બાળકોના મગજને તેજ બનાવવા માટે કરો આ ઉપાય

યાદ શક્તિ વધારવા માટે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવી રાખવા માટે યોગાસન કરવા ખૂબ જરૂરી છે. તમારા દિવસની શરૂઆત માત્ર દસ મિનિટનો સમય કાઢીને યોગ કરવા જોઈએ. રોજ નિયમિત યોગ કરવાથી આપણા શરીરના દરેક અંગોને કસરત મળે છે યોગા કરવાથી આપણા શરીરની માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે અમે તમને જે યોગ વિશે જણાવવા જઈ રહ્યા છે તેનું નામ શીર્ષાસન છે.

શીર્ષાસન યોગ કરતી વખતે આપણા શરીરનો બધો ભાર માથા ઉપર આવી જતો હોય છે. આ યોગ કરવાથી આપણું બ્લડ નીચેની તરફ હોય તો તે નીચેથી ઉપરની તરફ આવવા લાગે છે. આપણા શરીરમાં લોહી નીચેની તરફ વધુ રહેતું હોય છે. જેના કારણે આપણા માથા માં જરૂરી લોહી પહોંચી શકતું નથી.

જેના કારણે ઉંમર પહેલાં જ વૃદ્ધત્વ ના ચિન્હો દેખાવા લાગે છે, વાળ ખરવા લાગે છે, વાળ સફેદ થવા લાગે છે, ચહેરા પરની ચમક ઓછી થઇ જાય છે, આંખોની દ્રષ્ટિ કમજોર થવા લાગે છે, યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે.આવી અનેક સમસ્યાઓ માથામાં લોહી ન પહોંચવાના કારણે થતી હોય છે.

જો તમે દરરોજ એકથી બે મિનિટ આ યોગ કરો તો, શરીરના દરેક અંગો માં સરળતાથી લોહી પહોંચે છે. તો ચાલો જાણીએ શીર્ષાસન યોગ કઈ રીતે કરવો અને યોગ કરવાથી થતા ફાયદા વિશે.

શીર્ષાસન યોગ કરવાની રીત 

અત્યારના સમયમાં નાની ઉંમરથી જ વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. કારણકે, આપણા વાળને પૂરતું લોહી મળતું નથી. જેના કારણે વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા, વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે. એના માટે તમે શીર્ષાસન એકથી બે મિનિટ કરી શકો તો વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

યાદ શક્તિ વધારવા માટે 

શીર્ષાસન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. વાંચેલું યાદ ન રહેતું હોય ને ભૂલી જવાની સમસ્યા થતી હોય તો, તમારા માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક બને છે. આ યોગ કરવાથી આપણા મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. જે યાદશક્તિ વધારે છે અને ભૂલી જવાની બીમારી દૂર થાય છે.

ચહેરાની ચમક વધે છે

ઘણા લોકોની ચહેરા પર વધુ પડતા ખીલ થતા હોય છે. તેમના માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક છે. આ યોગ રોજ કરવાથી ચહેરા પરથી ખીલને સમસ્યાથી પણ છુટકારો મળે છે. જેથી ચહેરો ચમકવા લાગે છે. આ ઉપરાંત ચહેરાને ચમકદાર અને મુલાયમ બનાવી રાખવા માટે શીર્ષાસન ખૂબ જ મદદરૂપ થાય છે.

પેટની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે

રોજ એકથી બે મિનિટ આ આસન કરવાથી આપણા પેટને લગતી બીમારી પણ દૂર થાય છે. આ યોગ કરવાથી આપણી પાચન ક્રિયામાં સુધારો થાય છે. ઉપરાંત પાચન તંત્ર મજબુત બને છે અને મજબૂત બનાવી રાખવા માટે આ યોગ ખુબ જ મહત્વનો સાબિત થાય છે. આપણા શરીરની દરેક માંસપેસીઓને જરૂરી લોહી મળી રહેવાથી આપણી માંસપેશીઓ મજબૂત થઈ જાય છે. શરીરને ઊર્જાવાન અને મજબૂત બનાવી રાખવા માટે આ યોગ ખુબ ઉપયોગી થશે.

હૃદયને સ્વસ્થ રાખે છે

શીર્ષાસન યોગ કરવાથી આપણા શરીરના દરેક અંગો માં સરળતાથી લોહીનું પરિભ્રમણ થાય છે. જેના કારણે લોહી જામી જવાની સમસ્યા થતી નથી. આ ઉપરાંત આપણા હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં પણ મદદરૂપ થાય છે. હૃદય ની દરેક નસોમાં સરળતાથી લોહી પહોંચવાને કારણે હાર્ટએટેક અને સ્ટ્રોક ના જોખમમાં ઘટાડો થાય છે.

આંખોનું તેજ વધે છે

આ યોગાસન રોજ કરવાથી આંખોના નંબર ક્યારેય આવતા નથી. જો તમને આંખોના નંબર હશે તો આ યોગ રોજ કરવાથી આંખોના નંબર દૂર થાય છે અને આંખોનું તેજ પણ વધે છે. વધતી ઉંમર સાથે થતી મોતિયાની સમસ્યા પણ થતી નથી.

ધ્યાનમાં રાખવાની બાબત

શીર્ષાસન કર્યા પછી બેસવું નહીં. જેટલો સમય તમે શીર્ષાસન યોગ કર્યો હોય એટલા જ સમય તમારે ઊભા રહેવાનું છે. જો તમે બ્લડપ્રેશરની સમસ્યા હોય તો, આ યોગ કરવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત કોઈપણ ઓપરેશન કર્યું હોય તો પણ આ યોગ કરવો જોઈએ નહીં. ગર્ભવતી મહિલાઓએ આ આસન ન કરવું. જો તમને ગરદનમાં તકલીફ હોય તો પણ આ યોગ કરવાથી દૂર રહેવું.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની શીર્ષાસન યોગ ની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment