બરફ ઓગળે એમ વજન ઉતારવું હોય તો ખાસ પીવો એક ડ્રીંક વજન ઉતારવા માટે ખુબજ ઉપયોગી છે આ વસ્તુ જાણી લો તેના વિશે

વજન ઉતારવા માટે આજના ભાગતા અને હરીફાઈ ભરેલા સમયમાં કામના બોજ ના કારણે ખોરાકનો સમય અને ખોરાક પણ અસ્તવ્યસ્ત થઈ ગયો છે જેના કારણે આપણે ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એમાની એક સમસ્યા છે વધુ પડતું વજન.

વજન ઉતારવા માટે લોકો ઘણા અખતરા કરે છે. પરંતુ થોડા દિવસો સુધી બધુ બરાબર ચાલે છે ત્યારબાદ અમુક દિવસ પછી બધું થપ થઈ જાય છે.  જે લોકોનું વજન વધુ હોય તેમને પેટ અને માથાના ભાગમાં ચરબીના થર જામી જતા હોય છે. આને કારણે એ વ્યક્તિઓને રોજિંદી ક્રિયાઓ કરવામાં પણ ઘણી તકલીફ પડતી હોય છે. તો જેમનું વજન વધી ગયું છે અને જેઓ તકલીફનો સામનો કરી રહ્યા છે એમના માટે આજે અમે એક ખાસ મેજિકલ ડ્રિન્ક લઈને આવ્યા છે.

વજન ઘટાડવા માટે : (વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ)

આજે અમે જે મેજિકલ ડ્રિન્ક લઈને આવ્યા છે એનાથી શરીરમાં ચરબીના જામેલા થર ઓગળી જશે. જે લોકોના શરીરમાં ચરબીના થર જમા થઈ ગયા છે અને જે આ સમસ્યાથી પીડાય છે એમને આ ઉપાય કરવાથી સો ટકા પરિણામ મળશે. આ મેજિકલ ડ્રિન્કનો ઉપયોગ કરવાથી તમે વધારાની ચરબી ઉતારી શકો છો.

ડ્રિન્ક બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં એક ચમચી જીરું નાખીને ગરમ કરવા મૂકો. દસ મિનિટ ગરમ કર્યા બાદ તેને ગ્લાસમાં ગાળી લેવું. ત્યારબાદ તેમાં એક ચમચી દેશી મધ અને એક લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરવું.

આ પીણાંનો તમારે નિયમિત રીતે ઉપયોગ કરવાનો છે. મેજિકલ ડ્રિન્ક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે નિયમિતરૂપે આ ડ્રિન્કનું સેવન કરશો તો વધારાની ચરબીના થર ઓગળી જાય છે.

એ સિવાય પણ એના સેવનથી આપણા સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. આ ડ્રિન્કના સેવનથી વજન અને ચરબી માં ઘટાડો થાય છે તેમજ પેટને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો આ ડ્રિન્ક નિયમિત રીતે સેવન કરવામાં આવે છે તો શરીરમાં જામેલી ચરબી થોડાક જ સમયમાં દૂર થવા લાગે છે. આ ઉપરાંત પણ એનું નિયમિત સેવન કરવાથી કોલસ્ટરોલની બીમારીમાં પણ રાહત મળે છે.  હૃદય રોગની સમસ્યામાં પણ આ ડ્રિન્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ મેજિકલ ડ્રિન્ક નું સેવન સવારે ખાલી પેટે કરવાનું છે. આ ડ્રિન્ક નિયમિત પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે, અને જેમને વજન વધવાની સમસ્યા હોય એમણે આ ડ્રિન્ક નિયમિત સેવન કરવું જોઈએ, અને આ ઉપાય કરવાથી શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે આડઅસર થતી નથી.

વજન ઉતારવા માટે અન્ય નીચે મુજબના ડ્રિન્ક પણ તમને ઉપયોગી સાબિત થશે. એના માટે એક નાની લાકડી તજ, ચપટી કાળા મરીનો પાવડર, 1/2 ચમચી પીસેલું આદુ. એક વાસણમાં એક ગ્લાસ પાણીમાં બરાબર ઉકાળી લો અને એમાં મિશ્રણ નાખીને બરાબર ઉકળવા દો. ત્યારબાદ તેને ગાળી લેવું અને સેવન કરવું એનું શ્રેષ્ઠ પરિણામ માટે દિવસમાં બેવાર આનો ઉપયોગ કરવો.

આ સિવાયનું એક બીજું ડ્રિન્ક છે તે પણ વજન ઉતારવા માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. એના માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ અને એક લીંબુનો રસ ભેળવીને સવારે ખાલી પેટે પીવું વજન ઉતારવા માટે આ ઉપાય પણ ખૂબ જ કારગર નિવડે છે, પરંતુ એના માટે ડ્રિન્કનું તમારે નિયમિત સેવન કરવું જોઈએ.

ગ્રીન ટી પણ એક ખૂબ જ સારું હોમમેડ હેલ્ધી ડ્રિન્ક છે. જેને ગરમ અને ઠંડુ બંને રીતે પી શકાય છે. તે આપણા શરીર માટે અતિ ફાયદાકારક નીવડે છે અને તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે. એ સાથે વાળને ઉતરતા પણ રોકે છે.

એ સિવાય વજન ઉતારવા માટે તમે શાકભાજીનો રસ પણ લઇ શકો છો, અને વજન ઉતારવા માટે કારેલા ના રસ થી વધુ ઉત્તમ કઈ પણ ન હોય.

આ સિવાય વજન ઉતારવા માટેની કેટલીક અન્ય ટિપ્સ નીચે મુજબ છે.

ચરબી બર્ન કરવા માટે ઓછા પ્રોટીન વાળો આહાર લેવો જરૂરી છે.

તળેલી ચીજો ની જગ્યાએ સેકેલી અને બાફેલી વસ્તુઓ ખાવી  વધુ ઉપયોગી સાબિત થાય છે.  બાફેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં ચરબી જમા થતી નથી.

તો તમે જોયુને કે કઈ રીતે તમે તમારા વધેલા વજનને ઘટાડી શકો છો, તો હવે અમે જણાવેલ ઉપાયો અપનાવવાનું શરૂ કરી દો. આશા છે કે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. 

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

 

Leave a Comment