ગેસ-એસીડીટીની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

ગેસ એસીડીટી નો ઉપચાર આજકાલની લાઈફ સ્ટાઇલના કારણે આપણે આપણા ખાવા પીવા કે રહેણીકરણી પર વધુ ધ્યાન નથી આપી શકતા. અસંતુલિત ખોરાક ખાવો, ટાઈમ વગર ખાવો, બહારનું ખાવું, હોટલુનું ખાવું, ઓઈલી મસાલેદાર ખાવાના કારણે આપણા પેટ સંબંધિત તકલીફો થતી રહે છે. સાથે સાથે એસીડીટી અને ગેસની સમસ્યા પણ રોજબરોજના જીવનમાં રહે જ છે. એવામાં અમુક લોકો છે ને પેટ સંબંધિત આ બધી તકલીફોથી ખૂબ જ હેરાન કરે છે એમને દવાઓનો પણ ઉપયોગ કરી લીધો છે ઘણી જગ્યાએ આ કારણે લોકોને શરમમાં મુકાવું પડે છે.

ગેસ એસીડીટી

એવામાં વધુ પડતી ગેસની તકલીફ કંટ્રોલ કરવા માટે જાત જાતની વસ્તુઓનો ઉપયોગ કરે છે પણ તેમ છતાં પણ એમને એનાથી રાહત નથી મળતી. પેટમાં વધુ ગેસ બનવાના પર તમારે તમારા આહારમાં અમુક વસ્તુઓને સામેલ કરવી જોઈએ જેનાથી વધુ ગેસ ન બને. દર વખતે દવાઓનું સેવન કરવું યોગ્ય નથી. એવામાં તમે અમુક ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરીને પણ તમારી તકલીફોને દૂર કરી શકો છો તો આજે આ આર્ટિકલમાં અમે તમને એવી જ અમુક વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી તમે ગેસની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

ગેસ એસીડીટી નો ઉપચાર | ગેસ નો ઘરેલું ઉપચાર | ગેસ એસીડીટી ની દવા

લીંબુ પાણીનું સેવન કરો

લીંબુ પાણીનું સેવન કરવું તમારી સારી પાચન ક્રિયા માટે જરૂરી છે. સાથે સાથે વધુ પડતી ગેસની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ કારગર છે એટલે જો તમને કોઈ પણ તકલીફ કે પછી ગેસ કે એસીડીટીની સમસ્યા તો તમારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.

lemon juice

કાકડીનું સેવન કરો

પેટમાં ગેસ થવાની સમસ્યા જો સતત થતી રહેતી હોય તો તમારા માટે સલાડનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં એ તમારા પેટમાં ઠંડક પ્રદાન કરે છે એટલે તમે કાકડીનું સેવન કરી શકો છો એ તમારા શરીરને ખૂબ જ ફાયદો કરે છે. આ ઉપરાંત શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ ખૂબ જ મદદ કરશે. એના સેવનથી એસીડીટીમાં તમને રાહત મળી જશે અને સાથે સાથે આવી બીજી સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે

દહીંને કરો ડાયટમાં સામેલ

જો તમને પેટ સંબંધિત તકલીફ રહે છે તો તમારે દહીંનું સેવન કરવું જોઈએ. દહીં તમારી પાચનક્રિયાને વધુ સારી બનાવવામાં કારગર છે એટલે એને તમારે તમારા ડાયટમાં રોજ જ સ્તંમેલ કરવું જોઈએ. એનાથી તમને ખૂબ જ ફાયદો થશે.

દહીં

ઠંડા દૂધનું સેવન જરૂર કરો

દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દૂધ પેટ માટે પણ એટલું જ સારું હોય છે. પેટમાં ગેસની તકલીફ હોય તો તમારે દૂધ પીવું જોઈએ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગરમ દૂધને બદલે તમારે ઠંડા દૂધનું સેવન કરવું જોઈએ. ઠંડુ દૂધ પીવાથી પેટમાં ગેસની સમસ્યા કંટ્રોલમાં રહે છે. સવાર સવારમાં એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી પેટમાં રહેલા ગેસ અને બળતરાથી પણ રાહત મળી જાય છે

નારિયેળ પાણીનું સેવન કરો

નારિયેળ પાણીનું સેવન કરવાથી પેટને આરામ અને શાંતિ મળે છે એવામાં જો તમને ગેસ અને એસીડીટીની તકલીફ રહેતી હોય તો તમારે નારિયેળ પાણીને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ. નારિયેળ પાણીનું સેવન કરવાથી પેટમાં ગેસની તકલીફ પણ દૂર થાય છે. વાત જાણે એમ છે કે નારિયેળ પાણી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. રોજ સવારે ખાલી પેટે નારિયેળ પાણીનું સેવન ચોક્કસપણે કરવું જ જોઈએ

કેળાનું સેવન

એ વાત જાણીને તમને નવાઈ લાગશે પણ કેળા પણ તમારી ગેસની તકલીફ માંથી છુટકારો મેળવવામાં ખૂબ જ કારગર છે. કેળા ખાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે. વાત જાણે એમ છે કે કેળામાં આયર્ન અને કેલ્શિયમ ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે જે પેટમાં ગેસની તકલીફને દૂર કરવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. એ સિવાય કેળામાં ફાઇબર પણ રહેલું હોય છે જે બીપીને કંટ્રોલ કરવાનુ પણ કામ કરે છે.

જો તમને પણ પેટને લગતી ગેસ કે એસીડીટીની સમસ્યા હોય તો તમે પણ અમે જણાવેલ ઉપાયો જરૂર એકવાર અજમાવજો. આશા છે અમે આપેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment