પથરી ની દવા પથરી નીકળી જશે વગર ઓપરેશને કરો આ ઘરેલું ઉપચાર

પથરી ની દવા પથરીની સમસ્યા આજકાલના સમયમાં સામાન્ય બની ગઈ છે. પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા પરંતુ આજે દરેક બીજા વ્યક્તિને પથરીની બીમારી હોય છે. પથરી એક એવી બીમારી છે, જેમાં રોગીને અસહ્ય પીડા સહન કરવી પડે છે. પથરી દરેક ઉંમરના લોકોને થઈ શકે છે પરંતુ આ બીમારી મહિલાઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. આજે અમે તમને પથરીના ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું.

સરગવાનું શાક ખાવાથી કિડનીની પથરી તૂટીને બહાર નીકળી જાય છે. લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને કેટલાક દિવસ સુધી નિયમિત તેને પીવાથી પથરી ઓગળી જાય છે. બીજોરા અને લીંબુનો રસ સિંધવ મીઠા સાથે મિક્ષ કરીને દિવસમાં ચાર વખત પીવાથી પથરી તૂટીને બહાર નીકળી જાય છે. પાકેલા જાંબુ ખાવાથી પણ પથરી સમસ્યામાં રાહત મળે છે.

અંદાજે 100 ગ્રામ જવ અધકચરા ખાંડી લેવા. બે ગ્લાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યારબાદ ઠંડુ પડે ત્યારે એને ગાળીને પીવું જોઈએ. એને બાર્લિં વોટર કહે છે. આ બાર્લીવોટર સવાર-સાંજ તાજુ બનાવીને પીવાથી થોડા દિવસમાં મૂત્રમાર્ગની પથરી માં રાહત મળે છે. મૂત્રાવરોધ, મૂત્રદાહ અને મૂત્રમાં થતો રક્તસ્રાવ મટે છે. ઉલટી, ઝાડા, ગેસ જેવી સમસ્યાઓમાં ફાયદો મળે છે.

પથરી ની દવા

કોળાનો રસ, હિંગ અને જવખાર મિક્ષ કરીને પીવું જોઈએ. પથરી માટે આ ખૂબ જ ગુણકારી છે. એ સિવાય એક ચમચી અશ્વગંધા પાવડર, તાજી મોળી છાશ ને નિયમિત સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ ટાઈમ લેવું જોઈએ. એ સિવાય ચિભડાના બીજને પાણીમાં પીસીને ગાળીને પીવાથી પથરી ની સમસ્યામાં રાહત મળે છે. પથરીના દર્દીએ ટામેટાનું સેવન કરવું જોઇએ નહીં.

આમળાનું ચૂર્ણ મધ સાથે ખાવાથી મૂત્રાશયની પથરીમાં રાહત મળે છે. એક દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. કેરી ના પાનને છાંયડા માં સૂકવીને એકદમ ઝીણા વાટીને એનો પાઉડર બનાવીને 8 ગ્રામ માત્રામાં રોજ પાણી સાથે લેવો જોઈએ. એનાથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે. મૂળાના 40 ગ્રામ બીજ 250 મિ.લી. પાણીમાં ઉકાળીને પાણી અડધું રહે ત્યારે પીવું જોઈએ.

નાના અને મોટા બંને ગિખરું, પાષાણભેદ, સાગનાબીજ કાકડી ના બીજ, સાટોડીના મૂળ, ભોંય રીંગણી ના મૂળ અને ગળો દરેકને સો ગ્રામ અધકચરા ખાંડી ને તેનો બે ચમચી ભુક્કો, બે ગ્લાસ પાણી નાખીને એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર પછી એને ઠંડુ કરીને ગાળીને પીવું જોઈએ. એનાથી મૂત્રમાર્ગની પથરી તેમજ મૂત્ર માર્ગના અન્ય રોગો પણ મટે છે.

વેંગણ નું શાક ખાવાથી એવી પેશાબ છૂટ થી આવે છે. એથી નાની પથરી ઓગળી જાય છે. જાંબુડા ની અંદર ની છાલ અને તેના ઠળિયાનું ચૂર્ણ 5 ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ સવારે નરણા કોઠે દસ થી બાર કાજુ ચાવીને ખાવાથી પથરી મટે છે. મુળાના પાનના રસમાં પોટેશિયમ નાઇટ્રેટ નાખીને પીવાથી પથરી મટે છે.

પાલખનાં પાનનો રસ અથવા કવાથ લેવાથી પથરી ઓગળી જાય છે અને મૂત્રવૃદ્ધિ થઈને પથરીના કણ બહાર નીકળી જાય છે. હળદર અને જુના ગોળ માં છાશ મિક્સ કરીને પીવાથી પથરીની સમસ્યા રાહત મળે છે. લીમડાની છાલનો ઉકાળો દિવસમાં ત્રણ વખત નિયમિત પીવાથી કિડની પથરીનું દુખાવો ઓછો થાય છે. નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રોજ સવારે પીવાથી પથરી નીકળી જાય છે.

સરગવો, કાકડી, ગોખરું અને ચીભડાના બીજ સો ગ્રામ તથા ભોયરીંગણી, જવ, સાટોડી, શેરડીના મૂળ અને ધરોના મૂળ 50 – 50 ગ્રામ એકસાથે ખાંડીને સવારે અને રાત્રે ચાર કપ પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળીને લેવું જોઈએ. આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ પીવું જોઈએ. આ ઉકાળો દરરોજ નિયમિત ત્રણથી-ચાર મહિના પીવાથી પથરી ધીમે ધીમે ઓગળીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે, અને બીજા ઘણા બધા રોગોમાં પણ આ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે.
ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આ રસનું સેવન વધુ ન કરવું.

કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મળે છે. કળથીનો બીજો ઉપાય છે જેમાં કળથી 50 ગ્રામ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લેવું. દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપવું. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી પથરી ની દવા તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “પથરી ની દવા પથરી નીકળી જશે વગર ઓપરેશને કરો આ ઘરેલું ઉપચાર”

Leave a Comment