દ્રાક્ષ ખાવાના છે અઢળક ફાયદાઓ જાણો તમે પણ

આજના આર્ટિકલમાં અમે તમને દ્રાક્ષના જ્યુસ થી થતા ફાયદા વિશે જણાવીશું. દ્રાક્ષ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. દ્રાક્ષના રસનું સેવન કરીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. આ સિવાય હાઈ બ્લડપ્રેશર અને હાર્ટના પેશન્ટ માટે પણ ખૂબ જ અસરકારક નીવડે છે. પરંતુ એના માટે એનું સેવન યોગ્ય સમયે પણ કરવું જરૂરી છે તો આજના આર્ટિકલમાં અમે દ્રાક્ષના રસના ફાયદા અને તેને કયા સમયે પીવું જોઇએ એ વિશે જણાવીશું.

દ્રાક્ષનો રસ ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને કોરોના સામે ખુબ જ રક્ષણ આપે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે દ્રાક્ષનો રસ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. માટે દ્રાક્ષનો રસ કયા સમયે લેવો યોગ્ય રહે છે એ આજે અમે તમને જણાવીશું.

Grapes benfits of gujarati

દ્રાક્ષમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક પોષક તત્વો રહેલા છે. વિટામીન અને ખનીજ થી દ્રાક્ષ ભરપૂર છે. ઘણા લોકોને નાસ્તાના સમયે દ્રાક્ષનો રસ પીવાનું ગમે છે. સામાન્ય રીતે સાંજે પણ ફળોના જ્યૂસનું સેવન કરી શકાય છે. આ એક સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ રહે છે.અને healthy રેવા માટે દ્રાક્ષનું સેવન જરૂર છે

દ્રાક્ષમાં રહેલા તત્વો :

દ્રાક્ષ એ ઘણી સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ નીવડે છે. દ્રાક્ષનો રસ તમને હાઇડ્રેટેડ રાખે છે. ફલાવોનોઇડ્સ દ્રાક્ષમાં જોવા મળતાં સૌથી વધુ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે. જે આપણા શરીર માટે અત્યંત લાભદાયક છે. આ સિવાય દ્રાક્ષમાં વિટામીન એ, વિટામીન સી, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલાં છે. દ્રાક્ષ Healthy food માનવામાં આવે છે 

દ્રાક્ષ ખાવાના ફાયદા :-

ઇમ્યુનિટી વધારવા માટે :

દ્રાક્ષ એ એન્ટીવાયરલ, એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણો પણ ધરાવે છે. જે રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે પરંતુ શરદી-ખાંસી અને તાવ માં પણ  રાહત અપાવે છે. જેથી એ આરોગ્યને લગતી સમસ્યાઓ ને પણ રોકે છે.

હાઇબ્લડપ્રેશરના દર્દી માટે ફાયદાકારક : 

દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેસર નિયંત્રણમાં રહે છે. કારણ કે એમાં પોટેશિયમ રહેલું છે જે હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. દ્રાક્ષ ભરપૂર માત્રામાં ફાઈબર પણ ધરાવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.

હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક : 

દ્રાક્ષમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ તમને હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે અને દ્રાક્ષનો રસ એ તમારા કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે.

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક :

અસ્થમાના દર્દીઓને જો દ્રાક્ષનો રસ આપવામાં આવે તો એમના માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. દ્રાક્ષની દ્રાક્ષના રસના સેવનથી અસ્થમા જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ મળે છે અને એની શક્યતા પણ ઘટી જાય છે. દ્રાક્ષ એ આપણા શરીરમાં પાણીની કમી ને પૂરી કરે છે.

ત્વચા માટે ફાયદાકારક : 

આપણી દ્રાક્ષ નો એક અન્ય રીતે પણ ઉપયોગ કરી શકીએ છે. એ છે ડિટોક્સ વોટર તરીકે. એનાથી ત્વચા સંબંધી જ સમસ્યાઓ દૂર થાય છે અને એમાં રક્ષણ મળે છે. એ સાથે શરીર અને ત્વચાના સોજાને પણ મટાડે છે.

મોટાભાગે બધાને લીલીછમ દ્રાક્ષ વધુ ભાવે છે, પરંતુ કાળી દ્રાક્ષ પણ ખૂબ જ ફાયદાકારક છે. એ પણ  પોષક તત્વોથી ભરપૂર છે. કાળી દ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં વિટામિન ઈ અને વિટામિન સી રહેલા છે. જે ત્વચાને સુંદર બનાવે છે. જો રોજ તેને ખાવામાં આવે તો માઈગ્રેનની સમસ્યા થી પણ છુટકારો મળે છે. આ સિવાય કાઢી દ્રાક્ષ એ અલ્ઝાઇમર ની સમસ્યામાં પણ રાહત અપાવે છે. એ સિવાય એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરે છે અને  વજન પણ નિયંત્રણમાં રાખે છે.

કાળી દ્રાક્ષ માં રહેલું એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. ડાયાબિટીસ ના રોગ માં રક્ષણ આપે છે અને પાચન તંત્રમાં પણ સુધારો કરે છે.

દ્રાક્ષમાં રહેલા મેગ્નેશિયમ સાઇટ્રેટ ગ્લુકોઝ જેવા પોષક તત્વો કેન્સર, ટી.બી,  બ્લડ ઇન્ફેકશન જેવી બીમારીઓમાં પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત આપણા શરીર માટે ખૂબ જ જરૂરી અને શરીરને સ્વસ્થ રાખનારા ફાઇબર,  પોટેશિયમ, પ્રોટીન, લોહ તત્વ, વિટામીન-એ, બી, સી, પણ ભરપૂર માત્રામાં રહેલાં છે. માટે જો દ્રાક્ષ ને નિયમિત ખાવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

આ સિવાયના અન્ય એક ઉપાય માં કાળી દ્રાક્ષ માં મરી અને મીઠું ભેળવીને ખાવામાં આવે તો કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કાળી રસના દ્રાક્ષના કોગળા કરવામાં આવે તો મોઢામાં પડેલા ચાંદા મટે છે. એ સિવાય જો એને મધ સાથે ખાવામાં આવે તો લોહીમાં વૃદ્ધિ કરે છે.

તો આજના આ આર્ટીકલમાં અમે તમને દ્રાક્ષના ફાયદા વિશે જણાવ્યું. અમને આશા છે કે આ આર્ટીકલ આપને જરૂર થી પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment