બરફ ઓગળે એમ વજન ઉતારવું હોય તો કરો આ ઉપાય જાણો

વાતાવરણની અસર હંમેશા આપણા શરીર ઉપર પડતી હોય છે. માટે બદલાતા વાતાવરણને સાથે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બને છે. શિયાળાની ઠંડી ઋતુમાં આપણે બહારથી આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ, જેથી આપણે બીમાર ન પડીએ પણ વિશેષજ્ઞ જણાવે છે કે ઋતુ માં આવતા બદલાવની સાથે સાથે આપણા આંતરિક સ્વાસ્થ નું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી બને છે. આ ટિપ્સ ખાસ કરીને લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકો વજન ઘટાડવા માટે વિચારી રહ્યા છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના હેલ્થ વિશે વિચારતી થઈ છે, દરેકને સ્લિમ દેખાવવું પસંદ છે. જો સ્લિમ દેખાતા હોઈએ તો વય પણ ઓછી દેખાય છે. ઘણી વખત ઘણા બધા ઉપાયો કરવા છતાં પણ કોઈ ફાયદો મળતો નથી. જો તમારી સાથે પણ એવું થતું હોય તો તમે પણ આ ઉપાયો અજમાવો.

વજન ઉતારવા માટે

ધાણાનું પાણી પીને તમે વજન ઉતારી શકો છો. ધાણા નું પાણી બનાવવા માટે ફક્ત બે મિનિટનો સમય લાગે છે. ધાણાનું પાણી શરીરની ચરબીને ઝડપથી બર્ન કરે છે. અત્યારે દોડતા સમયમાં બોડીનો શેપ જાળવવો એ જાણે સ્પર્ધા થઇ ગઇ છે. અને બોડીને શેપમાં રાખવા માટે મહિલાઓ જાણે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે.

એક્સરસાઇઝ થી લઈને દરરોજ ડાયટનું ધ્યાન પણ રાખે છે.  છતાં પણ વજન ઘટતું નથી, અને આમ પણ વજન ઘટાડવો  એ સરળ વાત નથી. માટે વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ ઉપાય અજમાવો પરંતુ એ રાતોરાત ચમત્કાર ન જ કરી શકે. એ માટે તમારે ધીરજ અને સમર્પણ રાખવું ખુબ જ જરૂરી બને છે.

ગ્રીન ટી પણ એક ખૂબ જ સારું હોમમેડ હેલ્ધી ડ્રિન્ક છે. જેને ગરમ અને ઠંડુ બંને રીતે પી શકાય છે. તે આપણા શરીર માટે અતિ ફાયદાકારક નીવડે છે અને તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે. એ સાથે વાળને ઉતરતા પણ રોકે છે.

એ સિવાય વજન ઉતારવા માટે તમે શાકભાજીનો રસ પણ લઇ શકો છો, અને વજન ઉતારવા માટે કારેલા ના રસ થી વધુ ઉત્તમ કઈ પણ ન હોય.

ધાણાને પાણીમાં એક વિશેષ તત્ત્વ ડોડનલ રહેલું છે. જે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે છે.

ધાણાના પાણીનું સેવન કરવાથી મોઢામાંથી આવતી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.

વજન ઘટાડવા માટે ના ઘરેલુ ઉપાય – vajan ghatane na gharelu upay 

તજ : 

આ મસાલો ચમત્કારિક રૂપે વજન ઉતારે છે. જનરલ ઓફ સાયન્સ એન્ડ વિટામિનોલોજીમાં આપેલ એક સ્ટડી પ્રમાણે તજમાં સિન્સામાલડીહાઇડ હોવાથી ચયાપચયને ઉત્તેજિત કરે છે. જેનાથી ખૂબ ઝડપથી ચરબી ઓગળે છે. એકથી બે પાઉન્ડ વજન ઓછું થાય છે. તજ એ ગરમ  હોવાથી શિયાળામાં શરીરને ગરમી આપે છે. તજ પ્રાકૃતિક રીતે વજન ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

લીલા શાકભાજી : 

આ શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી મોટા પ્રમાણમાં મળી રહે છે તો જો તમે વજન ઉતારવા જતા હોય તો કરી શકો છો. એના માટે તમે લીલા પાંદડાવાળા શાકભાજીનો આહારમાં સામેલ કરી શકો છો. લીલા પાંદડાવાળા શાકભાજી એ વજન ઘટાડવાની પ્રક્રિયા અને તીવ્ર કરે છે. જેથી વજન ઓછું કરવું એ સરળ બને છે.

લીલા પાંદડાવાળા શાકભાજી માં શ્રેષ્ઠ પાલક છે. એના માટે તમે આહારમાં પાલકને સામેલ કરો. એનાથી શરીરમાં જમા થયેલી ચરબી થી છુટકારો મળે છે. પાલક એ ફાઈબરથી ભરપૂર છે. માટે એ વજન ઓછું કરવામાં મુખ્ય તત્વ બની રહે છે.

જામફળ : 

વિશેષજ્ઞ દ્વારા શિયાળાની ઋતુમાં વજન ઓછું કરવા માટેની સલાહ આપવામાં આવે છે. એમાં એક ઉપયોગી ફળ છે જામફળ. જે શિયાળાની ઋતુમાં સૌથી વધુ મળતું ફળ છે. જામફળમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં રહેલું છે. તેથી જામફળનો આહારમાં સામેલ કરવો જોઈએ. જામફળ ખાવાથી શરીરમાં 12 ટકા જેટલી ફાઈબરની ઉણપને પૂરી થાય છે. પાચનતંત્ર પણ મજબૂત બનાવે છે. મેટાબોલીઝમ માટે પાચનતંત્ર સારું હોવું ખૂબ જ જરૂરી છે. જો પાચનતંત્ર સારું હોય તો વજન ઓછું કરવામાં સમય લાગશે નહીં.

ગાજર : 

જે વજન ઓછું કરવા ઈચ્છતા હોય એમને વિશેષજ્ઞો દ્વારા ગાજર ખાવાની સલાહ આપવામાં આવે છે. ગાજરને  પચવામાં વધુ સમય લાગે છે પણ ગાજર ફાઈબરથી ભરપૂર છે. ગાજરને પચવામાં વધુ સમય લાગે છે.  જેના કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને સ્વાભાવિક રીતે વધુ પડતો આહાર લેવાથી દૂર રહી શકાય છે. ગાજર એ કાચું પણ ખાઈ શકાય છે અને સ્મૂધી કે સલાડના સ્વરૂપે પણ લઈ શકાય છે ગાજરમાં ઓછા પ્રમાણમાં કેલરી હોય છે. વજન ઓછું કરવા માટે ગાજરના  જ્યુસ નું પણ સેવન કરી શકાય છે. ગાજર ખાવાથી આપણા શરીરને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો મળી રહે છે.

મેથીદાણા : 

વજન ઓછું કરવા માટેનો એક સારો ઉપાય તરીકે મેથીના દાણાનો ઉપયોગ પણ કરી શકાય છે. મેથીના દાણાને ડાયાબિટીસ લેવલને કંટ્રોલમાં રાખે છે. મેથીદાણા એ મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. મેથીદાણા માં ગૈલેકટોમેનન રહેલું છે.જે ભૂખ રોકવામાં કારગર છે.

જો તમે પણ વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો આટલી વસ્તુઓને આહારમાં જરૂર સામેલ કરો.

આ સિવાય ની બીજી અન્ય ટિપ્સ પણ તમે ફોલો કરી શકો છો જેમકે.

ગ્રીન ટી :

ગ્રીન ટીમાં ખૂબ વધુ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે. તેમાં રહેલું તત્વ વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

પૂરતી ઊંઘ :  

ઘણા લોકો ઊંઘને વધુ મહત્વ આપતા નથી. વજન ઉતારવા માટે કસરત અને ખોરાક જેટલા મહત્વના છે, એટલી જ ઊંઘ પણ જરૂરી છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો પૂરતી ઉંઘ લેતા નથી તેમને 89 ટકા વજન વધવાની સંભાવના રહેલી છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલી માહિતી આપને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment