ગેસના બર્નરને ગેસ ધીમો ચાલતો હોય તો કરી લો આ ઉપાય ગૃહિણીઓ જરૂર વાંચે

ગેસના બર્નરને ગેસ ધીમો ચાલતો હોય તો ?

રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એટલે જ એના પર ગંદગી પણ વધુ જામતી હોય છે. એવામાં ગેસ સ્ટવની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર ગેસ સ્ટવ એટલો બધો ગંદો થઈ જાય છે કે તેની ઉપર પડેલો ખોરાક બળી જાય છે. અને આ રીતે ગંદો થયેલો ગેસ સ્ટવ સાફ કરવાનું કામ કઈ સહેલું નથી. આ બળી ગયેલા ગેસ સ્ટવ અને એના બર્નરને સાફ કરવાનું કામ મહેનત માંગી લે તેવું છે.

ઘણીવાર ગેસ સ્ટવ પર ઝીણો ઝીણો કચરો જમા થતો જાય છે અને જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ ત્યારે તે સળગી જાય છે અને ગેસ પર વધુ સખત રીતે ચોંટી જાય છે. આ પરિસ્થિતિના કારણે ઘણી તકલીફ પડે છે જેમ કે ગેસ સ્ટવ ધીમો થઈ જાય, ઘણીવાર ગેસ સ્ટવ ચાલુ હોય ને વચ્ચે જ બંધ થઈ જાય છે. જો તમારા રસોડામાં રહેલા ગેસ સ્ટવ સાથે પણ આવું જ થતું હોય તો આજે અમે તમને આ બળી ગયેલા ગેસ સ્ટવને ફટકડીની મદદથી કઈ રીતે સાફ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે એ માટે તમારે શુ કરવાનું છે.

કોલ્ડ ડ્રિન્ક અને ફટકડી

તમને જાણીને નવાઈ લાગી હશે પણ આ એકદમ સાચું છે. સ્ટવ પર જમા થયેલી કલાશને કોલ્ડ ડ્રિન્ક અને ફટકડીની મદદથી દૂર કરી શકાય છે. આમ તો તમે આ ટિપ્સ વિશે સાંભળ્યું જ હશે, અને એને ઉપયોગ કરવાની જુદી જુદી રીતો વિશે પણ જાણતા જ હશો પણ આજે અમે તમને એનો ઉપયોગ કરવાની સૌથી સરળ રીતે જણાવીશુ.

ગેસ સ્ટવને એકદમ ચોખ્ખો કરવા માટે પહેલા એક વાટકી લો અને એમાં અડધી વાટકી કોલ્ડડ્રિન્ક ઉમેરો અને એ પછી આ કોલ્ડ ડ્રિન્કમાં બે ચમચી ફટકડીનો પાઉડર મિક્સ કરી લો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને એ બાદ આ મિશ્રણને ગેસ સ્ટવની બોડી પર અને બર્નર પર લગાવી દો અને એ પછી એને 15 મિનિટ સુધી રહેવા દો.

ગેસ સ્ટવના ગંદા થઈ ગયેલા બર્નરને હવે કોલ્ડ ડ્રિંકના પીણાના મિશ્રણમાં મૂકો અને એ બાદ એને બ્રશથી સારી રીતે સાફ કરી લો. આ ઉપાય કરવાથી તમારા ગેસ સ્ટવની બધી જ કાળાશ દૂર થઈ જશે અને તમારો ગેસ એકદમ ચોખ્ખો અને ચમકતો થઈ જશે.

ફટકડીનું પાણી કરશે કામ 

જો તમે ગેસ સાફ કરવામાં વધુ મહેનત નથી કરવા માંગતા તો તમારા માટે અન્ય એક સરળ રીત પણ છે . આ માટે ગરમ પાણીમાં ફટકડી નાખી દેવાની છે અને એ બાદ ફટકડીના આ પાણીનો ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે તમે ગેસ સ્ટવ પર પડી ગયેલા બળવાના નિશાન પણ ફટકડીથી દૂર કરી શકો છો.Ezoic

આ માટે તમારે ફટકડીના એક બ્લોકને ગરમ પાણીમાં થોડીવાર માટે બોળી રાખવાનો છે અને એ પછી એ પાણીમાંથી ફટકડીના ટુકડાને બહાર કાઢી લો. ત્યાર બાદ આ પાણીથી ગેસ સ્ટવ અને ગેસ સ્ટવની બોળીને સાફ કરો. જો તમારો ગેસ વધુ પડતો જ ગંદો થઈ ગયો હોય તો તમે મીઠું, ફટકડીનો પાઉડર અને ખાવાના સોડાનો ઉપયોગ કરીને પણ એને સાફ કરી શકો છો.

ફટકડી અને લીંબુનો રસ

ગેસના સ્ટવને બળી ગયેલા ભાગને સાફ કરવા માટે ફટકડી સાથે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો કારણ કે સફાઈ માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક બની રહે છે, જે થોડીક જ વારમાં ગેસ સ્ટવજી બધી જ ગંદકીને સાફ કરી નાખશે અને તમારે બહુ મહેનત પણ નહીં કરવી પડે.

ફટકડી અને લીંબુના રસને ગેસ સ્ટવ પર ઉપયોગ કરવાં માટે તમારે ફટકડી અને લીંબુના રસનું જાડું સોલ્યુશન બનાવી લેવાનું છે. હવે આ સોલ્યુશનને ગેસના સ્ટવ પર લગાવી લો અને એને 20 મિનિટ સુધી એમ ને એમ રહેવા દો. એ બાદ લીંબુની છાલની મદદથી તમે ગેસ સ્ટવ ઘસો અને એ બાદ ગેસ સ્ટવને પાણીથી ધોઈ લો.

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ગેસના સ્ટવને સાફ કર્યા પછી તરત જ એનો ઉપયોગ ના કરશો. ગેસ સ્ટવને સાફ કર્યા બાદ એને થોડી વાર સૂકાવા દો તો હવે તમે પણ ફટકડીની મદદથી તમારા ગેસને ચકચકિત ચોક્ક્સથી કરી લેજો અને મિત્રો જો તમને અમે જણાવેલી ટિપ્સ પસંદ આવી હોય તો અમને ચોક્કસથી જણાવજો.

ઘરે વોશિંગ મશીન સાફ કરવા માટે’

તમને ખ્યાલ નહિ હોય પણ ઘણી વખત વોશિંગ મશીનની સફાઈ ન કરવાને કારણે તેમાં દુર્ગંધ આવવા લાગે છે અને આ સાથે જ કીટાણુ, બેક્ટેરિયા જમા થાય છે. હવે તમને એમ થશે કે આ વોશિંગ મશીન સાફ કઈ રીતે કરવું. તો વોશિંગ મશીન સાફ કરવાની ઘણી બધી રીતો છે, પરંતુ આજે અમે તમને જે રીત જણાવવા જઈ રહ્યા છે એ ખૂબ જ સરળ રીત છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ રીતની મદદથી તમને એકપણ રૂપિયો ખર્ચ્યા વગર તમારા વોશિંગ મશીનને એકદમ સરળતાથી સાફ કરી શકશો

કેવી રીતે સાફ કરવું વોશિંગ મશીન

સૌથી પહેલા વોશિંગ મશીન ચાલુ કરો અને તમારા વોશિંગ મશીનને ગરમ પાણીથી ભરી દો. હવે તમારે વોશર ચલાવવાનું છે અને એ વોશરમાં સફેદ વિનેગર માપીને નાખવાનું છે.આ માટે તમારે લગભગ 1 કપ જેટલું વિનેગર ઉમેરવું પડશે. જો તમે વોશિંગ મશીનની વધુ સારી સફાઈ કરવા માંગતા હોય તો ગરમ પાણીમાં એક કપ ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો

હવે વોશિંગ મશીનને 5 મિનિટ સુધી ચાલુ રાખીને પછી બંધ કરો. એ બાદ વૉશિંગ મશીનને એકાદ કલાક માટે બંધ જ રાખો, જેથી વિનેગર અને ખાવાનો સોડા તમારા વૉશિંગ મશીનમાંથી ગંધ, જંતુઓ, બેક્ટેરિયાને દૂર કરી શકે. એટલું જ નહીં વિનેગર અને ખાવાનો સોડા મશીનની અંદર જામેલી ગંદકી પણ દૂર કરી દેશે

