ગેસ અને કબજિયાત ની તકલીફને દૂર કરવા અજમાવો આ ઉપાય

ગેસ અને કબજિયાત દરેક ઘરમાં દાળ, શાક, કઠોળ બનાવવાની રીત સાવ સરખી નથી હોતી, બધા પોતાની રીતે દાળ શાક બનાવતા હોય છે પણ એક વસ્તુ એવી છે દરેક ઘરમાં ઘરમાં બને છે અને એકસરખી જ બને છે અને આ વસ્તુ છે રોટલી.

કોઈ જ ઘર એવું નહિ હોય જ્યાં દિવસમાં એકવાર રોટલી ન બનતી હોય. રોટલી ભોજન માટે ખૂબ જ મહત્વનો ભાગ છે. પણ જો તમે આ જ રોટલીનો લોટ બાંધતા હોય ત્યારે એમાં એક વસ્તુ ઉમેરી દેશો તો તમારી રોટલી વધુ સ્વાસ્થ્યવર્ધક બની જશે.

રોટલીનો લોટ બાંધતી વખતે જો તેમાં અમુક વસ્તુ ઉમેરી દેવામાં આવે તો શરીરને સારા એવા ફાયદા થાય છે. અને તમારે આ વસ્તુ ક્યાંય બહાર લેવાની જરૂર નહીં પડે, આ વસ્તુ તમને તમારા ઘરમાં જ સરળતાથી મળી રહેશે.

આજના જમાનામાં લોકોમાં ફાસ્ટફૂડનું સેવન કરવાનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાનનું કામ, તણાવ અને ભોજનની અનિયમિતતા ઉપરાંત અપૂરતી ઊંઘને લીધે શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. અને આ બધી આદતોના કારણે જ ગેસ, એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓનો પણ ભોગ બનવું પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે દવા લેવાને બદલે તમે આ ઉપાય કરી શકો છો.

આ ઉપાય એટલો અસરકારક છે કે તમે એને રોજ ન કરો ને થોડા થોડા દિવસે કરો કે પછી અઠવાડિયામાં 2 કે 3 વખત કરો તો પણ એનાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

આ ઉપાય કરવા માટે તમારે ઘઉંના લોટમાં જ એક ચમચી જઉંનો લોટ ઉમેરી દેવાનો છે..આવું કરવાથી પેટની સમસ્યાઓથી રાહત મળે છે જઉંનો લોટ એવો છે કે એ બધે જ સરળતાથી મળી રહે છે. જઉના લોટને પણ ઘઉંના લોટ સાથે જ મૂકી દેવો જેથી કરીને લોટ બાંધતી વખતે યાદ રહે અને તમે એનો ઉપયોગ કરી શકો છો.

આખા દિવસની દોડધામ પછી ઘણા બધા લોકો એવા છે જેમના શરીરમાં ચુસ્તી અને એનર્જીનો અભાવ થઈ જાય છે. અને પરિણામે તેઓ આખો દિવસ થાક થાક અનુભવે છે.

ઘણા લોકો એમનું શરીર કાર્યરત રહે એ માટે જીમમાં જવાનું પસંદ કરે છે, યોગા કરે છે, સ્વિમિંગ કરે છે. એનર્જી માટે દવા લેતા હોય છે પણ તો ય કઈ ખાસ ફરક પડતો નથી.

જો તમને પણ શરીરમાં આવી તકલીફ રહેતી હોય તો તમારે રોટલીના લોટમાં ચણાનો લોટ ઉમેરીને તેની રોટલી બનાવવી જોઈએ. ચણાના લોટમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે.

ચણાનો લોટ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એનાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને શક્તિ પણ આવે છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે રોટલીના લોટમાં અમે ઉપર જણાવેલ લોટ પણ ઉમેરી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે તમને અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment