kitchen tips ખૂબ જ ઉપયોગી 15 કિચન ટિપ્સ જાણો

kitchen tips

ઘણીવાર તમે જોયું હશે કે રસોઈમાં અમુક વસ્તુ વધતી ઓછી હોય તો એનો આખો ટેસ્ટ ફરી જાય છે અને આવા સમયે કોઈપણ સ્ત્રી મુંઝવણમાં મુકાઈ જાય એ તો સ્વાભાવિક જ છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છે જેની મદદથી તમે તમારી બગડેલી રસોઈને પણ એકદમ સ્વાદિષ્ટ બનાવી શકશો. તો ચાલો જાણી લઈએ kitchen tips આ ટિપ્સ વિશે.

જો ડુંગળી સમારતી તમારી આંખોમાંથી પણ આંસુ નીકળતા હોય ને આંખો બળતી હોય તો ડુંગળીને સમારતા પહેલા એને પાણીથી સારી રીતે ધોઈ લો.

જો તમે લીંબુને લાંબા સમય સુધી એકદમ તાજા જ રાખવા માંગતા હોવ તો એને એરતાઈટ પ્લાસ્ટિકના કન્ટેનરમાં મુકો. આવું કરવાથી એક મહિના સુધી લીંબુ એકદમ ફ્રેશ જ રહેશે.

એકદમ ઢેફા જેવું દહીં બનાવવા માંગતા હોવ તો દૂધને ઉકાળો અને એને ઠંડુ કર્યા બાદ માટીના વાસણમાં કાઢી લો. હવે એમાં મેળવણ નાખીને એને જમાવી લો. આમ કરવાથી દહીં એકદમ જાડું બનશે.

cleaning the kitchen

જો શાક બનાવતી વખતે એમાં મીઠું વધારે પડી ગયું હોય તો એક બટાકાને છાલ છોલીને મોટા ટુકડા કરી એકથી દોઢ કલાક માટે એ શાકમાં ડુબાડી રાખો. બટાકાના આ ટુકડા શાકમાંથી વધુ પડતું મીઠું ચૂસી લેશે.
જો નુડલ્સ બાફયા બાદ લોચા જેવા થઈ જતા હોય તો એમાં ઠંડુ પાણી ઉમેરી લો અને એકાદ મિનિટ રાખ્યા બાદ પાણી કાઢી લો. નુડલ્સ એકદમ છૂટાં બનશે.
જો ક્યારેક શાકમાં ભૂલમાં મીઠું વધુ પડી ગયું હોય તો એમાં થોડું દૂધ કે દહીં ઉમેરી એને સુધારી શકાય છે. આમ કરવાથી શાક વધુ સ્વાદિષ્ટ બનશે.

જો મિક્સર જારની બ્લેડ બૂઠી થઈ ગઈ હોય તો એ જારમાં એક વાટકી મીઠું લઈને ચલાવી લો. બ્લેડ એકદમ ધારદાર થઈ જશે.

જો તમારે વધારે પ્રમાણમાં લસણ ફોલવાનું હોય અને એ પણ ઝડપથી તો લસણની કળીઓને છૂટી કરી લો અને ગેસની ધીમી આચ પર એક મિનિટ ગરમ કરો. આમ કરવાથી લસણ ઝડપથી ફોલાઈ જશે.

જો ફ્રિજમાં વાસ આવતી હોય તો ફ્રીજની બધી ટ્રેમાં લીંબુના ટુકડા મૂકી દો. આમ કરવાથી ફ્રીજની વાસ દૂર થઈ જશે.

પનીરને લાંબો સમય સુધી ફ્રેશ રાખવું હોય તો એક બાઉલમાં પનીર ડૂબે એટલું પાણી ભરીને એને ઢાંકીને ફ્રિજમાં મૂકી દો.

જો ચીજને છીણતી વખતે ચીઝ ખમણી સાથે ચોંટી જતું હોય તો ચિઝને છીણતા પહેલા તેના પર થોડું તેલ લગાવો. આમ કરવાથી ચિઝનું છીણ એકદમ છૂટું થશે.

દહીં વડા એકદમ સોફ્ટ બનાવવા માંગતા હોય તો દહીં વડાના ખીરામાં બેકિંગ સોડા નાખો.

જો ભાત બનાવતી વખતે એ વાસણમાં ચોંટી જતા હોય તો ભાત રાંધવા મૂકેલું પાણી ઉકળી જાય પછી એમાં થોડા લીંબુમાં ટીપાં અને અડધી ચમચી તેલ નાખો. આમ કરવાથી ભાત છુટા અને સફેદ થશે.

લીંબુનું શરબત બનાવતી વખતે લીંબુમાં રસની સાથે એની છાલને પણ છીણીને નાખવાથી શરબત વધુ ટેસ્ટી બનશે.

રોટલીના લોટમાં થોડું દૂધ ઉમેરવામાં આવે તો રોટલી એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે ખાંડમાં જો કીડીઓ ચડી જતી હોય તો ખાંડના ડબ્બામાં 5થી 7 લવિંગ રાખી દો.

ભીંડાનું શાક બનાવતી વખતે એ ચીકણું થતું હોય તો એમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે તો ભીંડાના શાકની ચીકાશ દૂર થશે.

જો દહીં અને છાશ વધુ પડતા ખાટાં થઈ ગયા હોય તો એમાં થોડા મીઠા લીમડાના પાન નાખી દેવામાં આવે તો એની ખટાશ દૂર કરી શકાય છે.

કેક બનાવી રહ્યા છો તો એમાં જો થોડો બદામનો પાઉડર ઉમેરશો તો કેક એકદમ નરમ અને સરસ બનશે.

જો કેક બનાવતી વખતે તમારી પાસે બટર પેપર ન હોય તો તમે સાદા પેપરમાં તેલ લગાવીને પણ એનો બટર પેપર તરીકે ઉપયોગ કરી શકો છો.

ખીરને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોય તો ખીર બની જાય એટલે એને ગેસ પરથી ઉતરતા પહેલા એમાં બે ચમચી જેટલો મિલ્ક પાઉડર ઉમેરી લો.

સમોસાના ઉપરના પડને વધુ ક્રિસ્પી બનાવવા માંગતા હોય તો મોણમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરો.

આ પણ વાચો :- પનીર ભુરજી બનાવવાની રીત

જો માખીઓનો બહુ જ ત્રાસ વધી ગયો હોય તો એક પેનમાં કોફી નાખીને એનો ધુમાડો થાય ત્યાં સુધી રહેવા દઈને આખા ઘરમાં ફેરવી દો.
તો હવે રાહ કોની જુઓ છે, હવે રસોઈ બનાવતી વખતે આ ટિપ્સને ચોક્કસથી યાદ રાખજો અને તમારા અભિપ્રાય અમને ચોક્કસથી જણાવજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment