શ્વાસોશ્વાસની ક્રિયા એ નિરંતર ચાલતી ક્રિયા છે, અને એની આપણને અમૂકવાર જાણ પણ નથી હોતી પણ તમે તમારા શ્વાસ પર કાબુ મેળવી શકો છો. તમે તમારા શ્વાસને ઘટાડી કે વધારી પણ શકો છો. તમે જાણો છો કે આપણા શ્વાસોશ્વાસની આપના શરીર અને મન પર અસર થાય છે, આ અસર સારી અને ખરાબ બંને પ્રકારની હોય છે.
જો તમે ધીમા અને ઊંડા શ્વાસ લો છો તો એ તમને માનસિક શાંતિ આપે છે અને તમારા શરીરની ક્ષમતાને વધારે છે. ઊંડા શ્વાસ લેવાથી બીજા ઘણા ફાયદા થાય છે અને આજે આપણે એ ફાયદા વિશે જાણવા જઈ રહ્યા છે તો ચાલો જાણી ઊંડા શ્વાસ લેવાના ફાયદા.
જો તમે દરરોજ થોડા સમય માટે ઊંડા શ્વાસ લો છો તો તમારી લાઈફ સ્ટાઇલમાં તેમજ તમારા આરોગ્યમાં સુધારો થાય છે. તમે નોટિસ કર્યું હશે કે તમે જ્યારે કોઈ ચિંતામાં હોવ કે પછી કોઈ તકલીફમાં હોવ તો તમારા હૃદયના ધબકારા વધવા લાગે છે, આવું તમારી સાથે ન થાય એ માટે તમારે દરરોજ ઊંડા શ્વાસ લેવા જોઈએ, આવું કરવાથી એકાદ બે દિવસમાં જ તમારા શરીરની સાથે સાથે મનને પણ આરામ મળે છે. આ સાથે જ તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તમને ઊંઘ પણ સારી મળે છે.
ઝેરી તત્વોમાં થાય છે ઘટાડો
ધીમા, ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી શરીરમાં રહેલા કચરાને બહાર કાઢવામાં મદદ મળે છે. જો તમે અનિંદ્રાની સમસ્યાથી પીડાતા હોય તો તમે રાત્રે સૂતા પહેલા ઊંડા શ્વાસ લો, આવું કરવાથી શરીરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ કે જે શરીરનો એક પ્રકારનો કચરો છે એ તમારા શ્વાસ વાટે શરીરની બહાર નીકળી જાય છે. જો તમે ઝડપથી અને ટૂંકા શ્વાસ લેશો તો શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ સંપૂર્ણપણે નીકળતો નથી અને એ પછી તમારા ફેફસાને આ કચરો બહાર કાઢવામાં સખત મહેનત કરવી પડે છે.
ઇમ્યુનિટીને બનાવે છે મજબૂત
જો તમે નાક દ્વારા ઊંડો શ્વાસ લો છો તો તમારા શરીરને તાજો ઓક્સિજન મળે છે, અને આ ઓક્સિજન શરીરના કચરાને એટલે કે કાર્બન ડાયોક્સાઇડને બહાર ફેંકે છે. અને તમારા લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. જો તમારા લોહીને વધુ ઓક્સિજન મળતો હોય તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત શરીરના આંતરિક અંગો પણ સારી રીતે કામ કરી શકે છે.
સ્ટ્રેસ ઘટાડે છે
જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હોવ તો તમે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે એક ઊંડો શ્વાસ લે, ખરેખર ઊંડા શ્વાસ લેવાથી તમારા મનમાં ચાલતા સ્ટ્રેસ, વિચારો અને ગભરાહટમાં શાંતિ મળે છે. ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ગતિ સાવ સામાન્ય થઈ જાય છે ને તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે
હૃદયરોગનું જોખમ ઘટાડે છે
જે લોકો નિયમિત રીતે ઊંડા શ્વાસની કસરત કરતા હોય છે એમના ફેફસાની ક્ષમતા અન્ય લોકોના ફેફસાની ક્ષમતા કરતા વધુ હોય છે પરિણામે આવા લોકોને હાર્ટ એટેકનું જોખમ નહિવત હોય છે. એકવાતનું ધ્યાન રાખો કે હાર્ટ એટેકના દુખાવાને અટકવવા ઊંડા શ્વાસ ખૂબ જ મદદરૂપ થાય છે.
આયુષ્ય વધે છે
ધીમે ધીમે ઊંડો શ્વાસ લેવાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે, જે એક પ્રકારની વિદ્યુત શક્તિ શરીરના કોષો સુધી પહોંચાડે છે જેના કારણે તમે તણાવ મુક્ત રહી શકો છો. આ ઉપરાંત ઊંડા શ્વાસ લેવાથી શરીરના બધા અંગો સારી રીતે કાર્ય કરી શકે છે ને પરિણામે તમારું આયુષ્ય વધે છે.
રક્ત પ્રવાહ સુધરે છે
ધીમા અને ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં થતા લોહીના પ્રવાહની ગતિ સુધરે છે અને એના કારણે શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર ફેકવામાં મદદ મળે છે.
તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કે ઊંડા શ્વાસ લેવાના કેટલા બધા ફાયદા છે તો હવેથી તમે પણ નિયમિત પણે ઊંડા અને ધીમા શ્વાસ લેવાનું શરૂ કરી દો જેથી તમારા શરીરને પણ એના અઢળક ફાયદા મળી રહે અને તમે હમેશા નિરોગી રહી શકો.
આશા છે કે અમે જણાવેલી માહિતી તમને રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.