પેટના દુખાવા માટે અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ બનાવવા માટે વિવિધ ઉપાયો કરતા હોય છે. પરંતુ એ છતાં પણ કેટલાક લોકો કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓથી પીડાતા રહે છે.
પેટ આપણા શરીરનો સૌથી મહત્વનો હિસ્સો છે. પેટમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપણી આખી બોડી સિસ્ટમ પર અસર થાય છે. આજકાલ પેટ અને આંતરડા ને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આજે અમે તમને થોડા એવા અસરકારક ઉપાય જણાવીશું, જેને અપનાવીને તમે તમારા પેટ અને આંતરડા માં જમા થયેલી બધી ગંદકીને બસ થોડા જ દિવસોમાં બહાર કાઢી શકો છો અને એક સ્વસ્થ જીવન ની તરફ પગલું ભરી શકો છો.
જોકે એ જાણવું જરૂરી છે કે, આ સમસ્યાઓ તમારા માટે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે તેથી પેટની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી બને છે. કારણ કે જો તમારા આંતરડા યોગ્ય રીતે સાફ થાય નહીં તો એના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરી શકતા નથી અને આખો દિવસ બેચેની રહે છે.આવી સ્થિતિમાં આજના લેખ ની માહિતી દ્વારા અમે તમારા આંતરડાને સાફ કરવાના અને પેટમાં રહેલી અશુદ્ધિઓ ને બહાર કાઢવાના ઉપાય વિશે જણાવીશું.
પેટના દુખાવા માટે કરો આ ઉપાય
લીલા શાકભાજી :
શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે. માટે તે આંતરડાને સાફ રાખે છે. પાચનશક્તિમાં વધારો કર્યો છે તમને જણાવી દઈએ કે લીલી શાકભાજીમાં ફાયબરની સાથે -સાથે મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.
દહીં :
પેટ અને આંતરડાને સાફ કરવા માટે તમે દહીં નું સેવન પણ કરી શકો છો..અનેક અધ્યયનોમાં સાબિત થયું છે કે આંતરડાને સાફ કરવા માટે દહીંનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. જે કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે. દહીં ખાવાથી મળત્યાગની ક્રિયા સરળ બને છે.
અખરોટ – અખરોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. માટે અખરોટનું સેવન કરવાથી આંતરડા ની સફાઈ થાય છે. ફાઈબર ઉપરાંત અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ રહેલું છે. જે આંતરડાને સાફ કરે છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે ઉપરાંત પાચન શક્તિમાં વધારો કરે છે.
ઇસબગુલ :
આંતરડા ની સફાઈ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. જેનો ઉપયોગ ભોજનમાં પણ કરવામાં આવતો હોય છે ઇસબગૂલનું સેવન કરવાથી શરીરમાં રહેલો બધો જ કચરો અવશોષિત થઈ જાય છે અને મળ વાટે બહાર નીકળી જાય છે.
લાલ મરચું :
આંતરડાની સફાઈ કરવા માટે લાલ મરચાનો ઉપયોગ પણ કરી શકાય છે. લાલ મરચા સ્વાદમાં તીખા હોય છે પરંતુ તે દવાની જેમ કામ કરે છે. તેનો ઉપયોગ લીંબુ સાથે પણ કરી શકાય છે. જે પેટમાં રહેલા મળ ને બહાર કાઢવાનું કામ કરે છે. એના માટે તમારે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મરચાનો પાવડર અને તાજા લીંબુનો રસ ઉમેરીને પીવું જોઈએ. આ ઉપાય કર્યાના 15 મિનિટ પછી તમે મધનું સેવન કરી શકો છો.
ગરમ પાણી :
ગરમ પાણી સવારે ઊઠીને આંતરડાની સફાઈ કરવા માટે એક ગ્લાસ ગરમ પાણી પી શકાય છે. ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ બહાર નીકળે છે. પેટ અને આંતરડા એકદમ સાફ થઇ જાય છે.
મધ :
શરીરની ગંદકી દુર કરવા માટે મધ પણ રામબાણ ઈલાજ નું કામ કરે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી શરીરમાં રહેલ બધા ઝેરી પદાર્થ નીકળી જાય છે. શરીરનું મેટાબોલીઝ્મ પણ વધે છે. આ આંતરડાની ગંદકી દુર કરવામાં સૌથી વધારે અસરકારક સાબીત થયું છે.
શરીરમાં જમા થયેલ ટોકસીનને બહાર કાઢવા માટે રોજ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી એલોવેરા જ્યુસ ભેળવીને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. એલોવેરાનું જ્યુસ શરીરને હંમેશાં હાઈડ્રેટ રાખે છે. ઉપરાંત શરીરની ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરે છે. આ જ્યુસ ને પાણી સાથે રોજ સવારે લેવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની પેટ અથવા આંતરડા ને લગતી બીમારીઓનો સામનો કરવો પડતો નથી.
આપણા રસોડામાં એવા ઘણા મસાલા હોય છે જેનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે. પરંતુ એ મસાલાનો ઉપયોગ કરીને આંતરડાની સફાઈ પણ કરી શકાય છે. આ મસાલામાં વરિયાળી, અજમો, ફુદીનો, અળસી વગેરેનો સમાવેશ થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખની માહિતી પેટના દુખાવા માટે તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.