ધાણાજીરું ના ફાયદા જો તમે ધાણાજીરું તમારા રસોડા માં ઓછું ઉપયોગ કરતા હોય તો ચોક્કસ થી તેનો ઉપયોગ વધારી ને નિરોગી બનો. રોજિંદા વપરાશ માં લેવાતું ધાણાજીરું માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માં પણ ઉમેરો કરે છે. ખૂબ જ પૌષ્ટિક એવું ધાણાજીરું સૂકા ધાણા અને જીરા ને ક્રશ કરીને બનાવવામાં આવે છે.
લગભગ બધા ના ઘરે ધાણાજીરું મસાલા ની સીઝન માં બનતું હોય છે. ધાણા અને જીરું ને આયુર્વેદ માં ખૂબ જ મહત્વ અપાયું છે. જે ભોજન માં સ્વાદ અને સુગંધ માં વધારો કરે છે.
ધાણાજીરૂ પિત્ત સમાવનાર રુચિ વધારનાર અને પાચક ગણાય છે. એ દાળ-શાકમાં ખૂબ વપરાય છે. ધાણા માં અનેક ગુણોને લીધે તેને માંગલિક ગણવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યના શુકન રૂપે ગોળધાણા વહેંચવાનો રિવાજ છે. દેવ મંદિરમાં પ્રસાદ રૂપે વહેચવા માં આવતી પંજરી માં પણ ધાણાજીરું વપરાય છે.
ધાણાજીરું ના ફાયદા | Dhana jiru
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
ધાણા જીરું નું પાણી પીવાથી પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ પાણીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બીમાર થવાનું જોખમ ઓછું રહે છે.સારી બનાવે છે. ધાણાનું પાણી તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મહત્વ નો ભાગ ભજવે છે. તે પાચનની સમસ્યાઓ દૂર કરે છે. જેના કારણે પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે.
શરીરને ડિટોક્સિફાય કરે છે
ધાણા – જીરુંનું પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદરૂપ થાય છે. તેને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. આ કારણે ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે.
વાળ મજબૂત કરે છે
ધાણાનું પાણી પીવાથી વાળ મજબૂત થાય છે, જેના કારણે વાળનું તૂટવું ઓછું થાય છે. ધાણાના દાણામાં વિટામિન-કે, સી અને એ વિપુલ પ્રમાણમાં હોય છે. જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ચહેરો ચમકદાર બનાવે છે
ધાણા – જીરું નું સેવન કરવાથી ચહેરા પરની ફોલ્લીઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે. ધાણામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
ધાણા-જીરુંનું મિશ્રણ બનાવવા માટેની રીત
100 ગ્રામ ધાણા અને 100 ગ્રામ જીરું તવા પર શેકીને તેને ખાંડણીમાં ખાંડી લેવું, અથવા તો મિક્સરમાં અધકચકરું પીસીને પાવડર બનાવી લેવો. એક મહિનામાં આ ચૂર્ણ પૂરું કરવું. એનાથી શરીરની બધી જ 72 હજાર રક્તવાહિનીઓ ખુલી જાય છે, પથરી ઓગળી જાય છે, મૂત્ર ત્યાગમાં થતી સમસ્યા દૂર થાય છે, ચરબી ઘટે છે, પેટ સાફ થાય છે, શરીર હલકુ બને છે, રક્તમાં રહેલા બિનજરૂરી કણ ઓગળી જાય છે અને રક્ત પરિભ્રમણ પણ વ્યવસ્થિત બને છે.
હૃદયની સામાન્ય માહિતી મુજબ વિશ્વના તમામ લોકો કરતા ભારતીય લોકો હૃદયના શિકાર જલ્દી બને છે. ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઉચ્ચ પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવન વિવિધ કારણોસર ભારતીયોમાં હૃદય રોગના પ્રમાણમાં વધારો થયો છે. હૃદય રોગ હવે ઓછી ઉંમરના લોકોને પણ થાય છે. હાલમાં 10 કરોડથી પણ વધુ ભારતીયની ધમનીના રોગથી પીડાઈ છે. એ કદાચ આવનારા થોડાં વર્ષો સુધીમાં વિશ્વના તમામ હૃદય રોગીઓમાં અડધો અડધ ભારતીય હશે, તથા ભારતમાં મૃત્યુનો મુખ્ય કારણ હૃદય રોગનો હુમલો હશે. ખરેખર હૃદય રોગ વિશે જાણવાનો સમય પાકી ગયો હોય એમ લાગે છે.
જેમ નાના ઝરણા ભેગા મળીને નદી બને છે, એમ નાની શીરાઓ મળીને મોટી શિરાઓ બનાવે છે, અને તે ફરીથી ભેગી મળીને સૌથી મોટી બે શિરા બનાવે છે. જેમ કે, ઉર્ધ્વ મહાશીરા અને અધો મહાશીરા બનાવે છે. આ સૌથી મોટી બે શીરાઓ વડે જ લોહી પાછું હૃદયના જમણા કર્ણકમાં પહોંચે છે. આ લોહીમાં ઓક્સિજન ઓછું હોય છે અને ઓક્સિજનયુક્ત કરાવવા તે લોહી જમણા કર્ણકથી જમણા ક્ષેપકમાં ધકેલવામાં આવે છે. અને ત્યાંથી તે ફેફસાની ધમની વાટે ફેફસામાં ઓક્સિજનયુક્ત બનવા જાય છે.
લોહી ઓક્સિજનયુક્ત થયા બાદ ડાબા કર્ણકમાં આવે છે. ત્યાંથી માઈટ્રલ વાલ્વમાં પસાર થઈને ડાબા ક્ષેપકમાં પહોંચે છે, અને ડાબા ક્ષેપકમાં શક્તિશાળી સંકોચનના કારણે મહાધમનીમાં ધકેલાય છે. બંને કર્ણક વચ્ચે અને બંને ક્ષેપક વચ્ચે રહેલી દિવાલ ઓક્સિજન વગરના અને ઓક્સિજનયુક્ત લોહીને અલગ કરે છે. આ દીવાલોની અંદરની કોઈપણ ખામી અથવા દિવાલોમાં કાણા ના કારણે બે જાતના લોહી ભેગા થઈ જાય છે. તો બીમારી સર્જાય છે. આ પ્રકારની ખામીઓ સામાન્ય રીતે જન્મજાત હોય છે અને શસ્ત્રક્રિયા થી અથવા આંતરિક હસ્તક્ષેપ વાડી શસ્ત્ર ક્રિયાની સારવારથી તેને સુધારવામાં આવે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખની મહત્વની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.