સાંધાના દુખાવા નો સરળ રામબાણ ઈલાજ

સાંધાના દુખાવા આપણા શરીરને સૌથી જરૂરી પોષક તત્વ સરળતાથી મળી રહે તે જરૂરી છે. આપણા શરીરમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોવો જરૂરી છે. જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે, ત્યારે આપણે જાતજાતના દુખાવા એટલે કે સાંધાના, હાડકાના દુખાવા શરૂ થઈ જાય છે. ત્યારે તેની ઉણપને કારણે સાંધાના દુખાવા, કમરનો દુખાવો, ઢીચણ ના દુખાવા આ બધી સમસ્યાઓ થતી હોય છે. આ બધી સમસ્યાઓ હાલના સમયમાં 40-45 વર્ષની ઉંમરે વધુ જોવા મળતી હોય છે. જે નાની ઉંમરે કેલ્શિયમની ઉણપ રહેવાથી આ સમસ્યા નો ભોગ બનવું પડે છે.

આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તેનો અસર લાંબા સમય સુધી જોવા મળશે. આ દરેક વસ્તુનો પૌષ્ટિક આહાર માં સમાવેશ કરવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો 55 થી 60 વર્ષની ઉંમર પછી પણ તમને એનો ભરપૂર ફાયદો જોવા મળશે. જો તમારે 60 વર્ષની ઉંમર પછી પણ હાડકાને મજબૂત બનાવી રાખવા હોય તો, આજે અમે જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છે, તેનો નિયમિત આહારમાં સમાવેશ કરવો જોઈએ.

જો તમે આ બધી વસ્તુઓનું નિયમિત સેવન કરશો તો શરીરનો વિકાસ ખૂબ જ સારો થશે. સાથે શરીરના દરેક હાડકા મજબુત બનાવે છે. એના માટે આ વસ્તુ આહારમાં સમાવેશ કરવો જોઈએ. ધ્યાનમાં રાખો કે દરેક વસ્તુ એક સાથે લેવાની નથી પરંતુ નિયમિત અંતરે વસ્તુઓનું સેવન કરવું.

સાંધાના દુખાવા નો ઈલાજ

જો શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો ડોક્ટર કેલ્શિયમ ની ગોળીઓનું સેવન કરવાનું કહેતા હોય છે. પરંતુ કેલ્શિયમની ગોળીઓ નુ સેવન કરવાનું બંધ કરીને રોજિંદા આહારમાં બધી વસ્તુઓ ખાશો તો શરીરમાં રહેલ કેલ્શિયમ ની ઉણપ દૂર થઈ જશે, અને લાંબા સમય સુધી કેલ્શિયમની ઉણપ સર્જાય નહીં, તો ચાલો એ કઈ વસ્તુઓ છે જેમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં રહેલુ છે. એના વિશે જાણીએ.

સાંધાના દુખાવા નો ઈલાજ | ઢીંચણ ના દુખાવા ની દવા |  કેલ્શિયમ ઊણપ વધારવા  

કેળા :

કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે તે આપણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર છે માટે રોજ એક કેળાનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે, ને 60 વર્ષની ઉંમરે પણ હાડકા ની કમજોરી થતી નથી. માટે રોજિંદા આહારમાં કેળાંનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત હાલમાં વિવિધ ફળો નો પણ સમાવેશ કરવો જોઈએ.

દહીં :

દૂધને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. દૂધમાં ખૂબ વધારે માત્રામાં કેલ્શિયમ રહેલું છે. જે આપણા નબળા પડી ગયેલા હાડકાને મજબૂત બનાવે છે. માટે હંમેશા રાત્રીના ભોજન પછી એક ગ્લાસ દૂધનું સેવન કરવુ જોઇએ. જેથી હાડકાંને પૂરતું કૅલ્શિયમ મળી રહે. નાના બાળકોને તો ખાસ દૂધ પીવું જોઈએ. જેથી નાની ઉમરે જ તેમના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત બાળકોને શારીરિક વિકાસમાં પણ ફાયદો મળે છે.

લીલાં શાકભાજી :

લીલાં શાકભાજીનું સેવન લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. માટે કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે રોજિંદા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. લીલા શાકભાજી ખાવાથી હાડકા મજબુત થાય છે. તેની સાથે આંખોની રોશની વધે છે અને લાંબા સમય સુધી આંખો સ્વસ્થ રહે છે.

લીંબુનું સેવન :

લીંબુ દેખાવમાં નાના છે. પરંતુ એના અનેક ઘણા ફાયદા છે. એમાં સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન સી મળી આવે છે. તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે હાડકા પણ મજબુત બનાવી રાખવાનું કામ કરે છે. માટે દિવસમાં એક વખત લીંબુનો રસ પીવો જોઈએ.

કાળા તલ અને વરિયાળીનું સેવન 

કાળા તલ અને વરિયાળીમાં સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે, માટે ભોજન કર્યા પછી કે દિવસમાં કોઇપણ સમયે તેને ખાઈ શકાય છે. તેનો રૂટિનમાં સમાવેશ કરવાથી હાડકા મજબૂત બને છે. અને જરૂરી કેલ્શિયમ મળી રહે છે જેથી દુખાવામાં પણ રાહત મળે છે. આ ઉપરાંત ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી પાચનક્રિયા સારી બને છે, અને પેટ પણ સાફ રહે છે.

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તો રોજિંદા આહારમાં ઉપર જણાવેલ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જો તમે 30 થી 40ની ઉંમરે થતા ગોઠણ ના દુખાવા, કમરનો દુખાવો થતો હોય તો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી 60 વર્ષની ઉંમર પછી પણ હાડકાં મજબૂત રહે છે. જેથી સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકાય.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment