કમર દર્દ નો ઈલાજ કમરનો દુખાવો જડમૂળ માંથી દૂર કરવા અપનાવો આ ઉપાય

કમર દર્દ નો ઈલાજ  અત્યારની મહિલાઓ વર્કિંગ વુમન બની ગઈ છે. મોટાભાગની મહિલાઓ ઘરની સાથે-સાથે ઓફિસને પણ સંભાળે છે. એવામાં વધુ કામના પ્રેશરથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેમાં મોટાભાગની મહિલાઓ કમરના દુખાવાથી હંમેશા પરેશાન રહે છે. મહિલાઓમાં કમરનો દુખાવો થવો એ સામાન્ય છે. એના કારણે મહિલાઓ રોજીંદુ કામકાજ પણ નથી કરી શકતી. કેટલીકવાર તો દુખાવો એટલો બધો વધી જાય છે. જેના કારણે પથારીમાંથી ઊઠી શકાતું નથી. મહિલાઓમાં કમરના દુખાવા ના અનેક કારણો હોઈ શકે છે પરંતુ, પહેલું હોર્મોનલ અસંતુલન ના કારણે કેલ્શિયમ ઓછું થવું, બીજું હાડકા અને સાંધામાં નમીની ઉણપ અને ત્રીજું રોજીંદા કામકાજનો વધારો અને આરામની ઉણપ આવા કારણોસર મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા થતી હોય છે.

એવામાં કેટલીકવાર મહિલાઓ દવાઓનું સેવન કરવા નથી ઈચ્છતી. તો તેવી સ્થિતિમાં કેટલાક ઘરેલુ નુસખા એમને મદદ કરી શકે છે. તો આજે અમે તમને એ જ ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું કે, જે કમરના દુખાવામાં રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે.

કમર દર્દ નો ઈલાજ | કમરના દુખાવા ની દેશી દવા | પીઠ નો દુખાવો 

હર્બલ બામ 

હર્બલ બામ થી માલિસ કરવાથી કમરનો દુખાવો ઓછો થઇ શકે છે. કમરનો દુખાવામાં તમે એવો કોઈ કુદરતી ઉપાય કરવા ઇચ્છતા હોવ તો, આ શ્રેષ્ઠ છે. જે ઝડપથી કામ કરે છે અને દુખાવો પણ ઝડપથી ઓછો કરે છે. એવામાં ઘરે બનાવેલો બામ તમારા દુખાવાને દૂર કરે છે. તેને લગાવીને તમારે પીઠની માલીશ કરવી જોઇએ, એને લગાવવાથી ગરમી ઉત્પન્ન થાય છે, અને દુખાવો ઝડપથી દૂર થાય છે એમાં રહેલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણથી સોજો દૂર થાય છે અને દુખાવામાં રાહત આપે છે.

હર્બલ બામ કમર દર્દ નો ઈલાજ

હર્બલ બનાવવાની રીત

એક વાટકી પીપરમિન્ટ નું તેલ લેવું. ત્યારબાદ તેમાં અજમો મિક્સ કરવો. બન્નેને સાથે ગરમ કરવું. હવે તેમાં થોડું કપૂર મિક્સ કરવું. હવે જ્યારે એ સંપૂર્ણ રીતે ઘટ્ટ થઈ જાય એટલે તેને ડબ્બામાં ભરીને બંધ કરી લેવું. જ્યારે પણ દુખાવો થાય ત્યારે આ બામ નો ઉપયોગ કરવો.

મહુડાનું તેલ 

કમરના દુખાવામાં મહુડાનું તેલ પણ અકસીર ગણાય છે. આ તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલા છે. જેના થી માલીશ કરવાથી જૂનામાં જૂનો દુખાવો પણ દૂર થઈ જાય છે. એમા રહેલ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો માંસપેશીઓમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સોજા તથા દુખાવાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. જો તમને વારંવાર કમરનો દુખાવો થતો હોય તો, તમારે દરરોજ રાત્રે સુતા પહેલાં મહુડા નું તેલ કમરમાં નવશેકું ગરમ કરીને લગાવવું જોઇએ અને માલિશ કરવી જોઈએ.

 હળદર અને ચૂનાનો લેપ

હળદર અને ચૂનાનો લેપ કમરના દુખાવામાં આરામ આપી શકે છે. હળદરમાં એંટી – બેક્ટેરિયલ અને એન્ટી – ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે, સાથે જ એમાં ઉપલબ્ધ કરક્યુમિન કોઈ પણ દુખાવામાં અસરકારક રીતે કામ કરે છે. ચુનામાં કેલ્શિયમ કાર્બોનેટ ની સારી માત્રા રહેલી છે. જે હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે આ બંને વસ્તુને મિક્સ કરીને લેપ બનાવીને લગાવી શકો છો. એને હાડકા પર લગાવવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે..જો તમારી પાસે ચૂનો ન હોય તો, હળદર માં લવિંગ પીસીને તેમાં મિક્સ કરી શકાય છે. ત્યારબાદ તેને કમર ના દુખાવા પર લગાવવું જોઈએ. હળદર ની તાસીર ગરમ હોય છે. જેથી દુખાવો દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે.

હળદર અને ચૂનાનો લેપ

લવિંગનો બામ 

જો તમને કાયમ જ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો, લવિંગનો બામ અસરકારક સાબિત થાય છે. લવિંગમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલા છે. જે દુખાવામાં રાહત આપે છે. આ બામ ગાયના ઘી માંથી બને છે. જેમાં ઓમેગા 6 ભરપુર રહેલું હોય છે. આ તમારા હાડકા અને માંસપેશીઓમાં નમી લાવે છે. એટલે કે લુબ્રિકેન્ટમાં સારી રીતે કામ કરે છે. આનો ઉપયોગ તમારા હાડકાંમાં લવચીકતા લાવે છે અને દુખાવો દૂર કરે છે. આ બામ બનાવવા માટે ગાયનું ઘી લેવું અને તેમાં લવીંગનો પાવડર મિક્સ કરીને તેને પકાવવું. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એને ડબ્બામાં બંધ કરીને ફ્રિઝમાં મૂકી દેવું. જો તમે ઈચ્છો તો તેને બહાર પણ રાખી શકો છો. દુખાવો થાય ત્યારે આ બામ થી માલિશ કરવી જોઈએ. એનાથી તરત જ રાહત મળે છે.

યુકેલીપટ્સ ઓઇલ 

નવશેકા ગરમ પાણીથી ડોલ ભરીને તેમાં યુકેલીપટ્સ એસેન્સિયલ ઓઇલના થોડાક ટીપા નાખવા. આ પાણીથી દરરોજ સ્નાન કરવું, કે પછી આ પાણીથી કમરનો શેક કરવો જોઈએ. આ પ્રકારથી આ તેલનો ઉપયોગ કરવાથી તમારી નસો અને માંસપેશીઓને આરામ મળે છે અને કમરના દુખાવામાં પણ રાહત મળે છે.

આ પ્રકારની 5 વસ્તુઓ નો ઉપયોગ કરીને કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કરવા છતાં પણ આરામ ન મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાચો :- સાંધાના દુખાવા નો ઈલાજ

અમને આશા છે કે, આજના લેખને મહત્વપૂર્ણ માહિતી કમર દર્દ નો ઈલાજ તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment