ઝાડા ની દવા ઝાડા ઉલટી બંધ કરવાના આયુર્વેદિક ઉપચાર

ઝાડા ની દવા નાના બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઝાડા ઊલટીની સમસ્યા થતી હોય છે આ રોગ નથી પરંતુ રોગનું લક્ષણ છે. કોઈપણ બાળક ને ઉલટી થાય તો એનું પેટ ખરાબ છે. એવું માની લેવું ભૂલ ભરેલું છે. એના અન્ય કારણો પણ હોઈ શકે છે.

ઝાડા થવાના કારણો

ઋતુ પરિવર્તન થવાને કારણે મોટાભાગે લોકોને ઝાડા-ઉલટી જેવી સમસ્યા થતી હોય છે, અને આ વાતાવરણમાં ઝાડા-ઊલટીની સમસ્યા મોટાભાગે દરેક લોકોને થતી હોય છે. અચાનક થયેલા ઝાડા ઉલટી ને કોઈપણ જાતની આડઅસર વગર ઘરગથ્થુ ઉપચાર દ્વારા મટાડી શકાય છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને અચાનક થતા ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. દૂષિત ખોરાક ખાવાથી અથવા દૂષિત પાણી પીવાથી પેટમાં જંતુ જતા હોય છે. જે આપણી હોજરીમાં અને આંતરડાની જઈને ઝેરી તત્વો નું નિર્માણ કરતાં હોય છે.

ઝાડા બંધ કરવાની દવા

આ પ્રકારના ઝેરી તત્વોને આપણી રોગપ્રતિકારક શક્તિ ઝાડા અને ઉલટી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.
જે લોકોને વારંવાર ઉલટી અને ઝાડાની સમસ્યાઓ રહેતી હોય, એવા લોકોને શરીરમાંથી પાણી ઓછું થઇ જવાનું એટલે કે ડીહાઇડ્રેશનની સમસ્યા થતી હોય છે.

ઝાડા ઉલટી બંધ કરવાના ઉપાયો

આયુર્વેદના શાસ્ત્રમાં એને તાત્કાલિક ઉપચાર જણાવ્યો છે. એ પ્રમાણે જો ઉપચાર કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી થાય છે. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે જ્યારે શરીરમાં પિત્ત અને વાયુ નું પ્રમાણ વધી જાય છે. ત્યારે ઝાડા અને ઉલટી ની સમસ્યા થતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને કોઇપણ જાતની આડઅસર વગર તાત્કાલિક સમયે આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

ઝાડા ઉલટી ની દવા 

વાયુ વધી જવાને કારણે ઝાડા-ઊલટીની સમસ્યા થતી હોય છે . એવી વ્યક્તિઓએ એક કપ પાણી ગરમ કરીને એમાં એક ચમચી ચા ની ભૂકી નાખી ને તેમાં થોડી સાકર અને ખાંડ ઉમેરીને ઉકાળવું ત્યારબાદ પાણીની માત્રા જળવાઈ રહેે, ત્યારે એમાં લીંબુનો રસ નીચોવી ને થોડું હૂંફાળું થાય ત્યારે એનું સેવન કરી લેવું. આ ઉપાય કરવાથી ઝાડા ઊલટીની સમસ્યામાં થી તરત જ રાહત મળે છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આ ઉપાય કરવાથી કોઇપણ જાતની આડઅસર કે નુકસાન થતું નથી, અને તાત્કાલિક સમયે ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મળે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે પાંચથી છ ગ્રામ સાકર અને દળેલી સૂંઠ, પાંચથી છ ગ્રામ નાગરમોથ લઈને આ બધી વસ્તુઓને મિક્સ કરવી તેનો પાવડર બનાવી ને એક કપ પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવવો. જ્યારે આ પાણી ચોથા ભાગનું રહે ત્યારે ઠંડું થયા પછી એનું સેવન કરવાથી ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મળે છે.

ઉલટી બંધ કરવાનો ઉપાય
Asian woman have a morning sickness

ઉપરાંત આ ઉપચાર કરવાથી પણ ઝાડા -ઉલટી માં રાહત મળે છે.

ઝાડા ની દવા | ઝાડા બંધ કરવાની દેશી દવા 

– ફુદીનાનો રસ પીવાથી રાહત થાય છે.
– મરી અને મીઠું મિશ્રણને ચાટવાથી ઉલ્ટીમાં રાહત મળે છે.
– આદુનો રસ અને ડુંગળીનો રસ મિક્સ કરીને પીવાથી પણ ઝાડા ઊલટીની સમસ્યામાં રાહત મળે છે.
– મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવાથી પણ આ સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.
-તજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
-જો અન્ય વિકારને કારણે ઊલટી થતી હોય તો મીઠું કાપીને એના પર ખાંડ ભભરાવીને ચૂસવું જોઈએ.
-તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
-એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી ની સમસ્યામાંથી છુટકારો મળે છે.
-એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી ને એક રાત કરીને પીવાથી પીત્તની સમસ્યામાંથી છુટકારો મળે છે.
-જો ગાડી કે બસમાં મુસાફરી કરતા સમયે ચક્કર કે ઉલટી આવે તો તજનો ટુકડો અથવા અથવા લવિંગ રાખીને સૂવાથી ચક્કર અને ઉલટી માંથી રાહત મળે છે.
-અડધો કપ ગરમ પાણીમાં એક ગ્રામ ખાવાનો સોડા નાખીને પીવાથી ઉલટી મટે છે.

આ પણ વાંચો :- આ છે મફતમાં મળતી ગોઠણ ના દુખાવા ની દવા

આ ઉપરાંત ડાયેરિયાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે દહીંનું સેવન પણ કરી શકો છો. દહીં તંદુરસ્ત બેક્ટેરિયા ધરાવતા પ્રોબાયોટિક્સ માનું એક છે. રોજ નિયમિત એક વાટકી દહીં ખાવું જોઈએ. દહીં ખાવાથી ડાયેરિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે પરંતુ આંતરડાનો ચેપ પણ અટકાવે છે.

આ ઉપરાંત પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ. કારણ કે જ્યારે ઝાડા-ઊલટીની સમસ્યા થાય છે ત્યારે શરીરમાં પ્રવાહી ખૂબ જ ઓછું થઈ જાય છે. જેના કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે. એના માટે તમે રોજ સામાન્ય રીતે જે પાણી પીતા હોય એના કરતાં ઝાડા-ઊલટીની સમસ્યા હોય ત્યારે પાણીની માત્રા વધારી દેવી જોઈએ. જેનાથી શરીર હાઈડ્રેટ રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજના ઘરેલુ ઉપચાર અને માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે એવી આશા.

Leave a Comment