આજકાલ લોકોને એમાંય ખાસ કરીને સ્ત્રીઓને એમના પેટ અને કમરની વધતી જતી ચરબીની સતત ચિંતા થયા કરે છે. એવું તો શું કરવું કે જેના કારણે પેટની ચરબી ઘટે એ સવાલ એમને પરેશાન કર્યા કરે છે, ક્યારેક તો પેટ અને કમર પરની ચરબીને કારણે થાઇરોઇડ, બીપી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો પણ માણસ ભોગ બને છે, એવામાં પેટની ચરબી ઘટાડવી ખૂબ જ જરૂરી થઈ પડે છે.
પેટની ચરબી ઘટાડવા માટે સૌપ્રથમ તો એ જાણવું પડે કે કયા એવા કારણો છે જેના કારણે પેટ અને કમરના ભાગ પર ચરબીના થર જમા થાય છે. તો ચાલો સૌથી પહેલા એ કારણો વિશે જાણી લઈએ જેનાથી પેટ અને કમરની ચરબી વધે છે.
બેઠાડું જીવન:
આજકાલ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે માણસનું જીવન બેઠાડુ થતું જાય છે, ઓફિસમાં આખો દિવસ બેઠા બેઠા કામ કર્યા બાદ ઘરે આવ્યા પછી પણ મોબાઈલ અને ટીવીની સામે જ બેસી રહેવાના કારણે એમને ખાધેલો ખોરાક પચતો નથી અને એનું ચરબીમાં રૂપાંતર થાય છે.
તણાવ અને ચિંતા:
વધુ પડતો સ્ટ્રેસ શરીરમાં ઘણી બીમારીઓને નોતરે છે. અનિંદ્રા, વજન વધતું, અપચો જેવી બીમારીઓ થવાનું કારણ ક્યારેક સ્ટ્રેસ પણ હોય છે. એટલું જ નહીં સ્ટ્રેસના કારણે ક્યારેક આપણું બ્લડપ્રેશર પણ વધી જાય છે. અમુકવાર ચિંતા કરવાના કારણે પેટની તકલીફો પણ વધે છે જેને પરિણામે પેટ અને કમરના ભાગમાં ચરબીનો ભરાવો શરૂ થઈ જાય છે.
આનુવંશિકતા:
ઘણીવાર શરીરની ચરબી હેરીડિટ્રીમાં ઉતરતી હોય છે. જો તમારા પરિવારમાં કોઈના શરીર પર વધુ ચરબી હોય તો એવું તમારી સાથે પણ થઈ શકે છે. તમારી આવનારી પેઢીમાં પણ આ વાત ઉતરે છે.
પાચનશક્તિ:
જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ એમની પાચનશક્તિ નબળી પડતી જાય છે જેના કારણે એમને ખોરાક પચવામાં થોડી તકલીફ પડે છે. અને આવો ન પચેલો ખોરાક ચરબીમાં ફેરવાઈ જાય છે.
આ સિવાય તમારી અનિયમિત જીવનશૈલી, બહારની વસ્તુઓનું વધુ પડતું સેવનના કારણે પેટની ચરબી વધવાનું જોખમ રહે છે. તો હવે સૌથી પહેલા તો તમારે તમારી ઉપરોક્ત આદતોમાં સુધારો કરવો પડશે અને એ પછી જ તમને પેટની ચરબી ઘટાડવાના ઉપાયો અજમાવી શકશો, તો ચાલો જાણી લઈએ એ ઉપાયો વિશે.
સૌપ્રથમ તો જાણી લઈએ પેટની ચરબી ઘટાડવા માટે ક્યાં પ્રકારનો ખોરાક લેવો જોઈએ
ટાઇમસર નાસ્તો અને ભોજન કરવાની આદત પાડવી. આ ઉપરાંત ધ્યાન રાખો કે તમારે સવારનો નાસ્તો પૌષ્ટિક લેવાનો છે, વધુ કેલરીવાળો ખોરાક ન લો.
