ખાવા માટે સૌથી વધારે ખરાબમાં ખરાબ તેલ અને સૌથી સારામાં સારું તેલ કયું?

આજે કોઈપણ વ્યક્તિ એવું નહિ હોય જેને પોતાના શરીર તરફ કોઈ ફરિયાદ નહિ હોય. દરેકને કોઈને કોઈ મુશ્કેલી હોય જ છે. કોઈને પેટનું દુઃખ તો કોઈને પગનું દુઃખ. તમને જણાવી દઈએ કે દર્દ કોઈપણ હોય તેની શરૂઆત થાય છે તમારા પેટના લીધે જ મતલબ તમે જે જમો છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે.

આપણા રસોડાનું સૌથી જરૂરી સામગ્રી છે તેલ. કોઈપણ વાનગી બનાવો તેમાં તેલનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છે. કોઈપણ મહેમાન આવે અને આપણે પૂરીઓ બનાવીએ તો આપણે તેલમાં તળતા હોઈએ છે. એટલું જ નહિ સામાન્ય રોટલી પણ બનાવવી હોય તો આપણે તેમાં એકાદ ચમચી તેલ પણ વાપરતા હોઈએ છે. પણ શું તમને ખબર છે કે ખાવામાં કયું તેલ વાપરવું જોઈએ? તમે તમારા ઘરમાં રસોઈમાં જે તેલ વાપરો છો એ તમારા અને તમારા પરિવાર માટે જે તેલ વાપરો છો તે કેવું છે અને હેલ્થ માટે કેવું રહેશે એ તમે જાણો છો? આજે અમે તમને જણાવીએ છીએ એક ખુબ જ જરૂરી એવી માહિતી. તમે અમારું પેજ લાઈક નથી કર્યું તો હમણાં જ કરો.

આમ તો માર્કેટમાં અત્યારે જમવાનું બનાવવા માટે ઘણા બધા અલગ અલગ અને નવીન પ્રકારના તેલ મળતા થયા છે. ટીવીમાં આવતી જાહેરાત જોઈને આપણા જેવા અનેક મધ્યમવર્ગી પરિવાર આપણા બજેટને સેટ થાય એવું તેલ વાપરતા હોઈ છે. ટીવીમાં તો જે તે તેલ કેવું છે તેમાં શું છે એ બધું જણાવવામાં આવે છે પણ શું ખરેખર એ તેલ આપણા હેલ્થ માટે સારા છે ખરા? તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે તમારે કેવું તેલ વાપરવું જોઈએ અને કેમ એ પ્રકારનું તેલ વાપરવું જોઈએ.

ઓલિવ ઓઇલ – તમને જણાવી દઈએ કે આજે લોકોની લાઈફ સ્ટાઇલને જોતા લાગે છે કે આપણે રોજિંદા રસોઈના કામમાં ઓલિવ ઓઇલ વાપરવું જોઈએ. હા કિંમતમાં પણ બંનેમાં ઘણો ફરક હોય છે પણ એક સમયે સ્વાથ્ય માટે જયારે ઓપશન મળે છે તેલ વાપરવાનો તો તમારે પણ ઓલિવ ઓઇલ વાપરવું જ જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે પણ તમારા અને તમારા પરિવારના  હેલ્થ માટે ઓલિવ ઓઇલ સૌથી બેસ્ટ છે. આ તેલમાં વિટામિન ઈ, વિટામિન કે, આર્યન, મોનોઅનસૈચુરેટેડ ફેટ અને પોલીઅનસેઇચુરેટેડ ફેટી એસિડ હોય છે કે હૃદય માટે ખુબ સારું હોય છે.

which-oli-is-best-for-cooking

સૂર્યમુખીનું તેલ – આજકાલ ઘણા બધા લોકો પોતાનું રેગ્યુલર તેલ છોડીને સનફ્લાવર ઓઇલ તરફ વળી રહ્યા છે. એક રીતે આ તેલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ તેનો અતિ ઉપયોગ એ આપણા શરીરને નુકશાન કરે છે. તમને જણાવી દઈએ કે આ સૂર્યમુખીના તેલમાં કોઈ ફ્લેવર કે ટેસ્ટ હોતો નથી અને તેના ખુબ ઓછા ઉપયોગથી પણ જમવાનું તૈયાર થઇ જાય છે. તેલમાં રહેલ ઓમેગા 3 એ આપણા શરીર માટે ખુબ ફાયદા કારક છે પણ બહુ જ ઓછા પ્રમાણમાં લેવામાં આવે તો જ. વધારે પ્રમાણમાં આ તેલનો ઉપયોગ એ ખુબ નુકશાન કરે છે. આ તેલનો ઉપયોગ તળવાના કામમાં ક્યારેય કરશો નહિ.

which-oli-is-best-for-cooking

શીંગતેલ – આજકાલના લોકો એવું માનતા હોય છે કે શીંગતેલ એ શરીર માટે ભારે રહે છે પણ એવું નથી. ખરેખરમાં શીંગતેલ એ સ્વાસ્થ્ય માટે એક પરફેક્ટ તેલ છે. આ તેલમાં બનાવેલ ભોજન કરવાથી ક્યારેય સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી જેવી કે હૃદયની બીમારી થતી નથી અને જે મિત્રોને ડાયાબિટીસ જેવી મુશ્કેલી છે તો તેમને પણ રાહત રહેશે. આ તેલનો ઉપયોગ તમે કોઈપણ વસ્તુઓ તળવા કે પછી શેલો ફ્રાય કરવા માટે કરી શકો.

which-oli-is-best-for-cooking

તો હવે જયારે પણ પરિવાર માટે તેલ પસંદ કરો તો આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખજો.

તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવો.

Leave a Comment