અત્યારના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી દિનચર્યા તરફ ધ્યાન આપતા નથી. એ તરફ ધ્યાન આપવાનું તો જાણે ભૂલી જ ગયા છે. કોઈ નોકરી ના કામમાં વ્યસ્ત હોય તો કોઈને બહારના કામનું ટેન્શન, તો કોઈને ઘરની ચિંતા સતાવતી હોય છે. આવી અનેક સમસ્યાઓના કારણે વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બનતી હોય છે. એનાથી બચવા અથવા આવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આપણે જીવનમાં અમુક નિયમોનું નિયમિત પાલન કરવું જોઈએ.
આપણે ક્યારેય વિચારતા નથી કે સવારે ઉઠીને આપણે પહેલા શું કરવું જોઈએ. જો સવારે ઊઠીને સૌપ્રથમ આ 8 કામ કરવામાં આવે તો આખો દિવસ તમારો સારો રહે છે. આયુર્વેદમાં જીવન માટેના કેટલાક નિયમો દર્શાવવામા આવ્યા છે જેને અનુસરવાથી જીવન સારુ બને છે અને હકારાત્મક સુધારો આવે છે. જેનાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. જેનાથી વ્યક્તિ હંમેશા તંદુરસ્ત, ખુશ અને ઊર્જાવાન રહે છે.
એના માટે જે નિયમો અનુસરવા ના છે એ આ મુજબ છે.
સવારે વહેલા ઉઠવું :
સવારે સૂર્યોદય પહેલાં ઊઠવું જોઈએ. જેથી દિવસની શરૂઆત કરતા પહેલા ધ્યાન કરવામાં અને શરીરની અને પોતાની પૂરતી કાળજી રાખવા માટે આપણને પૂરતો સમય મળી રહે. હું સવારે વહેલા ઉઠવાની આદત ન હોય તો ધીરે-ધીરે થોડા વહેલા ઉઠવાની આદત કેળવવી જોઈએ.
ચહેરાને ધોવો :
સવારે વહેલા ઊઠીને સૌપ્રથમ ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવા જોઈએ. ચહેરો ધોવા માટે ફ્રીજનું પાણી અથવા તો વધુ પડતું ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરાને ધોવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સારી રહે છે.
દાંત સાફ કરો :
સવારે ઉઠીને ચહેરો ધોયા બાદ પહેલાં બ્રશ કરવું અને ઊલ પણ ઉતારવી જેથી તમને એકદમ તાજગીનો અહેસાસ થશે. દાંતને સાફ રાખવા પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો એને સાફ રાખવામાં નહીં આવે તો બેક્ટેરિયા વધી જાય છે. એના કારણે અનેક સમસ્યાઓ ઉભી થવાનો ભય રહે છે. માટે જ સવારમાં અને રાત્રે બે ટાઈમ બ્રશ કરીને જો દાંત સાફ રાખવામાં આવે તો બેક્ટેરિયા સંપૂર્ણ રીતે નાશ પામે છે.
પેટ સાફ રાખવું :
આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે સવારે ઊઠીને રાત્રે સુતા પહેલા શૌચાલય જવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ માનવામાં આવે છે. પેટ સાફ થવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે અને શરીર હલકું થઈ જાય છે રાત્રે ઊંઘ સારી આવે છે.
કોગળા કરવા :
જો ગળામાં સમસ્યા હોય તો મીઠાના પાણીના કોગળા કરવામાં આવે છે. પરંતુ આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે જો નિયમિત રીતે મીઠાવાળા પાણીના કોગળા કરવામાં આવે તો ગળામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. સાથે જ ગળામાં જામેલો કફ છુટો પડે છે અને ગળાની અન્ય તકલીફો પણ દૂર થાય છે. મોં પણ એકદમ ચોખ્ખું સાફ રહે છે.
તેલ માલીશ કરવી :
શરીરને ગરમ તેલથી માલિશ કરવું જોઇએ આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે જો શરીર પર ગરમ તેલની માલિશ કરવામાં આવે તો ત્વચાને મોઈશ્ચરાઈઝર મળી રહે છે. જેથી કોઈ પણ અન્ય કોઈ વસ્તુ લગાવવાની જરૂર પડતી નથી. એના માટે તમારે અઠવાડિયામાં બે-ત્રણ દિવસ શરીરને તેલ માલિશ કરવી જોઈએ. ઘણી બીમારીઓની સારવારમાં પણ તેલમાં વિષની અસર કારક માનવામાં આવે છે. તેલ માલિશ કરવાથી તન અને મન બંને સ્વસ્થ અને તાજગીસભર રહે છે.
વ્યાયામ કરવો :
દિવસની શરૂઆત વ્યાયામ થી કરવી જોઈએ. એનાથી આખો દિવસ સારો જાય છે, સ્ફૂર્તિ રહે છે શરીર ઊર્જાવાન બની રહે છે. એનાથી શરીરમાં લોહીનો પ્રવાહ પણ સારો બની રહે છે. એના માટે સવારે વહેલા ઉઠીને ચાલવા જવું જોઈએ અથવા તો કસરત કરવી જોઈએ. જો તમે ફિટ મહેસૂસ કરશો તો મનથી પણ ખુશ અને ઊર્જા સભર રહી શકશો. જેથી કામ કરવામાં પણ સારું મન લાગ્યું રહે છે. વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય સુધારે છે અને તણાવ પણ રોકે છે.
યોગ્ય આહાર લેવો :
સવારમાં યોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક નાસ્તો કરવો જોઈએ નાસ્તો કરવાથી પાચનતંત્ર યોગ્ય કામ કરે છે. માટે સવારમાં નાસ્તો કર્યા વગર બહાર નીકળવું જોઈએ નહીં. સવારના નાસ્તામાં તમે અનાજ, ફળ, લીલા, શાકભાજી, દહીં, દલિયા, પોંવા, ઓટ્સ વગેરે ખાઈ શકો છો.
આપણા વડીલો પણ આ નિયમોનું પાલન કરતા હતા માટે જ સ્ફૂર્તિલા ને ખુશ રહેતા હતા. માટે જો આપણે પણ નિયમોનું પાલન કરીએ તો આપણે પણ સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકીએ છે.
અમને આશા છે કે આજે જણાવેલી માહિતી આપને જરૂરથી ઉપયોગી થશે અને પસંદ આવશે.