હાડકા ની સમસ્યા, કબજિયાત, સહિત દુઃખાવા માટે કરો આ વસ્તુ નો ઉપયોગ

જો કોઈ પણ વાનગીમાં મીઠુ ના હોય તો વાનગીનો સ્વાદ ફીક્કો થઈ જાય છે. ગમે એટલા મરી-મસાલા નાખ્યા હોય પરંતુ મીઠા વગર એનો સ્વાદ આવતો નથી. પરંતુ જો મીઠાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ એના વિકલ્પ માં સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો એ લાભકારી બને છે. આયુર્વેદ પ્રમાણે સિંધવ મીઠાનું સેવન શરીર માટે ફાયદાકારક છે. માટે જ મીઠાને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. માટે આજે અમે સિંધવ મીઠું ના ફાયદા વિશે જણાવીશું.

સિંધવ મીઠું શું છે ?

સિંધવ મીઠું મીઠું કોઈ પ્રકાર નથી. પરંતુ, નેચરલ મિનરલ છે. જે મેગ્નેશિયમ અને સલ્ફર નું મિશ્રણ છે. તે Epsom salt ના નામે ઓળખાય છે. આ એક પ્રકારનું પ્રાણી છે જે પાણીમાં નાખતાની સાથે જ ઓગળી જાય છે.

સિંધવ મીઠું ના ફાયદા

સિંધવ મીઠું ના ફાયદા 

કબજિયાત 

સિંધવ મીઠામાં આશરે 65 પ્રકારના ખનીજ રહેલા છે. જે ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ આપે છે. બીજી મહત્વની વાત એ છે કે સિંધવ મીઠું પચવામાં ખુબ સરળ  હોય છે. કારણ કે આ મીઠું આપણા શરીરમાં પાચક રસો નિર્માણ કરે છે. માટે તે કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.

જો માનસિક તણાવ રહેતો હોય તો સિંધાલૂણ નું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. કારણકે સિંધાલુણ એ સેરોટોનિન અને મેલાટોનિનના સ્તરને જાળવી રાખે છે. જે તણાવ સામે લડવામાં મદદરૂપ થાય છે.

હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ માટે ફાયદા કારક 

સિંધાલૂણ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે. જેના કારણે હાર્ટએટેક આવવાની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે પણ સિંધાલૂણ ખૂબ જ ફાયદાકારક છે.

હાડકા માટે 

માંસપેશીઓના દુઃખાવા માં અને હાડકા સાથે જોડાયેલી કોઇ પણ સમસ્યામાં સિંધાલૂણ સેવન કરવામાં આવે તો આ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

પથરી માટે ઉપાય 

પથરીની સમસ્યામાં સિંધાલૂણ સાથે લીંબુ અને પાણી મિક્સ કરીને પીવામાં આવે તો થોડા જ દિવસોમાં પથરી નીકળી જાય છે. આ ઉપરાંત સાઇનસ સમસ્યામાં પણ સિંધાલૂણ ખૂબ જ ફાયદાકારક છે.

 ડાયાબિટીસ ના ઉપચાર

ડાયાબિટીસ, અસ્થમા, આર્થરાઇટિસ જેવી સમસ્યાઓમાં સિંધાલૂણ સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે. તે શરીરમાં સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસ

અનિદ્રા, પાચનતંત્ર માટે ફાયદાકારક

જેને અનિદ્રાની સમસ્યા રહેતી હોય એમણે સિંધવ મીઠાનું સેવન કરવું જોઈએ. અનિદ્રા માટે સિંધવ-મીઠું અસરકારક સાબિત થાય છે. ઉપરાંત અને ત્વચાની સમસ્યામાં પણ મીઠું ઉપયોગી છે. મોટા પાણી ઓછું કરવા માટે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. જો રોજ સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં સિંધવ-મીઠું નાખીને પીવાથી મેટાબોલીઝમ બુસ્ટ થાય છે. સાથે જ પાચનતંત્ર પણ સુધરે છે.

આ ઉપરાંત પણ સિંધવ મીઠું ના બીજા અનેક ઉપાય છે. જે નીચે મુજબ છે.

સિંધવ મીઠું ના ફાયદા  singhav mithu na fayda 

સિંધવ મીઠું એક ઔષધ કે દવાની જેમ કાર્ય કરે છે. એનાથી પાચનતંત્ર સુધરે છે પરંતુ ગૅસ અને કબજિયાતમાં પણ છુટકારો મળે છે. જો સિંધવ-મીઠું નિયમિત રીતે ખાવામાં આવે તો શરીરની ખોવાયેલ ઇલેક્ટ્રોલાઇટ્સ ફરીથી  ભરાય છે. ઉપરાંત પીએચ સ્તરને નિયંત્રણમાં રાખે છે. રક્ત પરિભ્રમણની ઉત્તેજિત કરે છે શરીરમાં રહેલી ગંદકીને પણ દૂર કરે છે. શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે.

સાંધાના દુખાવાની દવા

– કોઈપણ કીડાઓ કરડવામાં અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. સિંધવ મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પીવામાં આવે તો પેટના કેળા દૂર થાય છે અને ઊલટીમાં પણ રાહત મળે છે.

– સિંધવ મીઠામાંથી બનાવેલ નમકીન અને ઝરણાનું પાણી સંધિવા અને પથરીના રોગોમાં ફાયદાકારક બને છે. જોવા નંબર ખેંચાણ આવતી હોય તો પણ સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક નીવડે છે. એના માટે એક ગ્લાસ પાણીમાં સિંધવ મીઠું મિક્ષ કરીને મિક્સ કરીને પીવું જોઈએ.

– સાઇનસ અને શ્વાસની તકલીફથી પીડિત લોકોએ દરરોજ સિંધવ મીઠા નું સેવન કરવું જોઈએ. સિંધવ મીઠાથી કોગળા કરવાથી ગળામાં સોજો, પીડા, સુકા ઉધરસ, ખાંસી અને કાકડામાંથી રાહત મળે છે. જે લોકો બ્રોન્કાઇટિસ, અસ્થમા અથવા શ્વસન સંબંધી સમસ્યાઓથી પીડિત છે, તેઓ સિંધવ મીઠાની વરાળ લઈ શકે છે.

– સિંધવ મીઠું આવશ્યક ખનિજ પ્રદાન કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. આ ઉપરાંત, તે એક હદ સુધી સંચાર, શ્વસન અને નર્વસ સિસ્ટમમાં સુધારો કરે છે.

– સિંધવ મીઠું હાડકાં અને માંશપેશીઓને મજબૂત બનાવે છે.

– સુંદરતા વધારવા માટે પણ સિંધવ મીઠાનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરવાથી તમારું શરીર મૃત ત્વચાથી છૂટકારો મેળવે છે.

– તમે તમારા શરીરને પોષણ આપવા માટે પણ સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો.

– ચહેરો સાફ કરવા ઉપરાંત સિંધવ મીઠું તમારી ત્વચાની પેશીઓને મજબૂત બનાવે છે અને તમને યુવાન બતાવવામાં મદદ કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજની માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment