આ પાન આયુર્વેદની જડીબુટ્ટી સમાન છે જાણો

નાગરવેલના પાન ના ફાયદા

સામાન્ય દેખાતા આ પાનને ભારતનો દેશી માઉથ ફ્રેશનર કહેવામાં આવે છે. આપણે ત્યાં ભોજન કર્યા બાદ ખૂબ જ ચાવ થી આ પાનને લોકો ચાવી ચાવીને ખાય છે. ખરેખર તો પાનમાં અમુક એવા ગુણ રહેલા છે જેને ખાવાથી પહેલા તો મોં સાફ થાય છે, શ્વાસની દુર્ગંધ દૂર થાય છે, તે ભોજન પચાવવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે, પરંતુ આજે અમે પાનનું સેવન કરવા વિશે નહીં, પરંતુ તેનું શરબત બનાવીને તેનું સેવન કરવાની વાત કરી રહ્યા છે.

પાનનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. એમ કહી શકાય કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટો ખજાનો છે. જ્યારે તે પાચન ઉત્સેચક ના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. ત્યારે તે શરીરમાં ઉત્પન્ન થતા પિત્ત ને શાંત કરવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત તેમાં વિટામિન સી હોવાથી સંક્રમણ થી થતી બીમારી સામે પણ રક્ષણ મળે છે. એ સિવાય ખાલી પેટે પાનનું શરબત પીવાથી તેના કંઈક અલગ જ ફાયદા મળે છે. તો ચાલો એ ફાયદા વિશે જાણીએ.

નાગરવેલના પાન ના ફાયદા

હાથ પગની બળતરા દૂર થાય છે :

જ્યારે ગરમી અથવા પિત્ત આપણા શરીરમાં વધી જાય ત્યારે હાથ અને પગમાં બળતરા થવા લાગે છે. ત્યારે પાનનું શરબતનું સેવન કરવું જોઈએ. પાનના શરબતમાં વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. જે પેટને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. તે શરીરને રેડીકલ્સ અને ઝેરી પદાર્થોમાંથી પણ છુટકારો અપાવે છે. ઉપરાંત પેટના પીએચ લેવલની બેલેન્સમાં રાખે છે. તેના માટે પાનને રાત્રે પાણીમાં પલાળીને સવારે પીસીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. પાનના શરબતમાં તમે વરીયાળી ઉમેરી શકો છો, એ સિવાય નારીયેળ, ગુલકંદ, ઇલાયચી અને ઠંડા દૂધનો ઉપયોગ કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધે છે :

પાનનું શરબત રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તે એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણવાથી ભરપૂર છે. નાગરવેલના પાનમાં અદભુત એન્ટીસેપ્ટિક ગુણ રહેલા હોય છે. કારણ કે તે પોલિફેનોલ્સ થી ભરપૂર હોય છે. જે આપણને અલગ અલગ ઋતુઓ સમયે થતી બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે. ત્યાં સુધી કે વજાઈના ઇન્ફેક્શનમાં પણ તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. વજાઈનલના પીએચને બેલેન્સ કરવામાં મદદ કરે છે.

મેટાબોલિઝમ વધારે છે :

સવારે ખાલી પેટે પાનનું શરબત પીવાથી તે શરીરમાં આંતરડામાં જઈને તેમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે. તેની સાથે જ મેટાબોલિઝમને વધારે છે અને આંતરડાની ગતિ પણ વધારે છે. જેનાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. આયુર્વેદમાં મોટા પ્રમાણમાં કબજિયાતથી રાહત મેળવવા માટે પાન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેની માટે નાગરવેલના પાનને મસળીને રાત્રે પાણીમાં પલાળી દેવું. ત્યારબાદ સવારે તેને પીસીને છાશમાં સંચળ, મીઠું ઉમેરીને તેનું સેવન કરવું. આ રીતે સરળતાથી પેટ સાફ થઈ જાય છે.

મોંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

પાન એન્ટી બેકટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. જે પ્રભાવિ રૂપે મોઢામાં રહેતા બધા જીવાણુઓનો સામનો કરીને દાંતને સ્વસ્થ રાખે છે. તે સિવાય જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેમના માટે પાન ખૂબ જ ફાયદાકારક બને છે. તે આંતરડાને પણ સ્વચ્છ રાખે છે. શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. સાથે દાંતના દુખાવા પેઢાના દુખાવા અને સોજા દૂર કરે છે અને મોઢાના સંક્રમણ થી પણ બચાવે છે.

સાંધાના દુખાવામાં ફાયદાકારક :

નાગરવેલના પાનમાં એન્ટી ઇન્ફેમેંટ્રી ગુણ જોવા મળે છે. જે સાંધાના દુખાવામાં ઘણી રાહત અપાવે છે. ગરમ દૂધ થી બનેલ પાન નું શરબત પીવાથી સાંધા મજબૂત બને છે. તે ઉપરાંત પાનના શરબતને પીવાથી હાડકા તૂટી ગયા હોય તો તીવ્રતા થી ઉપચારમાં મદદ મળે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ :

પાનનો ઉપયોગ કરવાથી શરીરની ચરબી ઘટે છે. ચયાપચયને પણ વધારે છે. તે સાથે પેટની સાફ રાખે છે. ઉપરાંત ચરબી જમા થતા રોકે છે, માટે જે લોકોને વજન ઓછું કરવું છે, તેમના માટે પાનનું શરબત ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, કબજિયાતને દૂર કરવા માટે મદદરૂપ બને છે. જેના કારણે વજન ઘટાડતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક ડ્રિન્ક છે.

એસીડીટી થી છુટકારો અપાવે છે :

જો અપચો કે એસીડીટી થઈ ગઈ હોય તો પાનનું શરબત પીવું જોઈએ. એનાથી રાહત મળે છે. પાનમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ રહેલો છે. જે જી.આર.ડી. ના લક્ષણને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને તીવ્રતાથી ભોજનને પચાવે છે. સાથે જે લોકોને ઉબકાની સમસ્યા હોય તેમના માટે પણ પાનનું શરબત ખૂબ જ ફાયદાકારક છે.

ગેસ અને અલ્સરમાં ફાયદાકારક :

પાનમાં રહેલા ફાઈટો કેમિકલ્સ અને એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી અલ્સર ગુણ રહેલા છે. પેટનું અલ્સર થાય ત્યારે પેટમાં ખૂબ નુકસાન થઈ શકે છે. ગેસ્ટ્રીક થી લાડનું ઉત્પાદન ઓછું થઈ શકે છે અને ઘણા બધા ઓક્સિડેટીવ તણાવ ઉભા થાય શકે છે. જ્યારે તમે પાનના શરબતનું નિયમિત સેવન કરો છો, ત્યારે અલ્સર સારું થઈ જાય છે. ગેસ્ટ્રીક લાળ ની માત્રા વધી જાય છે. ઓક્સિડન્ટના કારણે ઓક્સિડેટીવ તણાવ ઓછા થાય છે. એ સિવાય આ શરબત પેટ ના પડે ને શાંત કરે છે અને એસિડના વધારાને રોકે છે. અલ્સર જ્યારે ઠીક થઈ જાય, ત્યારબાદ તેનું સેવન થી પેટ સંબંધિત ઘણી બધી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.

અમને આશા છે આજની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે

Leave a Comment