મોઢા ની દવા મોઢાના ચાંદા દૂર કરવા માટે રામબાણ અને ઘરેલુ ઉપચાર જાણો

મોઢા ની દવા મોઢામાં ચાંદા પડવા એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત વ્યક્તિ ના મોઢામાં અંદરનાં ફોલ્લાઓ થઈ જતા હોય છે પરંતુ, વાસ્તવિક રીતે એ ખૂબ જ પીડાદાયક હોય છે અને આ કારણે મોઢામાં દુખાવો પણ થતો હોય છે. સાથે કંઇક ખાવા – પીવામાં આવે તો પણ તકલીફ પડતી હોય છે. મોઢાના ચાંદા મટાડવા માટે સામાન્ય રીતે દવા નો ઉપયોગ થતો હોય છે પરંતુ જો તમે ઈચ્છો તો કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ઘરે જ મોઢાના ચાંદા માંથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો આજે એના ઉપાય વિશે તમને જણાવીએ.

મોઢા ની દવા | મોઢાના ચાંદા દૂર કરવા માટે

મધ ચાંદા મટાડવા માટે ખૂબ જ અસરકારક છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ ધર્મ રહેલા છે. એના માટે દરરોજ થોડું કાચું મધ લેવું અને તેને મોઢાના ચાંદા ઉપર લગાવો. જો તમે ઈચ્છતા હોવ તો મધમાં થોડી હળદર મિક્સ કરી શકો છો અને મધમાં હળદર મિક્સ કર્યા બાદ તેની ચાંદા પર લગાવવું જોઈએ. એનાથી ચાંદામાં તુરંત જ રાહત મળે છે. મીઠાનાં પાણીથી કોગળા કરવાથી પણ મોઢાના ચાંદામાં રાહત મળે છે. ફક્ત એક ગ્લાસ નવશેકું પાણી લેવું. એમાં થોડું મીઠું નાખવું અને એનાથી કોગળા કરવા આ ઉપાય કરવાથી પણ જલ્દી રાહત મળે છે.

મોઢાના ચાંદા મોઢા ની દવા

નારીયલ તેલ

નારીયલ તેલ નો ઉપયોગ કરવાથી પણ ચાંદામાં થતી બળતરા ઘટાડે છે. નારિયેળનો ઉપાય અજમાવવાથી બળતરા મટે છે અને ચાંદા ના કારણે થતી અગવડતા પણ ઘટે છે. નારિયેળ તેલમાં બળતરા વિરોધી તત્વો રહેલા છે. જે આ સમસ્યાની સારવાર કરવામાં કારગર સાબિત થાય છે. નારિયેળ તેલને રૂની મદદથી મોઢાના ચાંદા પર લગાવવું જોઈએ. આ ઉપાય દિવસમાં ઘણી વખત કરવો જોઈએ. તેનાથી ખૂબ જલ્દી આરામ મળે છે.

તુલસી

તુલસીના પાંદડાના ઔષધીય ગુણધર્મો રહેલા છે. તેના ગુણધર્મ કોઈથી છુપાયેલા નથી. મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી દૂર કરવા માટે તુલસી પણ અસરકારક ઉપાય છે. એના માટે તુલસીના ચારથી-પાંચ પાન દરરોજ સવાર-સાંજ ચાવીને ખાવા જોઈએ. એનાથી મોઢાની ચાંદી માં રાહત મળે છે. તુલસી ચાવી ને પછી એના ઉપર બે ઘૂંટડા પાણી પીવું જોઈએ. એનાથી મોઢામાં આવતી દુર્ગંધ પણ દૂર થાય છે અને મોઢાની ચાંદી માંથી છુટકારો મળે છે. આ ઉપાય ખૂબ જ અસરકારક છે.

કેળા

પાકેલા કેળા અને મધ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. જો તમે કેળા અને મધને ક્રશ કરીને એનો પલ્પ ચાંદી પર લગાવો તો, પણ તમને ચાંદીની સમસ્યામાંથી સરળતાથી છુટકારો મળે છે. લીમડાના પાન એન્ટિસેપ્ટિક હોય છે. આ પાનને દિવસમાં ત્રણથી ચાર વાર ચાવવાથી મોઢામાં થયેલી ચાંદીમાં રાહત મળે છે. એના માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લેવા. આ પાણીથી દિવસમાં ઘણી વખત કોગળા કરવા, આ ઉપાય કરવાથી મોઢાની ચાંદી દૂર થઈ જાય છે.

ઇલાયચી

ઇલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી પણ રાહત મળે છે. નાની ઈલાયચીનાં બીજ અને કાથાને ઝીણા વાટીને પાઉડર બનાવી લેવો. એને ચાંદા પર લગાવવો જોઈએ. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાળ બને છે. તેનાથી મોઢાની ગંદકી દૂર થાય છે અને મોઢાના ચાંદા માંથી છુટકારો મળે છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં એલકલાઈન ગુણો રહેલા છે. જે એસિડ અને બિનઅસરકારક કરે છે. કારણ કે આ એસિડ મોંઢા ના છાલા નું મુખ્ય કારણ હોય છે. બેકિંગ સોડા એમાં અદ્ભુત રીતે અસરકારક બને છે કારણ કે, તે શરીરમાં રહેલા ઍસિડ અને સંતુલિત કરે છે. ઉપરાંત બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે અને છાલા નો ઉપચાર કરીને તેમાંથી છુટકારો અપાવે છે. તે રોગાણું અને બેક્ટેરિયા દૂર કરી મોઢાના આરોગ્યને સારું બનાવે છે. 1/2 કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને કોગળા કરવા જોઈએ, પ્રયત્ન કરવો કે, આ મિશ્રણ મોઢાની અંદરની બાજુ પ્રસરે અને પછી તેને થૂંકી દેવું, દિવસમાં બે વખત આ ઉપાય કરવો જોઈએ.

મુલેઠી નો ઉપયોગ કરવાથી મોઢાના ચાંદા માંથી છુટકારો મળે છે. તેના ઉપયોગથી પેટની બીમારીમાં પણ છુટકારો મળે છે. મોટાભાગના મોઢાના ચાંદા માટે પેટની સમસ્યાઓ જવાબદાર હોય છે. તેનો ઉપયોગ પાણી અથવા મધ સાથે કરવામાં આવે છે. પેટને સાફ કરવામાં મદદરૂપ થાય છે અને શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. જેના કારણે ચાંદા થાય છે.

બાળકોને જીભ પર કે મોઢામાં ચાંદા પડી ગયા હોય તો, બાળકો માટે સાકરને ઝીણી પીસીને તેમાં થોડું કપૂર મિક્સ કરવું, અને તેને મોઢામાં લગાવવાથી ચાંદા માંથી છુટકારો મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની સ્વાસ્થ્યને લગતી મહત્વપૂર્ણ મોઢા ની દવા માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment