ક્રિસ્પી બનાવવા માટે એનું ખીરું બનાવતી વખતે એમાં એક ચમચી મેથી નાખો

કાચના વાસણમાં ડાઘ પડી ગયા હોય તો બે લીટર ગરમ પાણીમાં થોડો કોસ્ટિક સોડા નાખીને આખી રાત ડાઘવાળા વાસણમાં ભરીને રાખવું. સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા. માર્બલને ચમકાવા હોય તો પાણીમાં થોડું ઘાસતેલ મિક્સ કરીને કપડું પલાળીને નીચોવી ને એનાથી લૂછવુ. એનાથી માર્બલ ચમકવા લાગશે. લીંબુના રસમાં મીઠું નાખીને ઘસવાથી કપડાં પરના ડાઘ દૂર થાય છે. કાતરની ધાર કાઢવા માટે કાચ પેપર નો ઉપયોગ કરવો. કાચ પેપર કાતરની ધાર પર ઘસવાથી ધાર નીકળે છે. જો કપડાં પર શાહીના ડાઘ પડ્યા હોય તો તેના ઉપર ટામેટાનો રસ ઘસવાથી તે નીકળી જાય છે.

ઈડલીના નાના નાના ટુકડા કરીને તેને તેલમાં રાઈ, મીઠો લીમડો, ટામેટાના ટુકડા, મરચા ના ટુકડા અને સમારેલી ડુંગળી નાખીને ફ્રાય કરી લેવા. ઉપરથી કોથમીર નાખવી. એક સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર થઈ જશે. થોડાક પાકેલા પીળા ટામેટાને બ્રાઉન કલરના કાગળમાં રાખવાથી તે જલ્દીથી પાકે છે. બ્રાઉન કાગળમાં તળેલી વસ્તુ રાખવાથી તેલ ચુસાઈ જાય છે.

કાચના વાસણોની ચોખ્ખાઇ રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે કોઇ કાગળ અથવા તો પેપરનો ઉપયોગ કરી શકો છો. કાચના વાસણ સાફ કરવા માટે તમે એક બોટલમાં થોડુ પાણી અને સિરકો મિક્સ કરવો. પછી આ સ્પ્રે ને બોટલમાં ભરી લેવું અને કાચના વાસણ પર સ્પ્રે કરો. ત્યારબાદ કાગળથી લૂંછી લેવું. આમ કરવાથી તમારા કાચના વાસણ એકદમ ક્લિન થઇ જશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે અને પસંદ આવશે..

Leave a Comment