આ તો થઈ મશીનને અંદરથી સાફ કરવાની વાતો પણ ધ્યાન રાખો કે મશીનને બહારથી સાફ કરવું પણ એટલું જ અગત્યનું છે. આ માટે તમને બજારમાં ઘણા ક્લીનર મળી રહશે. આ ક્લીનરનો ઉપયોગ કરીને વોશિંગ મશીનને બહારથી સાફ કરી લો. સૌ પ્રથમ વૉશિંગ મશીનના ગંદા ભાગો પર ક્લીનર સ્પ્રે કરો.હવે એક ચોખ્ખું કપડું લઈને ગંદા ભાગ પર ઘસીને સાફ કરી લો. તો આ રીત અપનાવ્યા બાદ થોડી જ મિનિટોમાં તમારું વોશિંગ મશીન એકદમ નવુ હોય એવું લાગવા લાગશે. હવે તમારું વોશિંગ મશીન અંદર અને બહાર બંને તરફથી એકદમ ચોખ્ખું થઈ ગયું છે

વોશિંગ મશીનને અંદર અને બહારથી સાફ કરી લીધા બાદ હવે છેલ્લે વોશિંગ મશીનમાં ભરેલું પાણી કાઢી નાંખો. તમારે આ રીતે દર ત્રણ મહિને વોશિંગ મશીનને સાફ કરતા રહેવુ જોઈએ, આમ કરવાથી તમારું વોશિંગ મશીન હંમેશા સાફ જ રહેશે. અને હજી જાણે હમણાં જ લાવ્યા હોય એવું નવું જ લાગશે.

જયા પાર્વતી ગોરી વ્રતની બહેનો માટે ફરાળી નાસ્તો

જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને અષાઢ વદ ત્રીજ સુધી પાંચ દિવસ ચાલે છે. કુંવારીકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. એક સમયે શ્રીમંત શેઠ ની પુત્રી લીલાવતી હતી. તે અત્યંત સુંદર હતી પણ તેને કોઈ વર નહોતો મળતો. એક દિવસ તેના પિતાએ તેને જયા પાર્વતી વ્રત રાખવાનો સલાહ આપી. લીલાવતીએ પાંચ વર્ષ સુધી આ વ્રત આદરપૂર્વક રાખ્યું.

ઉપવાસ માટે રબડી બનાવવાની રીત- વ્રતની બહેનો માટે

જરૂરી સામગ્રી

  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • પીસેલા મખાના 3-4 ચમચી
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • કેસર ના તાંતણા 8-10
  • ફૂલ ક્રીમ દૂધ 500 ગ્રામ
  • ખાંડ 4 -5 ચમચી
  • પનીર ¾ કપ
બનાવવાની રીત

સૌપ્રથમ ગેસ પર ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મુકો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા એલચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી દૂધ ને ફરી પાંચ મિનિટ ઉકાળી લ્યો.ખાંડ ની જગ્યાએ  ખજૂર, અંજીર, ખડી સાકર પણ વાપરી શકો છો.

દૂધ ઊકળવા લાગે એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી લ્યો ને બીજી દસ મિનિટ સુંધી ધીમા તાપે ઉકાળી લ્યો . દસ મિનિટ પછી એમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, અધ કચરા પીસેલા મખાના નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો.બરોબર ચડાવી લ્યો ને કિનારી પર લાગેલ દૂધ ને તવિથા થી ઉખાડી દૂધ માં નાખતા જાઓ આમ દૂધ ને થોડું ઘટ્ટ કરી લ્યો. તો તૈયાર છે રબડી જેને તમે ગરમ ગરમ અથવા ફ્રીઝ માં ઠંડી કરી મજા લઇ શકો છો. આ રબડી ને તમે ફરાળ માં અથવા એકટાણા માં રોટલી ને બટાકા ની સૂકી ભાજી સાથે મીઠા મોરા અલોણાં માં ખાઈ શકો છો. તો તૈયાર છે વ્રત વાળી રબડી.

રોટલી ફૂલેલી અને સોફ્ટ બનાવવા માટે 

 રોટલી આપણા આહાર નો મુખ્ય ભાગ છે.  રોટી વગરનું ભોજન અધૂરું છે. આપણે હંમેશા મમ્મીના હાથે નરમ અને ફૂલેલી રોટલી બનતા જોઈ છે. તેથી આપણે ઇચ્છતા હોઈએ છીએ કે, આ પોતાના પરિવારને પણ નરમ ફૂલેલી રોટલી ખવડાવીએ. પરંતુ આપણને એવી ફરિયાદ રહે છે કે, ગમે એટલો સરસ લોટ બાંધીએ છતાં પણ રોટલી નરમ થતી નથી. તેનું મુખ્ય કારણ કેટલાક લોકો સમજી શકતાં નથી, કે લોટ બાંધતી વખતે કેટલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, અને જો રોટલી નરમ નહીં બને તો, તમને ખાવાની મજા પણ આવતી નથી. તો ચાલો જાણીએ કે, રોટલી નરમ બનાવવા માટે કઈ રીતે લોટ બાંધવો જોઇએ. જેથી તમારી રોટલી નરમ અને ફૂલેલી બને.

રોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે. તેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખવાથી રોટલી મુલાયમ અને સોફ્ટ બને છે.

હૂંફાળા પાણીથી લોટ બાંધવો 

જ્યારે પણ તમે રોટલી બનાવવા જઇ રહ્યા હોય ત્યારે રોટલીનો લોટ બાંધતી વખતે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રોટલી એકદમ મુલાયમ બને છે. એક વાસણમાં લોટ લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી દેવું, અને  લોટ સારી રીતે મિક્સ કરવો. ત્યારબાદ આ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો. આ રીતે લોટ બાંધવાથી લોટ સરસ રીતે ભૂલી જશે અને તમારી  રોટલી ફૂલેલી અને મુલાયમ બનશે.

લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરવો 

રોટલી નો લોટ બાંધવા માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક વાસણમાં લોટ લઈને તેમાં થોડા થોડા પ્રમાણમાં દૂધ મિક્સ કરીને સરસ રીતે લોટ બાંધવો. આ લોટ બાંધતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, લોટ વધારે ઢીલો થઇ જાય નહીં. દૂધથી લોટ બાંધતી વખતે તમે જોઇ શકશો કે લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને તેનાથી રોટલી પણ એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

મીઠુ નાખીને લોટ બાંધવો 

કેટલાક લોકોની ફરિયાદ રહે છે કે, બનાવેલી રોટલી માં સ્વાદ નથી આવતો. જો તમારી સાથે પણ આવી જ સમસ્યા થતી હોય તો, તમે લોટ બાંધતી વખતે તમારા અંદાજ પ્રમાણે મીઠું મિક્સ કરી શકો છો. તેના માટે તમારે લોટમાં સૌથી પહેલા થોડુંક મીઠું નાખવાનું છે. જેટલું નમકીન તમને પસંદ હોય તે પ્રમાણે મીઠું ઉમેરવું. ત્યારબાદ લોટને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવો, અને પાણીથી લોટ ને સરસ રીતે બાંધવો. આ પ્રમાણે બાંધેલા લોટની રોટલી એકદમ નરમ બને છે અને સ્વાદમાં પણ મીઠી લાગે છે.

તેલ નાખીને લોટ બાંધવો 

લોટ બાંધ્યા પછી પણ તમારા લોટ કડક થઈ જતો હોય તો, તમારે લોટમાં તેલ નાખવું જોઈએ. તેના માટે તમારે લોટમાં થોડું તેલ ઉમેરવું અને સરસ રીતે મિક્ષ  કરી લેવું. હવે લોટમાં થોડુ પાણી ઉમેરતા જઈને હાથથી  લોટ મિક્સ કરીને બાંધવો. એનાથી રોટલી નરમ બને છે.

આ સિવાય પણ બીજી અનેક ટિપ્સ અપનાવીને પણ તમે રોટલી ને સોફટ અને મુલાયમ બનાવી શકો છો . જેમ કે, લોટ ત્યાં સુધી મસળવો જોઈએ, જ્યાં સુધી તે તમારા હાથને ચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો, લોટ વધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.

ઘણા લોકોને લોટ બાંધીને તરત જ રોટલી બનાવતા હોય છે. પરંતુ સારી રોટલી બનાવવા માટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દઈ, તેને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખવો જોઈએ. ત્યારબાદ રોટલી બનાવવી.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment