રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી તો અજમાવી જુવો આ કારગર ઉપચાર

વર્ક ફ્રોમ હોમઆ એક એવો શબ્દ છે જેના લીધે આજે ઘણા લોકોને ઘરેથી કામ કરવાની આઝાદી મળી ગઈ છે પણ ઘણા લોકો માટે તો આ માથાનો દુખાવો બની રહ્યો છે. ઘરેથી કામ કરવાને લીધે કામ કરવાનો કોઈપણ સમય નક્કી નથી જયારે પણ વ્યક્તિ મન ફાવે ત્યારે અને મનગમતું કામ કરતો હોય છે. આખો દિવસ કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય કે પછી કામમાં ધ્યાન ના લાગતું હોય ત્યારે વ્યક્તિ દિવસે કામ કરતો નથી અને પછી તેને એ તેનું કામ રાત દરમિયાન કરીને આપવું પડતું હોય છે. 

હવે અડધી રાત સુધી કામ કર્યા પછી જયારે વ્યક્તિ 3 વાગે ઊંઘવા જશે ત્યારે સામાન્ય વાત છે કે તેને ઊંઘ આવશે નહિ. રાત્રે ના ઉંઘવાને કારણે દિવસ દરમિયાન વ્યક્તિ ઈચ્છા હોવા છતાં પણ કામ કરી શકતો નથી અને તેને ફરીથી રાત્રે પોતાનું કામ પૂરું કરવું પડે છે અને આવી જ રીતે આ આખું ચક્કર ચાલ્યા જ કરે છે. ધીરે ધીરે વ્યક્તિ અનિંદ્રાની બીમારીથી ઘેરાઈ વળે છે અને તેને ખબર પણ નથી રહેતી કે ત્યારે આ બીમારીથી ઘેરાઈ ગયો.

પછી જયારે આ સમસ્યા વધુ વક છે ત્યારે વ્યક્તિ દવાખાનાઓના ચક્કર લગાવવા માંડે છે. આ બીમારી વિષે જયારે વ્યક્તિને ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. પણ આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં દરેક ઈલાજ છે એવી કોઈ જ બીમારી કે સમસ્યા નથી જેનો ઉપાય આયુર્વેદ પાસે ના હોય. એવી જ આ બીમારી અનિંદ્રાનો બહુ સરળ ઉપાય આયુર્વેદમાં જણાવ્યો છે.

અહીંયા એક વાત તમારે ખાસ જાણી લેવી જોઈએ કે જો તમને એવું લાગતું હોય કે અનિંદ્રાની બીમારી એ તમને પરેશાન નથી કરી રહી તો તમારે સમજી લેવું જોઈએ કે અનિંદ્રાને કારણે બીજી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેમાં કબજિયાત, સતત માથાનો દુખાવો અને પુરુષોને તો તેના લીધે કેટલીક ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. આવો હવે તમને જણાવી દઈએ કે અનિંદ્રાને દૂર કરવા માટેના અકસીર અને સરળ  ઉપાય.

અનિંદ્રામાં સૌથી પહેલો સરળ ઉપાય છે એ ફુદીનો: આજે અમે તમને ફુદીનાની એક અનોખી ચા બનાવતા શીખવાડી શું કે જેનાથી તમને આરામની ઊંઘ આવશે અને સાથે સાથે ફુદીનાથી તો બીજા ઘણા ફાયદા થાય છે એ પણ મળશે. આવો તમને શીખવાડીએ ફુદીનાની ચા બનાવવા માટેની સરળ રીત.

સૌથી પહેલા જાણી લઈએ તેની સામગ્રીઓ 

-દોઢ કે બે કપ પાણી 

-10 થી 15 ફુદીનાના પાન 

-કાળું મીઠું 

-મરીયા પાવડર 

હવે જાણી લઈએ આ ચા બનાવવા માટેની સૌથી સરળ અને પરફેક્ટ રીત 

સૌથી પહેલા એક પહોળા મોઢાના વાસણમાં પાણી ગરમ કરવા મુકો.

હવે ઉકળતા પાણીમાં ઉપર જણાવેલ બધી સામગ્રી ઉમેરી દો. થોડીવાર આ બધું બરાબર ઉકાળી લો. જો તમને ફુદીનાની ફ્લેવર વધુ પસંદ છે તો ફુદીનાના પાનને થોડા થોડા તોડીને પણ ઉમેરી શકો. 

હવે મિશ્રણને થોડું ઠંડુ થવા દો. હવે એ ચા પી શકાય એવી હૂંફાળી ગરમ હોય ત્યારે તેન ગાળી લો અને પછી એ તૈયાર થયેલ ચાને પી લો.

ફુદીનાની આ ચા તમને એનર્જી આપશે અને તમે ઈચ્છો ત્યારે દિવસમાં ગમે ત્યારે આ ચા પી શકો છો અને જો તમે આ ચાનો પૂરો ફાયદો લેવા માંગો છો તો તમારે આ ચા રાત્રે સુવાના સમય પહેલા પીવી જોઈએ. આ ચા પીવાથી તમને ફાયદો જરૂર થશે પણ આની સાથે સાથે એકવાત પણ ખાસ ધ્યાન રાખજો. 

તમારું જે રોજીંદુ કામ હોય છે  દિવસ દરમિયાન પૂરું કરવા માટે પ્રયત્ન કરો. એક દિવસનું કામ જો એક સમયે ઓછું થાય તો એ કરો અથવા એવીરીતે સમય ગોઠવો કે તમે સેમ ડે થોડું કામ વધુ કરીને એક્સ્ટ્રા કામ કરી શકો. આમ એકદિવસ વધુ કામ કરી લેવાથી તમે બીજા દિવસે વધુ સારી રીતે કામ કરી શકશો અને તમારું દરેક કામ સમયસર પૂરું થશે.

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment