ગંદા થઈ ગયેલા કુકર ને સાફ કરવા માટે ફોલ્લો કરો આ ટીપ્સ માત્ર 5 મિનટમાં થઈ જશે ક્લીન

સૌથી પહેલાં જણાવી દઈએ કે રસોડામાં તમારે સાવચેતીથી કામ કરવું જોઈએ. ગેસના ઉપયોગ સમયે થયેલી નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. માટે તમે રસોડામાં રહેલી દરેક વસ્તુની કાળજી અને સ્વચ્છતા રાખવી જોઈએ. એનાથી તમારા પરિવારને સ્વચ્છ ખાવાનું મળશે અને જલ્દી બીમાર પડશે નહિ.

ગંદા થઈ ગયેલા કુકર ને સાફ કરવાની ટીપ્સ:

ઘણી વખત જમવાનું બનાવતા સમયે ધ્યાન ન હોવાથી વાસણ બળી જાય છે. એવામાં તમે કેટલી કરેલી વસ્તુના ઉપયોગથી જ એને સાફ કરી શકો છો.

બળી ગયેલા વાસણ અથવા કુકરમાં પાણી ભરીને એમાં મીઠું નાખી દો. ત્યારબાદ તેને ઉકાળી લો ઠંડુ થયા પછી એને બરાબર ઘસી લો અથવા બ્રશ વડે સાફ કરી લો.આ ઉપાયથી એ પહેલાની જેમ જ ચમકવા લાગશે.

વિનેગર અને ડુંગળીનો રસ બંને સરખા પ્રમાણમાં મિક્ષ કરીને એનાથી કૂકરને સારી રીતે ઘસો. આ ઉપાય દ્વારા કુકર એકદમ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે. કૂકરને ધોયા બાદ બહાર તાપમા થોડીવાર રાખવું જેથી પાણી ના ડાઘ રહેશે નહીં. આ સિવાયના ઉપાય માં બેકિંગ સોડા ને કુકરમાં નાખી ને સૂકા કપડા અથવા સ્પોન્જથી ઘસો. બેકિંગ સોડામાં તમે પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને પણ તમે કુકર ને ઘસી શકો છો. આ ઉપાયથી પણ પ્રેશર કુકર એકદમ નવા જેવું ચમકવા લાગશે.

રસોઈ કર્યા બાદ ગંદા થઈ ગયેલા કુકરમાં થોડું લીંબુ અથવા વિનેગર નાંખી ને ગરમ પાણી નાખીને પલાળી રાખો. આ ઉપાયથી પ્રેશર કુકર જલ્દી અને બરાબર સારી રીતે સાફ થઈ જશે.

પ્રેશર કુકર માં પડેલા ડાઘને સાફ કરવા માટે તેમાં એક ચમચી વોશિંગ પાવડર અને લીંબુનો રસ નાખીને ઉકાળો. થોડું ઠંડું થાય પછી તેને ઘસી લો. પ્રેશર કુકર ફરીથી નવા ની જેમ જ ચમકવા લાગશે.

ગંદી થયેલી ગરણી ને સાફ કરવા માટેની ટીપ્સ:

જો તમે ચા ની ગરણી દ્વારા તેલ ગાડ્યું હોય તો પણ એને ચોખ્ખી કરી શકાય છે. ચા ની ગરણીને સાફ કરવાના સરળ ઉપાય.

ચા ની ગરણીને સાફ કરવા માટે ઘણા જાત જાતના નુસ્ખા અપનાવતા હોય છે જેમ કે  સરકો, લીંબુ, બેકિંગ સોડા . સ્ટીલની ગરણીને સાફ કરવી ખૂબ જ સરળ હોય છે. જો તમારી ગરણી જૂની નથી તો તમે એને ગેસ પર રાખી ને ગરમ કરી લો. આ પ્રયોગથી તેની અંદરના કણો બળી જશે. પછી તેને ફટકારતાં કણો બહાર આવી જશે. તમે સ્ટીલની ગરણીને સીધી બર્નર પર મૂકીને ગરમ કરી શકો છો. આ વાસણને સાફ કરવાની એક સરળ રીત છે.

જો તમારી ગરણી ખૂબ જૂની અને ગંદી છે તો આ ઉપાય અજમાવી શકો છો. સૌથી પહેલાં ગરણી ને ગેસ પર ગરમ કરી લો. ત્યારબાદ એક મોટા વાસણમાં પાણી ભરી લો, અને તરત જ એ પાણીમાં ઇનો નાખીને એમાં ગરણીને પલાળી દો. આ ઉપાયમાં તમને એક કેમિકલ રિએક્શન જોવા મળશે, અને એક મિનિટમાં ગરણી પર અસર જોવા મળશે. હવે ટૂથ બ્રશની મદદથી તમે ગરણી ને સાફ કરી લો. આ પ્રયોગ અજમાવવાથી ગરણી ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે.

આના સારા પરિણામ માટે તમે ઈચ્છો તો થોડો ડિટર્જન્ટ પાવડર પણ લઈ શકો છો. આ ટિપ્સ સ્ટીલની ગરણી માટે હતી. તમે પ્લાસ્ટિકની ગરણીને સીધી ગેસ પર ન મુકી શકો. પરંતુ અહીં બતાવેલી ટિપ્સ અજમાવી ને એને સાફ કરી શકો છો.

પ્લાસ્ટિકની ગરણીને સાફ કરવા માટેની ટીપ્સ:

સૌપ્રથમ પાણીને ગરમ કરીને એમાં ઇનો ભેળવીને ગરણીને એ પાણીમાં નાખી દો. ત્યાર બાદ એને પણ ટૂથ બ્રશ વડે સાફ કરી લો. અથવા વાયરની મદદથી પણ એને સ્ક્રબ કરી શકો છો. આ પ્રયોગથી ગરણી મા પડેલા ચા ના દાગ પણ સાફ થઈ જશે. જો તમારી પાસે ઈનો ન હોય તો તમે બેકિંગ સોડા અને બે ચમચી લીંબુનો રસ ઉપયોગમાં લઇ શકો છો. આની મદદથી પણ તમે ચાની ગરણીને સાફ કરી શકો છો. પરંતુ આનો ઉપયોગ કર્યા પછી ગરણીને સાદા પાણીને ડિટર્જન્ટ વડે સારી રીતે સાફ કરી લેવી.

પ્લાસ્ટિકની ગરણી ને સાફ કરવા માટે નાહવાના સાબુને ગરણી પર 15 મિનિટ લગાવીને રાખવો. ત્યારબાદ ટૂથ બ્રશની મદદથી ઘસીને સાફ કરવું. આનાથી ગરણી પેહલાં જેવી ચમકવા લાગશે. જો ગરણી વધુ ગંદી થઈ હોય તો ગરણી પર સાબુ લગાવીને આખી રાત રાખવું. ત્યારબાદ સવારે ઘસી ને સાફ કરી લેવી. મહિના માં એકવાર આ ઉપાય કરવાથી ગરણી કાયમ સાફ રહેશે.

ગંદા થઈ ગયેલા ગેસના બર્નરને સાફ કરવાની ટીપ્સ:

રસોડામાં ગેસની નિયમિત ઉપયોગ થવાના કારણે બર્નર ગંદકી જામ થવાથી ગંદા થઈ જાય છે. એના કારણે ઘણી વખત ધીમા પ્રેશર પર સળગે છે., અને કાળા પડી જાય છે. તો એવા કાળા પડી ગયેલા બર્નર ને ફરીથી ચમકાવવા માટે એક મોટી કટોરીમાં અડધો કપ વિનેગર લેવું, એમાં પાણી મિક્સ કરો ત્યારબાદ બર્નર ને એમાં આખી રાત ડૂબાડી રાખો. ત્યારબાદ સવારે બર્નર ને  તાર વાળા વાયર થી અથવા બ્રશ થી ઘસીને બરાબર સાફ કરી લો. ત્યારબાદ તેને કપડાંથી ચોખા કરી લેવા. હવે તમારા બર્નર પહેલાની જેવા જ ચમકવા લાગશે.

માર્કેટમાં વિનેગર લગભગ 36 રૂપિયા માં તમને 500 ml મળી જાય છે. જે કોઈપણ જનરલ સ્ટોરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. લોકો કાયમ તેનો ચાઈનીઝ ડિશ બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. વિનેગરમાં રહેલ કેમિકલ બર્નર ને સાફ કરવામાં સહાયક છે.

આ સિવાય બીજા ઉપાય માં બે કપ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરીને એમાં બર્નર ને થોડાં કલાક સુધી પલાળી દેવા. થોડા કલાક બાદ એ સાફ થઈ જશે.

આ હતી સાફ-સફાઈની એવી ટિપ્સ છે દરેક  માટે ખૂબ જ ઉપયોગી છે. અમને આશા છે કે આજનો આર્ટીકલ આપને ચોક્કસ પસંદ આવશે.

Leave a Comment