આ આયુર્વેદિક ઉપાય થી હાડકા, સાંધાના દુખાવા, ડાયાબિટીસ માંથી મળશે છુટકારો

type-2-diabetes આયુર્વેદમાં આ વસ્તુને ઠંડક આપતું માનવામાં આવે છે. તેનાથી કબજિયાત દૂર થાય તે ઉપરાંત છાતીમાં થતી બળતરા, એસીડીટી, ડાયાબિટીસ(diabetes) , ગેસ તેમજ આંખે ઓછું દેખાતું હોય તેવી વ્યક્તિઓ માટે આ વસ્તુને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેને ખાસ કરીને એની ચટણી, દહીં, અથાણાં, સલાડ અને અમુક ફળોમાં મિક્સ કરીને ખાવામાં આવે છે.

સંચાલનની રેગ્યુલર મીઠા ની જગ્યાએ વાપરવામાં આવે છે તો ચાલો આજે અમે તમને સંચળ ના ફાયદા વિશે જણાવીએ સંચળ ગુણમાં ઉષ્ણવીર્ય, રુચિ દાયક, પાચન, રેચક અને દીપન કરનાર છે. ખાસ કરીને સંચળ રુચિ પેદા કરે છે. તેવો ઓડકાર સાફ લાવે છે અને દસ્ત ખુલાસાથી આવે છે.

સંચળ ના ફાયદા 

સંચળ જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. તે આફરો, કૃમિ, શૂળ તથા આમ વગેરેનો નાશ પણ કરે છે. સંચળ હૃદયના દુખાવાને મટાડે છે. ઉપરાંત લાહોરી મીઠા કરતા રેચક ગુણ વધારે છે. પંચ અને આંબાની ગોટલી સાથે પીસીને મિક્ષ કરીને ખાવાથી હેડકી બંધ થાય છે. સંચળ યકૃતના સોજા અને ગ્રંથિઓને વૃદ્ધિ પામવાથી જે વ્યાધિ ઉત્પન્ન થતી હોય તેવા રોગમાં ઉત્તમ કામ કરે છે.

સંચળ type-2-diabetes

અજીર્ણ તથા ચૂક મટાડવા માટે સંચળ ખૂબ જ ફાયદાકારક છે. એના માટે સંચળ, આમળાં, સફેદ જીરું અને મરીને અડધો તોલો લઈને બારીક ચૂર્ણ બનાવી ને બીજોરાના સમાં ભેળવીને તેની ગોળી ત્રણ થી પાંચ ઘઉં ભાર જેટલી લેવી જોઈએ. સંચળ વડાગરુ, બીડળવણ, સિંધવ, મરી, ચણોઠી, આંકડાના મૂળને થોરના મૂળ એ દરેકને એક તો લઈને બધાંનું ચૂર્ણ બનાવવું. ત્યાર પછી તેને લોખંડના વાસણમાં નાંખીને થોરના તથા આંકડા ના દૂધ માં ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવીને પેસ્ટ તૈયાર કરવી.

આ પેસ્ટથી સફેદ કોઢ માં રાહત થાય છે બીજા કોઢમાં પણ ઘણો ફાયદો મળે છે. અર્શ તથા મસાનો પણ નાશ થાય છે. અઢારે જાતના કોઢ ઉપર એ ઘણી રાહત કરે છે. તણાવને દૂર કરવા માટે સંચળ ખૂબ જ સહાયક થાય છે. જેને ખાવાથી મન શાંત રહે છે. તણાવ થવા પર રોજ રાત્રે સૂતા પહેલાં થોડું સંચળ ચાટી લેવાથી આરામ મળે છે.

ખરેખર સંચળ આપણા શરીરમાં સેરોટોનિન હોર્મોન અને વધારવાનું કામ કરે છે. જેનાથી તણાવ ઉત્પન્ન થતો નથી. આવી રીતે અનિંદ્રામાં સંચળ પણ ખૂબ જ ફાયદાકારક બને છે. તેને ખાવાથી નીંદર ન આવવાની સમસ્યા પણ દૂર થાય છે અને સિંધાલુણ નમક, હરડે, આમળા, પીપર અને મરી એ બધાનો એક તોલો અને અડધો તોલો અજમો ચિત્રાછાલ, લવિંગ, તજ અને એલચીના દાણા લેવું સાથે જાવંત્રી લઈને બધાંનું ચૂર્ણ બનાવવું.

આ ચૂર્ણ અને લીંબુના રસ અથવા ચણાની ખાંટમાં ચણોઠી જેવી ગોળી બનાવીને આ ગોળી દિવસમાં ત્રણ વખત લેવાથી ભૂખ ઊઘડે છે. ખોરાકનું બરાબર પાચન થાય છે. પિત્તને દૂર કરે છે, વાયુને દૂર કરે છે, પેટમાં થતી કોઈપણ સમસ્યાને અટકાવી ને પેટને બગડતું રોકે છે. એ મગજની પુષ્ટિ આપે છે, સાંધા પણ મજબૂત કરે છે. સંચળ, સૂંઠ, પીપર, મરી, હિંગ, હળદર એ દરેકને એક તોલો લઈને ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં અડધો તોલો ગરમ પાણી સાથે પીવાથી કફ અને અતિસાર દૂર થાય છે.

પેટમાં થતો દુખાવો અથવા તો મરડો થયો હોય તો સંચળ અને અજમો એકસાથે સેવન કરવાથી ફાયદો થાય છે. થોડા અજમાની પેસ્ટ બનાવવી. એમાં સંચળ મિક્સ કરવું. ત્યાર પછી એનું પાણી સાથે સેવન કરવું જોઇએ. આ ચૂર્ણ ખાવાથી મરડો અને તેમાં થતા દુખાવાથી છુટકારો મળે છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવામાં માંગતા હોય એ લોકોએ મીઠા ની જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ.

સંસારમાં સોડિયમની માત્રા ઓછી હોય છે. જેનાથી વજન ઘટવામાં મદદ મળે છે. સંચળ એસિડિટીને પણ દૂર કરે છે.તમે લીંબુ પાણી પીવો ત્યારે તેની અંદર સંચળ અવશ્ય નાખવું જોઈએ. આ કારણે શરીરમાં થતી બળતરા દૂર થાય છે. સંચળ ખાવાથી લોહી પાતળું થાય છે. તેનાથી આખા શરીરમાં સરળતા થી બ્લડ સર્ક્યુલેશન થાય છે. એના કારણે કોલેસ્ટરોલ પણ ઓછું થાય છે. તેમ જ હાઈ બીપીની સમસ્યા દૂર થાય છે. સોજાને ઓછો કરવા માટે પણ સંચળનો પ્રયોગ કરવો જોઇએ.

ઘાવ અને સાંધાના દુખાવા અથવા સોજા થયા હોય ત્યારે શેક કરવાથી ફાયદો મળે છે. તેના માટે સંચળને કોઈ મોટા વાસણમાં નાખીને તેને સારી રીતે ગરમ કરવું અને કોટનના કપડામાં બાંધી લેવું. આ કપડાને સૂતી વખતે સોજા અથવા દુખાવો થતો હોય, ત્યાં શેક કરવામાં આવે તો સોજો અને દુખાવો દૂર થાય છે, અને આરામ મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment