ભૂલથી પણ ન કરશો દિવાળીમાં આ કામ નહીં તો થશે મોટુ નુક્સાન

દિવાળીએ પ્રકાશનો પર્વ છે, આસો મહિનાની અમાસના દિવસે ઉજવાતા આ દિવસે લોકો ઘર આંગણે દીવા પ્રગટાવે છે, નાના મોટા સૌ ભેગા મળીને ફટાકડા ફોડે છે, સાથે જ ઘરે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે સૌના મનગમતા આ તહેવારની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ? દિપાવલીના આ પર્વનું મહત્વ અને એની સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કથાઓ વિશે તમને ખ્યાલ છે ખરા? જો ના, તો ચાલો આજે અમે તમને જણાવી  દઈએ દિવાળી નું મહત્વ અને આપણા આ દીપોત્સવ પાછળની કેટલીક રસપ્રદ વાતો.

એવું કહેવામાં આવે છે કે દશાનન રાવણનો વધ કરીને જ્યારે ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં પરત ફર્યા હતા ત્યારે અયોધ્યાના રહેવાસીઓએ એમના આવવાની ખુશીમાં ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા હતા. અને બસ એ જ દિવસથી આ પરંપરા ચાલતી આવી છે.

બીજી એક કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે એટલે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં પ્રગટ થયા હતા અને બસ એ દિવસથી દિવાળીને માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એ જ કારણે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે..

આ તો થઈ દિવાળીની શરૂઆત કઈ રીતે થઈ એની વાત, પણ હિન્દૂ સંસ્કૃતિમાં દિવાળીનું ખાસ મહત્વ છે. લક્ષ્મી માતાને ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે અને ગણપતિ બાપ્પાને બુદ્ધિના સ્વામી કહેવાય છે. દિવાળીના દિવસે એમની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્ય અને બુદ્ધિ વધે છે. દિવાળીની રાત્રે માતા લક્ષ્મી અને બુદ્ધિપતિ ગજાનન ગણપતિની પૂજા કરવામાં આવે છે.

દિવાળી પૂજાનું મહત્વ:

દિવાળી પર કરવામાં આવતું લક્ષ્મી પૂજન આપણા જીવનમાં આવતી આર્થિક તકલીફોને દૂર કરે છે તેવી લોકોની માનતા છે. માતા લક્ષ્મીની જો આપણા પર કૃપા રહે તો આપણા સમગ્ર કષ્ટો દૂર થાય છે અને જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. દિવાળીના દિવસે શુભ મુર્હતમાં લક્ષ્મી પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આ વર્ષે દિવાળી નવેમ્બર મહિનાની 4 તારીખે આવે છે.

 દિવાળી 2021 ના શુભ મુહૂર્ત:

લક્ષ્મી પૂજા મુહૂર્ત- 4 નવેમ્બર 2021ના રોજ સાંજે 6:9 થી 8.20

સમય – 1 કલાક 55 મિનિટ

પ્રદોષ કાલ મુહૂર્ત – સાંજે 5:34 થી 8.10 સુધી

વૃષભ કાલ મુહૂર્ત – સાંજે 6.10 થી 8.06 સુધી

દિવાળીના દિવસે શુ શુ કરવું જોઈએ એનો તો તમને ખ્યાલ છે જ પણ અમુક એવી ન કરવાની બાબતોનું પણ તમારે દિવાળીના દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે.

દિવાળીના દિવસે  કોઇની પણ બૂરાઇ ન કરવી જોઈએ

દિવાળીના દિવસે જો તમે કોઇ પણ પ્રકારનું ખરાબ કામ કરો છો તો દેવી  લક્ષ્મીજી નારાજ થાય છે.

દિવાળીના દિવસે જુગાર ન રમવું જોઈએ

જો તમે આવા કામ કરો છો તો તમારા જીવ રાહુના પ્રભાવમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે રાહુ ખોટા કામ, નશો અને ક્લેશનો સ્વામી છે. જેના કારણે ધન હાનિ થઈ શકે છે.

દિવાળી પર આ વાતનો રાખો ખાસ ધ્યાન:

દિવાળી પર હંમેશા સારા કામો જ  કરવા જોઇએ.

દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠીને સૌપ્રથમ ભૂમિને સ્પર્શ કરવો જોઇએ.

આ ઉપરાંત માતા લક્ષ્મીજીને યાદ કરીને પિતૃઓને યાદ કરવા જોઇએ.

દિવાળીના દિવસે કોઈ સારું કામ કરીને તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ

આ દિવસે ગાય માતાને ચારો આપવો અને જરૂરિયાત વાળા લોકોને દાન આપવાનું પણ ખાસ મહત્વ છે.

દિવાળીના દિવસે આંબળા અને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ.

તો હવે દિવાળીનો તહેવારને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમે દિવાળીને લગતી બધી તૈયારી કરી જ લીધી હશે, પણ હવે એ તૈયારીઓની સાથે અમે જણાવેલી વાતો પણ ચોક્કસથી ધ્યાનમાં રાખજો.આશા રાખીએ કે અમે દિવાળીને લગતી જે વાતો તમને જણાવી એ તમને ઉપયોગી સાબિત થઈ હશે.

Leave a Comment