માત્ર 10 રૂપિયા માં ઘરે બનાવો મચ્છરો ભગાડવાની રીફીલ

ઋતુઓમાં બદલાવ આવતા ગરમી આવતા જ મચ્છરો ની સંખ્યામાં વધારો થવા લાગે છે. જ્યાં પણ જઈએ ત્યાં આવીને કરડવા લાગે છે. પછી કલાકો સુધી આપણે એ જગ્યા પર  ખંજવાળ આવે છે. ખાસ કરીને રાત્રે સૂવાના સમયે મચ્છરો ખૂબ જ કરડતા હોય છે. જેથી મચ્છરોના કારણે થતી બીમારીઓ પણ ભય રહેતો હોય છે.

ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે મચ્છરો બધાની ગંધને આકર્ષાઈને એમને કરડતા હોય છે. ગરમીમાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. એવામાં મચ્છરોથી બચવા માટે આપણે બજારમાં ઉપલબ્ધ કેમિકલ્સ, સ્પ્રે અને રીફીલ નો ઉપયોગ કરીએ છે, પરંતુ આ પ્રોડક્ટ મચ્છરોને ઓછું અને લોકોને વધુ નુકસાન પહોંચાડે છે. સૌથી વધુ આમાં બાળકો અને વૃદ્ધો પ્રભાવિત થતા હોય છે. હા એ સાચું છે કે આ પ્રોડક્ટ ના ઘણા સાઇડ ઇફેક્ટ પણ છે. એવામાં આ વધુ પડતા ઉપયોગથી બચવું જોઈએ.

mosquito refill

મચ્છરોથી બચવા માટે ખાસ કરીને બજારમાં મળતી રીફીલ નો લગભગ બધા જ ઉપયોગ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે બજારમાં મળતી આ રીફીલ નો ઉપયોગ કરવાથી એના કેમિકલ દરેક વ્યક્તિના હેલ્થ પર ખરાબ અસર પાડે છે. પરંતુ મચ્છરોથી બચવા માટે આપણી પાસે અન્ય કોઇ ઉપાય નથી, અને મજબૂરીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઈ ઘરેલૂ ઉપાય ની શોધમાં છો તો આજે અમે તમને બતાવીશું એક એવો જ ઘરેલુ ઉપાય, જેમાં ફક્ત 10 રૂપિયાના ખર્ચથી મચ્છર ભગાડવા માટે લિકવિડ તૈયાર કરી શકશો.

તો ચાલો જાણીએ રીફીલ બનાવવાની રીત વિશે.

રીફીલ તૈયાર કરવા માટેની સામગ્રી:-

4 થી 5 કપૂર અને 40 થી 50 ml લીમડાનું તેલ :

આ વસ્તુઓના ઉપયોગથી તમે ઘરે જ લિકવિડ તૈયાર કરી શકો છો અને કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર સરળતાથી મચ્છર ભગાડવાની  તૈયાર કરી શકો છો. એવું એટલા માટે છે કેમકે આમાં કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા તમારે રીફીલ ની ખાલી થઈ ગયેલી શીશી ને લઇ લેવાની છે. ખાલી તૈયાર કરવા માટે ચારથી પાંચ કપૂર લઈ લેવા. આ કપૂરની સારી રીતે ભુકી કરી લેવી. ત્યારબાદ તેમાં લીમડાનું તેલ મિક્ષ કરી લેવું.

બંનેને મિક્સ કરવાથી લિકવિડ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ લિકવિડને ખાલી રીફીલ માં ભરી લેવું. આ પ્રયોગ કરવાથી તમારૂ મચ્છર ભગાડવા માટે નું હોમમેડ લિકવિડ બનીને તૈયાર થઇ જશે. જેને તમે કોઇ પણ કંપનીના મશીનમાં લગાવીને ઉપયોગ કરી શકો છો. જે રીતે અન્ય લિકવિડનો ઉપયોગ કરતા હોય છે.

મચ્છર કરડવાથી આવતી ખંજવાળનો ઉપાય

આ સિવાય મચ્છર કરડવાથી આવતી ખંજવાળ થી શું તમે પરેશાન છો તો નીચે મુજબની ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. એનાથી ચોક્કસ રાહત મળે છે.

હોમમેડ રિફિલનો ફાયદાકારક છે. કપૂર અને લીમડાનું તેલ હેલ્થ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કપૂર માં ઘણા બધા પ્રકારના રોગ સામે લડવાની ક્ષમતા છે, અને લીમડાનું તેલ પણ જેટલું ફાયદાકારક છે અમારે તમને કદાચ જણાવવાની જરૂર નથી. લીમડાના તેલ મેલેરિયાના મચ્છરને પેદા થતા રોકી શકાય છે. લીમડાનું તેલ મચ્છર ઉપર ખૂબ જ અસરકારક રહે છે.

બાથરૂમ અને કિચનના સિંક પાસે રહેલા મચ્છરને ભગાડવા માટે લીમડાના તેલનો ઉપયોગ કરી શકાય છે.

લીમડો અને કપૂર બંને કુદરતી વસ્તુઓ છે જેને કોઈપણ આડઅસર થતી નથી. બજારમાં મળતા મચ્છર ભગાડવા માટે ના અન્ય ઉત્પાદનો હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ નુકસાનકારક છે. તો એ નુકસાનથી બચવા અને મચ્છર ભગાડવા માટે તમે પણ આ હોમમેડ રીફિલ બનાવીને ઉપયોગ કરી શકો છો.

મચ્છર ભગાડવાની અન્ય ટિપ્સ : –

લસણ :

લસણનો રસ લગાવવાથી અથવા લસણના રસનો છંટકાવ કરવાથી પણ મચ્છરો દૂર ભાગે છે.

લેવેન્ડર : 

આ મચ્છર ભગાડવા માટે નો ખુબ જ સારો ઉપાય છે. લેવેન્ડર એ ખૂબ જ સુગંધી હોય છે. આનો ઉપયોગ કરવાથી મચ્છરો તો ભાગે  જ છે પરંતુ રૂમ માટે એક કુદરતી ફ્રેશનર પણ બની રહે છે.

અજમાનું તેલ :

રાઈના તેલમાં અજમાનો પાવડર ભેળવીને જ્યા મચ્છર આવતા હોય ત્યાં રાખી દેવામાં આવે તો મચ્છરથી છુટકારો મળે છે

મિત્રો અને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલ મચ્છરો ભગાડવાના રીફીલ માટેની ટિપ્સ આપને જરૂર થી પસંદ આવશે.

તમારા મિત્રો જોડે આ ટીપ્સ ને જરૂર શેર કરો.

તમે કોમેન્ટમાં જણાવો કે તમને આ માહિતી કેવી લાગી ?

(૧) હેલ્પફુલ  (૨) વેરી હેલ્પ ફૂલ  (૩) ગુડ 

Leave a Comment