kitchen tips | કિચન ટીપ્સ
દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનતી જ હોય છે. નવી નવી વાનગીઓ બનાવવી એ સ્ત્રીઓની પસંદ પણ હોય છે અને કળા પણ. ઘણી વાનગીઓ એવી હોય છે જેને બનાવવા માટે ખાસ કાળજીની જરૂર પડે છે. જો જરા સરખી પણ ભૂલ થાય તો વાનગીના સ્વાદમાં ફેર પડી જતો હોય છે.
ઘરના દરેક વ્યક્તિને ખુશ રાખવા હોય તો એમના ટેસ્ટનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને એટલે જ દરેક સ્ત્રી હંમેશા રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવાની ટિપ્સની શોધમાં જ હોય છે. અમુક વસ્તુઓનો સ્વાદ બહારની વાનગીઓ જેવો નથી આવતો અને એ સ્વાદ લાવવા માટે અમુક ટિપ્સ અપનાવી ખૂબ જ જરૂરી હોય છે.
અમુક વાર સ્ત્રીઓ હોંશે હોંશે નવી વાનગી તો બનાવે છે પણ એનો સ્વાદ ઘરના લોકોને પસંદ આવશે કે નહીં એની એમને ચિંતા રહે છે. તો આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમારી આ ચિંતા દૂર થઈ જશે અને તમે એકદમ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકશો.
ગ્રેવીને ઘટ્ટ કરવા માટે
ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે કોબીજને બાફીને તેને પીસીને ગ્રેવીમાં મિક્સ કરી લો, આમ કરવાથી ગ્રેવી ઘટ્ટ બનશે. તમે ક્રીમને બદલે આ કોબીજની પેસ્ટને નાખીને સબ્જીને વધુ હેલ્ધી પણ બનાવી શકશો
ખીર- જો તમે બહુ ગળી અને વધુ પડતી ઘટ્ટ ખીર ખાવાનું પસંદ નથી કરતા તો ચોખાની ખીર બનાવતી વખતે એમાં ચપટી મીઠું નાખી દો. આમ કરવાથી ખીર બહુ ગળી નહિ બને.
પકોડા-પકોડા
એ દરેક ઘરમાં બનતી વાનગી છે. એમાંય જો ક્રિસ્પી પકોડા બન્યા હોય તો એની વાત જ નિરાળી હોય છે. જો તમે પણ તમારા પકોડાને ક્રિસ્પી બનાવવા માંગતા હોય તો પકોડા માટેના મિશ્રણમાં થોડું દૂધ ઉમેરો. એ વાતનું ધ્યાન રાખો કે દૂધ ઉમેર્યા બાદ જ મીઠું નાખવું.
ચોખા
જો તમે ચોખા વધુ ખીલે એમ ઇચ્છતા હોવ તો એને રાંધતી વખતે તેમાં થોડું તેલ અને થોડા ટીપાં લીંબુના રસના ઉમેરો
કેક- ઘરે કેક બનાવતી વખતે એક ચમચી ખાંડને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ બ્રાઉન કલરની ન થઈ જાય ને પછી આ મિશ્રણને કેકના બેટરમાં ઉમેરો. આમ કરવાથી કેક ખૂબ જ સરસ બનશે.
આલુ પરોઠા
આલુ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના ફીલિંગમાં થોડું શેકેલું જીરું અને કસૂરી મેથી ઉમેરો. તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો એનાથી એનો સ્વાદ વધુ સારો આવશે
છૂટો છૂટો ભાત માટે
તો તેમાં પાણી ઉકેલી એટલે ત્રણ ટીપા લીંબુ ઉમેરી દો અને ખાસ વાત એ ધ્યાનમાં રાખો કે કદાચ તમે ભાત મૂકીને ગયા અને તે બળી ગયો છે તો તમારે બીજો ભાત બનાવવાની જરૂરત નથી. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. નીચેના બળી ગયેલ કે ચોંટી ગયેલ ભાત સિવાય ઉપર ઉપરથી ભાત કાઢીને બીજા વાસણમાં લઇ લો. અને તે વાસણને હવા ઉજાસ વાળી જગ્યા પર મૂકી દો આમ કરવાથી બળેલ ભાતની વાસ જતી રહેશે. એક ખાસ વાત જો તમે કૂકરમાં ભાત બનાવો છો તો હવે તપેલીમાં છૂટો ભાત બનાવજો અને પાણી બળી જાય પછી તે તપેલીને વધારાની લોઢી ગેસ પર મુકો અને પછી એ તપેલીને લોઢીમાં મૂકી ઢાંકી દો, આમ કરશો તો ભાત એકદમ છૂટો છૂટો થશે.
કઢી
જો તમે પણ કઢી બનાવો ત્યારે દહીં ફાટી જતું હોય તો એને સતત હલાવતા રહો અને એ બાદ એમાં મીઠું નાખો. આમ કરવાથી દહીં નહિ ફાટે.
કોફી અને ચા- દરેક વ્યક્તિની સવારમાં ઉઠતાંવેંત પહેલી જરૂરિયાત એવી ચા કોફીને બનાવતી વખતે એમાં ચપટી મીઠું ઉમેરો. આમ કરવાથી ચા કોફી બહુ ગળી નહિ લાગે ને મીઠાના લીધે કોફીની કડવાશ પણ દૂર થશે
રોટલી પાતળી બનાવવા માટે
ઘણા ઘરોમાં રોટલી જાડી બનતી હોય છે. પરંતુ રોટલીનો સ્વાદિષ્ટ અને પાતળી બનાવવી હોય તો આ પદ્ધતિ અપનાવવી જોઇએ. જ્યારે તમે રોટલીનો લોટ બાંધીએ સમયે તેમાં બે ચમચી દૂધ, મલાઈ અથવા ઘી નાખવું જોઈએ. એનાથી રોટલી પાતળી અને સ્વાદિષ્ટ બને છે.
પુરી ફુલતી નથી તો
પાણીપુરી તો મોટાભાગે બધાને જ પસંદ હોય છે. પરંતુ તેની પૂરી ઘર પર બનાવવામાં આવે તો આપણી પુરી ફુલતી નથી. તો એના માટે આપણે જ્યારે પાણીપુરી ની પુરી બનાવવા માટે લોટ બાંધીએ ત્યારે એમાં ઝીણા રવાની સાથે પીવાની સાદી સોડા નો ઉપયોગ કરવો જોઈએ. પાણીપુરી નો લોટ પાણીની જગ્યાએ આ સોડા થી બાંધવામાં આવે તો પાણીપૂરીની પૂરી ફૂલે છે.
દાળ
જો બાળકો દાળ ખાવામાં આનાકાની કરતા હોય તો દાળ બનાવતી વખતે એમાં ચપટી હળદર અને 4 5 ટીપાં બદામના તેલ નાખો. આમ કરવાથી દાળ એકદમ સ્વાદિષ્ટ બનશે
ઈડલીના ખીરામાં આથો આવતો નથી તો ?
હવે જયારે પણ ઇડલીનું ખીરું ક્રશ કરીને તૈયાર કરો પછી મિક્ષરના એક કપમાં બે બ્રેડ, એક કપ નારિયળ પાણી અને એક ચમચી ખાંડ ઉમેરી ક્રશ કરી દો. જે તૈયાર થયું તેને બનાવેલ ઈડલીના ખીરામાં ઉમેરી દો. આમ કરવાથી જોઈએ એવો આથો તમે લાવી સહકશો.
ઈડલી કે ઢોસા
ઈડલી કે ઢોસાને ક્રિસ્પી બનાવવા માટે એનું ખીરું બનાવતી વખતે એમાં એક ચમચી મેથી નાખો
શાકભાજીનો રંગ
શાકભાજીનો રંગ જાળવી રાખવા માટે એને બનાવતી વખતે એમાં થોડું દૂધ ઉમેરો. જો લીલા શાકભાજી છે તો એને બનાવતી વખતે ખાંડ નાખવાથી એનો લીલો રંગ જળવાઈ રહે છે.
ટેસ્ટી ગ્રેવી-ગ્રેવી બનાવતી વખતે તેલને બદલે ઘીનો ઉપયોગ કરવાથી એનો રંગ ખૂબ જ સરસ આવે છે.
ડુંગળીને જલ્દી ફ્રાય કરવા માટે
જો તમે ડુંગળીને જલ્દી રાંધવા માંગતા હોવ તો તેલમાં ડુંગળી નાખતા પહેલા થોડી ખાંડ નાખો. આમ કરવાથી ડુંગળી જલ્દી ફ્રાય થઈ જશે
આદુ લસણની માત્રા
આદુ લસણની પેસ્ટ બનાવતી વખતે એમાં 60% લસણ અને 40% !આદુ લેવું. આવું કરવાનું ખાસ કારણ એ છે કે આદુનો સ્વાદ ખૂબ જ તીવ્ર હોય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર“ આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આ પણ વાચો :- કાજુ પનીર મસાલા બનાવવાની રીત
આશા છે કે અમે જણાવેલી ટિપ્સ અપનાવીને તમે પણ તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવી શકશો અને આ અંગેના તમારા અભિપ્રાય અમને જણાવવાનું ભૂલતા નહિ