વૈજ્ઞાનિક મત પ્રમાણે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે. તેમાં સાઇટ્રીક એસિડ નું પ્રમાણ 7.5 % જેટલું હોય છે. લીંબુમાં ફોસ્ફરસ, આયર્ન, પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું પોટાશ, ફોસ્ફરસ પણ સામેલ હોય છે. આપણે જાણીએ છીએ કે લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ લીંબુનો ઉપયોગ કરવાથી આપણા ચહેરાની રંગત પણ નિખારી શકાય છે અને ચહેરાની કેટલીક સમસ્યાઓ દૂર કરી શકાય છે.
લીંબૂમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ ખુબજ એક્ટિવ હોય છે જે ત્વ ચામાં નિખાર લાવે છે અને ફાયદાકારક બને છે. તે ત્વચાના છિદ્રોને ખોલે છે જેના કારણે ત્વચા જીવંત બને છે. લીંબુમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. એ સિવાય એન્ટિઓક્સિડન્ટ આપણા શરીરને પણ અંદરથી સાફ કરે છે. એટલે જ ડોક્ટર અને એક્સપર્ટ દ્વારા લીંબુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો નિયમિત રીતે લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા અને આંખો બંને સ્વસ્થ અને સ્વચ્છ રહે છે.
આપણે જોઈએ છીએ કે ખાસ કરીને ઠંડીની ઋતુમાં આપણી ત્વચા ખૂબ જ ડ્રાય થઇ જાય છે. જેના કારણે ત્વચામાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થવાનો ભય રહેતો હોય છે. ઠંડીની આ સિઝનમાં લોકો ત્વચાની સમસ્યાઓથી બચવા માટે ઘણા બધા ઉપાય શોધતા હોય છે અને અજમાવતા હોય છે તો પણ ઘણી વખત ત્વચા પર એનો ખાસ કોઇ ફરક દેખાતો નથી. તો આજે અમે તમને દૂધ અને લીંબુના રસનો ઉપચાર જણાવીશું જે ત્વચામાં કુદરતી નિખાર લાવે છે.
સ્કીન એક્સપર્ટ પણ જણાવે છે કે, ત્વચાની સુંદરતા અને દેખભાળ માટે જો કુદરતી ઉપચાર અજમાવવામાં આવે તો કોઈપણ પ્રકારના નુકસાન નો ભય રહેતો નથી.
લીંબુ અને ત્વચા પર સીધું જ લગાવવાથી ત્વચા પર બળતરા થાય છે અને અમુક વાર ત્વચા પર દાણા પણ ફૂટી નીકળે છે. માટે લીંબુના રસને બીજી વસ્તુઓમાં મેળવીને જ લગાવવાની સલાહ આપવામાં આવે છે. લીંબુનો ઉપયોગ વિવિધ પ્રકારના ફેસપેક બનાવવા માટે થાય છે. જેનાથી લીંબુ નો ફાયદો તો મળે જ છે પરંતુ કોઈ આડઅસર થતી નથી. આ સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ત્વચા પર લીંબુ લગાવ્યુ હોય ત્યારે થોડીવાર સુધી તડકામાં નીકળવું જોઈએ નહીં. લીંબુ લગાવ્યા પછી તરત જ જો તડકામાં નીકળવામાં આવે તો ત્વચા પર બળતરા થવાની શક્યતા રહે છે.
તો એના માટે ઉપયોગમાં લઈ શકાય એવા ફેસપેક નીચે પ્રમાણે છે. જેનો ઉપયોગ કરવાથી તમને ફરક જરૂર દેખાશે.
ચહેરાને ગોરો કરવા માટે Face Care :-
બ્લીચ તરીકે ઉપયોગ કરવો :
એના માટે બે ચમચી કાચું દૂધ લેવું, એમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્ષ કરી લેવું. ત્યારબાદ ચહેરાને સારી રીતે સાફ કરી લેવો, અને તૈયાર કરેલા મિશ્રણને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવું. દસ કે પંદર મિનિટ થયા બાદ ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવો.
આ મિશ્રણ લગાવવાથી તમારી ત્વચાની કુદરતી નિખાર મળશે.
ટોનર તરીકે ઉપયોગ :
આ ઉપાય માટે એક ચમચી લીંબુનો રસ લેવો એમાં એક ચમચી દૂધ એડ કરવું. બંનેને બરાબર મિક્સ કર્યા બાદ તેને ચહેરા પર લગાવી લેવું. જો તમે ઈચ્છો તો આમાં ગુલાબ જળ પણ મિક્સ કરી શકો છો. આ મિશ્રણને લગાવ્યા બાદ 2 થી 3 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરવું. મસાજ કર્યા બાદ હળવા ગરમ પાણીથી ચહેરાને ધોઇ લેવો.
આ મિશ્રણ મોઈશ્ચરાઈઝર નું કામ કરે છે. ખાસ કરીને ઠંડી ઋતુમાં જો એનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે.
ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે :
ચહેરાના ડાઘ-ધબ્બા થવા માટે સૌથી પહેલા ચાર ચમચી દૂધ લેવું. એમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. હવે આ મિશ્રણને પોતાના ચહેરા ના ડાઘ ધબ્બા વાળા પ્રભાવિત ભાગ પર લગાવવું. લગભગ દસ મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા પર લગાવીને રહેવા દેવું. ત્યાર બાદ હળવા ગરમ પાણીથી ચહેરો સાફ કરી લેવો. દાગ ધબ્બાને દૂર કરવા માટે સારું પરિણામ મેળવવામાં અઠવાડિયા સુધી રોજ આ પ્રયોગ અજમાવવો.
ત્વચા પર ખંજવાળ દૂર કરવા માટે :
લીંબુમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને મસાજ કરવાથી ખંજવાળ દૂર થાય છે, પરંતુ ત્વચાને લગતી બીજી સમસ્યાઓ પણ દૂર થાય છે.
આ મિશ્રણ લગાવવાથી ચહેરા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે અને ચહેરાની ત્વચા ચમકીલી બને છે, સાથે જ ચહેરાને કુદરતી સુંદરતા પ્રાપ્ત થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.