ગળી વસ્તુઓ જેમ કે વ ખાંડ વાળી વસ્તુઓ, મીઠાઈઓ વગેરે બને એટલી ઓછી ખાવી જોઈએ.
બહારનું ખાવાનું અને વધુ પડતું તેલવાળું અને તળેલું ન ખાવું જોઈએ. તેલવાળી વસ્તુઓ તમારા શરીરમાં ચરબીના થર જમા કરશે.
શકભાજીમાં પાલક, સરગવાની સિંગ જેવી શાકભાજી અને સફરજન, તરબૂચ, કીવી ફળ, દ્રાક્ષ જેવા ફળો વધુ ખાવા.
આ ઉપરાંત એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ખાધા પછી થોડું વોકિંગ કરવુ જોઈએ. આ ઉપરાંત ગરમ પાણી પીવાની આદત પાડો.
હવે વાત કરીએ થોડી કસરતોની, તમારે રોજ 20થી 30 મિનિટ તમારા શરીર માટે ફાળવવી પડશે
રોજ સવારે તમારે 6 વાગે ઉઠી જવું પડશે અને ઉઠતાંવેંત જ નરણાકોઠે બે ગ્લાસ પાણી પી લેવું. આ પ્રયોગ કરવાથી તમારી પાચનશક્તિ સુધરે છે. એ પછી 10 મિનિટ બાદ તમારે અમુક કસરતો અને યોગાસન કરવા.
સાઇકલિંગ
સાઈકલિંગ કરવું એ સૌથી ઉત્તમ કસરત છે એનાથી પેટની ચરબી ઝડપથી ઘટવા લાગે છે. તમે ઘરની આસપાસના વિસ્તારમાં સાઇકલ ચલાવી શકો છો
ચાલવું કે દોડવું
તમે દોડી, ચાલી કે પછી સાઇકલ ચલાવી શકો છો. જો તમે દોડવા માંગો છો તો તમારે 30.મિનિટ જેવું દોડવું જોઈએ, અને જો દોડવામાં તમને રસ ન હોય તો તમને ચાલીસેક મિનિટ એકદમ ઝડપથી ચાલી શકો છો. આવું કરવાથી તમારી ચરબી ધીમે ધીમે ઓગળવા લાગશે.
દોરડા કૂદ :
નાના હતા ત્યારે ઘણીવાર આપણે દોરડાકુદ કરી જ હોય છે પણ જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોય તો પણ તમે દોરડાકુદ કરી શકો છો. એનાથી તમે એકદમ ફિટ રહી શકો છો
તરવું:
તમને જણાવી દઈએ કે તરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે, તરવાથી બધા જ અંગો એક્ટિવ થઈ જાય છે. આ ઉપરાંત તમારા લોહીનું પરિભ્રમણ પણ વધે છે.
તમારે ઉપરોક્ત જણાવેલી કસરતો માત્ર ૨૦ થી 30 મિનિટ જ કરવાની છે. પણ યાદ રાખો કે એટલા સમયમાં તમે પરસેવે રેબઝેબ થઈ જવા જોઈએ.
કસરત કરી લો એ પછી ફરી તમારે બે ગ્લાસ પાણી પી લેવું જોઈએ, આવું કરવાથી તમારું પેટ એકદમ ફ્લેટ થઈ જશે. તો પછી હવે રાહ કોની જુઓ છો, આજથી જ શરૂ કરી દો પેટ અને કમરની ચરબી ઘટાડવાના અમે જણાવેલ ઉપાયો કરવાનું અને પછી જુઓ કે તમારું પેટ થઈ જશે એકદમ ફ્લેટ.
અપેક્ષા રાખીએ કે અમે જણાવેલ ઉપાયો તમને ફાયદાકારક સાબિત થશે. તમારા અભિપ્રાય અમને અચૂક જણાવજો