મન અને શરીરને સ્વસ્થ રાખે એવી સારી આદતો ખૂબ જ ફાયદાકારક છે. તમે પણ તમારી રોજિંદી આદતોમાં આ ટિપ્સને સામેલ કરશો તો નાની-મોટી બીમારીથી બચી શકાય છે.
દરેકની જીવન પ્રણાલી અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ સ્વસ્થ અને લાંબા જીવનની આશા રાખતો હોય છે એ માટે પ્રયત્ન કરતો હોય છે. આજે અમે આજે તમને એવી જ ટિપ્સ વિશે જણાવીશું. જેનાથી તમે રોજિંદા જીવનમાં સ્વસ્થ રહી શકશો.
તો ચાલો જાણીએ સ્વાસ્થ્ય ટિપ્સ રહેવાની કેટલીક જરૂરી ટીપ્સ.
1.સૌથી પહેલા દિવસમાં બે વાર નવશેકું પાણી પીવું. દરરોજ સવારે ઊઠીને હૂંફાળું ગરમ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ અને રાત્રે સૂતા પહેલાં પણ હુંફાળું પાણી પીવું જોઈએ. બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું જોઈએ.
2.અઠવાડિયામાં બે-ત્રણવાર શરીરને તેલથી માલિશ કરવું જોઇએ. એનાથી હાડકા મજબુત થાય છે, ત્વચા પણ મુલાયમ રહે છે.
3.દિવસમાં બે વાર વાળ માટે તેલ માલિશ કરવી જોઈએ. જેથી વાળ ખરવાની અને વાળ સફેદ થવાની સમસ્યામાં રાહત મળશે
4.નખમાં તેલ પુરવાથી નખ ક્યારેય સુકાશે નહીં. એનાથી વિટામિનની ઊણપ પણ દૂર થશે.
5.જમ્યા પછી દાંત માં ભરાઈ ગયેલા ખોરાકને કાઢવા માટે સડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સડીનો ઉપયોગ કરવાથી દાંતમાં પોલાણ થાય છે અને દાંતની સમસ્યાઓ થાય છે.
6.સવારે ઉઠીને વાસી થુંક ગળવું જોઈએ જેનાથી હોજરી સારી રહે છે.
7.ઠંડા પાણીથી ચહેરો ધોવો જોઈએ. એનાથી આંખોનું તેજ વધે છે.
8.નાક માં રહેલા વાળને ખેંચવા જોઈએ નહીં. એનાથી આંખ માં આવતા નંબર પણ અટકી જશે.
9.શરદી ઉધરસ અને તાવમાં તુલસી, આદુ અરડૂસીનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.
10.નિયમિત હૂંફાળા દૂધમાં હળદર મિક્સ કરીને પીવો એ શરીરને સ્વસ્થ રાખશે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ જેવા રોગો પણ દૂર રહેશે. હળદર વાળું દૂધ કેન્સર જેવી બીમારી સામે પણ રક્ષણ આપે છે.
11.કાચબાની ગતિથી કામ કરવાથી મન શાંત રહે છે અને પ્રગતિ થાય છે.
12.વધારે પડતું ગળ્યું, તીખું, ખાટું ખાવું જોઈએ નહીં એનાથી વાત પિત કફ નું પ્રમાણ જળવાઈ રહેશે. વાત, પિત્ત, કફ ત્રણ દોષ સમ રહેવાથી શરીર સ્વસ્થ રહેશે.
13.તીવ્ર સૂર્યપ્રકાશ સામે જોવું નહીં એનાથી આંખોને નુકસાન થાય છે.
14.વધુ ઘોંઘાટ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ એનાથી મન અને કાન બંને સ્વસ્થ રહેશે.
15.અનિયમિત ખાવાનું ટાળવું જોઈએ એનાથી હોજરી સારી રહે છે.
16.લીલા શાકભાજી, ફ્રૂટને ડ્રાયફ્રુટ્સનો સેવન કરવું જોઈએ.
17.મીઠા ને દાંત વડે ચાવીને કોગળા કરવાથી દાંતના પેઢા ના દુખાવા સામે રક્ષણ મળે છે.
18.જ્યારે પણ છીક ઉધરસ આવે ત્યારે હાથ રૂમાલ મોંઢા આડો રાખવો.
19.આપણી ઇચ્છાશક્તિને કાબૂમાં રાખવા માટે કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું જોઈએ.
20.શંકા અને સંદેશની સ્થગિત કરો જેથી આત્મવિશ્વાસ અને શ્રદ્ધા વધશે.
બીજી કેટલીક ટીપ્સ જે તમે તમારા રોજિંદા જીવનમાં અપનાવી લો .
કંઈક ભૂલ થાય તો માફી માગવાનું શીખો જેનાથી તમારું માન સન્માન વધશે અને તમને આત્મસંતોષ પણ મળશે.
છાસનું સેવન કરવાથી મૂત્રરોગ ઝાડા અને ઉલ્ટી માં રાહત રહે છે.
ઓછી ચરબીવાળા આહારનું સેવન કરવું જોઈએ.
રસોઈ બનાવવા માટે ઓછા તેલનો ઉપયોગ કરવો જોઈએ.
સેવન કરવું જોઇએ નહીં એમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે.
લંચ અને ડિનર લેતાં પહેલા સલાડનું સેવન કરવું.
ખોરાકની ખૂબ જ સારી રીતે ચાવીને ખાવું જોઈએ.
રાત્રિભોજન સમયસર લેવું જોઈએ.
વૃદ્ધાઅવસ્થા સાથે ખોરાકમાં પણ ઘટાડો કરવો જોઈએ.
બને એટલો મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
ખુલ્લી હવામાં 30 મિનિટ ચાલવું જોઈએ.
તંદુરસ્ત માણસે પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી જોઈએ.
ઠંડા પીણા નું સેવન કરવું જોઈએ નહિ.
કોઈ ચિંતા નહિ.” સૂત્ર અપનાવવું જોઈએ.
જમ્યા બાદ તરત પાણી પીવું જોઈએ નહીં. એની જગ્યાએ પાતળી, મોરી છાશનું સેવન કરવું.
આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે જીવનમાં સ્વસ્થ અને આનંદિત રહી શકીએ છે. આનાથી આપણી સાથે જોડાયેલા પરિવારના સદસ્યો અને આપણા મિત્રોને પણ આપણે ખુશ રાખી શકીએ છીએ. શરીરમાં રોગ ની પ્રવેશ રોકી શકે છે અને શરીર સ્વસ્થ રહે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.