ગુલકંદ બનાવવાની રીત
દૂધ સંપૂર્ણ આહાર છે એ તો આપણે જાણીએ જ છીએ. અને એટલે જ હેલ્થ એકસપર્ટ પણ દૂધ પીવાની સલાહ આપે છે.
દૂધનો ટેસ્ટ ચેન્જ કરવા માટે આપણે દૂધમાં ઘણા બધા પ્રકારની વસ્તુઓ મિક્સ કરતા હોઈએ છે. જેથી કરીને તમે દૂધના એક સરખા ટેસ્ટથી કંટાળી ન જાઓ. તમે દૂધમાં મધ કે હળદર જેવી વસ્તુઓનું સેવન તો કર્યું જ હશે પણ શું તમે ક્યારેય દૂધમાં ગુલકંદ મિક્સ કરીને પીધું છે? દૂધ અને ગુલકંદ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. જેમ દૂધ શરીર માટે ગુણકારી છે એમ જ ગુલકંદ પણ ઘણા રોગો માટે અકસીર છે.
આરામ
ગુલકંદ અને દૂધનું સેવન ચાંદાઓની તકલીફ દૂર કરી શકે છે. જો પેટ ખરાબ હોય તો એના કારણે ચાંદા પડે છે. જો તમારું પેટ બરાબર સાફ ન થઈ રહ્યું હોય તો તમને ફોલ્લા કે અલ્સર થાય છે. વિટામિન બી ગ્રુપના બધા જ વિટામિન ગુલકંદમાં મળી આવે છે, જે અલ્સરની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. મોઢામાં થતા ચાંદા દૂર કરવા ગુલકંદ અને દૂધનું સેવન કરવું જોઈએ.
આંખો માટે ફાયદાકારક
દૂધ અનવ ગુલકંદના સેવનથી આંખો એકદમ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત તમારી દ્રષ્ટિ સુધારવા માટે પણ એ ફાયદાકારક છે. ખાસ કરીને ઉનાળામાં રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે ગુલકંદનું સેવન તમારી આંખોને સુરક્ષિત બનાવે છે.
કબજિયાતમાં રાહત
જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો દૂધ અને ગુલકંદનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગુલકંદમાં મેગ્નેશિયમ રહેલું છે જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત દૂધ પણ કબજિયાત દૂર કરે છે. એટલે કે આ બન્નેનું મિશ્રણ પેટની કબજિયાત દૂર કરી શકે છે.
સ્ટ્રેસ ઘટાડવા માટે
આજકાલ લોકોમાં સ્ટ્રેસનું લેવલ વધુ રહ્યું છે. સ્ટ્રેસને ઓછું કરવું હોય તો દૂધ અને ગુલકંદનું સેવન કરવું જોઈએ. ગુલકંદ અને દૂધમાં એન્ટીઓ રહેલા છે જે સ્ટ્રેસને દૂર કરવા માટે મદદરૂપ નીવડી શકે છે.
યાદશક્તિ વધારવા માટે
યાદશક્તિ વધારવા માટે પણ દૂધ અને ગુલકંદનું સેવન કરવું જોઈએ. ગુલકંદમાં જે એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે એ તમારી યાદશક્તિ વધારી શકે છે. આ ઉપરાંત ગુલકંદ તાસીરે ઠંડુ હોય છે એટલે એ મનને શાંત કરે છે. રાત્રે સૂતા પહેલા દૂધ અને ગુલકંદનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અને તમારી યાદશક્તિ પણ વધે છે.
મેદસ્વીતા પર કાબુ
દૂધ અને ગુલકંદના સેવનથી તમને વધતી જતી સ્થૂળતા પર પણ કાબુ મેળવી શકો છો. મેદસ્વીતા ઘણી બીમારીઓનું કારણ છે. ગુલકંદ તમને આ બીમારીઓ સામે રક્ષણ આપી શકે છે. વધતા વજનને અટકાવવા દૂધ અને ગુલકંદનું સેવન કરવું જોઈએ
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં તમને ઉપયોગી સાબિત થતી હશે