છાતીમાં બળતરા અને એસીડીટીથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

એસીડીટી નો ઉપચાર આપણી ભાગદોડવાળી જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણી ના કારણે આપણા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. આપણા શરીરની એવી ઘણી બધી બીમારી છે જે આપણે જાતે કરીને ઊભી કરીએ છે. એવી જ બીમારી એટલે કે એસિડિટી. જે અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને થતી હોય છે. એસીડીટી આપણી ખરાબ ખાણીપીણીને કારણે થાય છે. વધારે તીખો, તળેલો અને વધુ પડતો મસાલાવાળો ખોરાક ખાવાથી એસિડિટીની સમસ્યા શરૂ થાય છે.

એસિડિટી થવાથી છાતી અને પેટમાં બળતરા ની સમસ્યા ઊભી થાય છે. આ ઉપરાંત ખાધા પછી ખાટા ઓડકાર આવતા હોય છે. ગળામાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, છાતી કે પેટમાં બળતરા થવી એ એસીડીટી ના મુખ્ય લક્ષણો છે. ભોજન પછી એસિડિટીની સમસ્યા થાય છે. જેના કારણે આપણે ભોજન પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. એસીડીટીની સમસ્યા દુર કરવા માટે આજે અમે કેટલાક ઘરેલૂ ઉપચાર જણાવીશું. જેની મદદથી તમે એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.

એસીડીટી નો ઉપચાર | ગેસ એસીડીટી નો ઉપચાર | એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર

ગોળનું સેવન કરવું

ગોળ એસીડીટી ની સમસ્યા દૂર કરવામાં કારગર સાબિત થાય છે. આ માટે તમારે ભોજન સાથે બપોરે અને સાંજે એક ટુકડો ગોળ નું સેવન કરવું જોઇએ. આ ઉપરાંત ભોજન કરીને ઊભા થઈએ ત્યારબાદ એક નાનો ટુકડો ગોળ ખાવો જોઈએ.

ગોળનું સેવન કરવાથી એસિડિટીમાં થતી પેટની અને છાતીની બળતરામાં રાહત મળે છે. ગોળ નું સેવન કરવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદા પ્રાપ્ત થાય છે. તેનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે. થાક અને નબળાઈ ની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે.

એસીડીટી નો ઉપચાર.

વરિયાળીનું સેવન કરવું જોઈએ 

વરિયાળીનું સેવન એસીડીટી માટે ખૂબ જ ફાયદાકારક છે. એના માટે તમે વળીયાળી ને ભોજન કર્યા બાદ એક ચમચી ખાઈ શકો છો. આ ઉપરાંત એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને આખી રાત પલાળીને રહેવા દેવું. ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ એ પાણીને ગાળીને પીવું જોઈએ. તમે એમાં એક ચમચી મધ મિક્સ કરી શકો છો. ત્યાર પછી વરિયાળીને ચાવીને ખાઈ લેવી જોઈએ. વરિયાળીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવવાની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત પેટમાં અને છાતીમાં થતી બળતરામાં રાહત મળે છે. મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.

આ ઉપરાંત એસિડિટીથી બચવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જે નીચે મુજબ છે.

– ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા બાદ ચાલવાની ટેવ પાડો. એનાથી એસીડીટી અને અપચાની સમસ્યાનું નિવારણ તો આવશે જ પણ સાથે-સાથે પેટ પર જામતી ચરબીનાં થર પણ ઘટશે.

– ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણી સાથે લેવું. એનાથી પેટના દુખાવામાં અને હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધાલૂણ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.

– ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓનો ઉપાય કરી શકો છો. જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુ અને એસીડીટી દૂર થાય છે. આ ઉપરાંત મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

– ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકારથી છુટકારો મેળવવા માટે, જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે. આ ઉપરાંત મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

– દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી ગેસ અને પિત્તની સમસ્યા દૂર થાય છે. ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

– જો દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી ગેસ, એસીડીટી અને પિત્તની સમસ્યા દૂર થાય છે. ગેસની તકલીફ દૂર કરવા.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આ લેખ ની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment