જાણો હળદરવાળું દૂધ પીવાના ફાયદા અને તેને બનાવવાની સાસી રીતે

ઘણીવાર આપણને કોઈ પણ તકલીફ હોય દાદી, નાની અને મમ્મી આપણને સલાહ આપતા હોય છે કે હમણાં હળદરવાળું દૂધ આપું પી લે અને સુઈ જા બધું સારું થઇ જશે. તમને નવાઈ લાગશે પણ એ વાત સાચી પણ હતી તકલીફ કોઈપણ હોય જો થોડાક દિવસ આપણે નિયમિત હળદરવાળું દૂધ પીએ છે તો એ તકલીફ દૂર પણ થઇ જાય છે. આજે અમે તમારી માટે લાવ્યા છે હળદરવાળું દૂધ બનાવવા માટેની સરળ રેસિપી અને સાથે સાથે જાણો હળદરવાળું દૂધ પીવાના ફાયદા. પહેલા આપણે જાણી લઈએ હળદરવાળું દૂધ પીવાના ફાયદા. આ લેખને અંત સુધીમાં જરૂર વાંચજો અંતમાં દૂધ બનાવવાની રેસિપી આપી છે.

હળદરવાળું દૂધ પીવાના ફાયદા.

તમને જાણીને નવાઈ લાગશે પણ હળદરવાળું દૂધ પીવાથી વજન ઘટે છે. તેમાં રહેલ કેલ્શિયમ અને મિનરલ્સ હોય છે જે વજન ઘટાડવા મદદ કરે છે.

સૂકી કે કફવાળી ઉધરસ કે શરદી થઇ હોય તો અહીંયા જણાવેલ રીત પ્રમાણે બનેલ દૂધ પીશો તો તમને તમારી તકલીફમાં રાહત થઇ જશે.

એમિનો એસિડ હોવાને લીધે તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તમારી ઊંઘ પુરી થશે અને નિયમિત આ દૂધનું સેવન કરવાથી અનિંદ્રાની બીમારી દૂર થાય છે. જો કોઈ તણાવને લીધે તમને ઊંઘ નથી આવતી તો તેમાં પણ દૂધ તમને રાહત આપશે.

હળદરવાળું દૂધ

સૌથી ખાસ એવો આ કરોનાકાળમાં હળદરવાળું દૂધ તમને અવનવા ફેલાતા વાઇરસથી બચાવશે. તમારા શરીરમાં જો ઇમ્યુનીટી પાવર ઓછો છે તો તેમાં વધારો કરશે.

પાચનતંત્ર મજબૂત કરશે. જે લોકોને ભારે ખોરાક જલ્દી પચતો નથી અને સતત કબજિયાત કે એવી પેટ સંબંધિત કોઈને કોઈ તકલીફ થતી હોય છે તો તેમણે નિયમિત હૂંફાળા ગરમ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ.

આ સિવાય પણ હળદરવાળું દૂધ એ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. તેનાથી કોઈપણ નુકશાન કે પછી આડઅસર થતી નથી. પણ કોઈપણ વસ્તુની અતિ સારી નહિ એમ વધારે પડતા હળદરવાળા દૂધને પણ દિવસમાં વારંવાર પીવું જોઈએ નહિ. તમે હળદરવાળા દૂધના ફાયદા તો જાણી લીધા હવે તમને જણાવી દઈએ હળદરવાળું દૂધ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રીત.

દૂધ બનાવવા માટેની સામગ્રી (એક ગ્લાસ દૂધ બનાવવા માટે)

દૂધ – એક ગ્લાસ

હળદર પાવડર – અડધી ચમચી 

ખાંડ – અડધાની અડધી ચમચી (ખાંડ ના નાખો તો સારું પણ જો એકલું દૂધ ના ભાવે તો ખાંડ ઉમેરી શકો.)

મીઠું – અડધાની અડધી ચમચી (જો તમને કફવાળી ઉધરસ થઇ છે તો આ દૂધમાં મીઠાનો ઉપયોગ જરૂર કરજો. તેનાથી કફ છૂટો પડી જશે.)

ઘી – અડધાની અડધી ચમચી (સૂકી ખાંસી થઇ હોય તો જ ઘીનો ઉપયોગ કરવો.)

હળદરવાળું દૂધ બનાવવાની માટેની સાસી રીતે

હળદરવાળું દૂધ

સૌથી પહેલા દૂધ ગરમ કરવા મૂકવું અને તેમાં ખાંડ ઉમેરવી (ઓપશનલ છે નહિ ઉમેરો તો વધારે સારું.)

હવે એક ગ્લાસમાં પાવડરે ઉમેરો અને સાથે મીઠું પણ ઉમેરો.

હવે ગરમ થયેલ દૂધને એ ગ્લાસમાં ઉમેરો, ગ્લાસ અધ્ધઓ જ ભરવાનો છે.

હવે ગ્લાસમાં રહેલ બધી વસ્તુઓ બરાબર મિક્સ કરી લો. પછી એ મિશ્રણને ગરમ દૂધના વાસણમાં ઉમેરી દો.

હવે એ બંને દૂધ બરાબર મિક્સ કરી લો અને તે મિક્સ થયેલ દૂધને એક ગ્લાસમાં ગાળી લો. જો તમને દૂધમાં ઉમેરેલ હળદર પાવડર ફાવશે તો તમે ગાળ્યા વગર પણ લઈ શકો છો.

હવે તે ગરમ દૂધમાં ઘી ઉમેરો બધું બરાબર મિક્સ કરી લો અને બને એટલો પ્રયત્ન કરો હૂંફાળું ગરમ હોય ત્યારે પી લો.

ખાસ ટીપ : જો તમને સૂંઠ પાવડર પસંદ હોય તો તમે સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

Leave a Comment