અનુપમા ના અનુજની આ રીતે ચમકી કિસ્મત ગૌરવ ખન્ના પહેલા આ સ્ટાર્સને મળ્યો હતો અનુજ કપાડીયાનો રોલ જાણો

ટીવી સિરિયલ અનુપમાં આ સમયે દર્શકોનો મનગમતો શો બનેલો છે. આ શોમાં એમના પાત્રને દરેક વ્યક્તિ એકદમ પરફેક્ટ રીતે ભજવી રહ્યું છે. એવામાં આજે અમે તમને એ પાત્ર વિશે જણાવવા જઈ રહ્યા છે જેને ભજવવા માટે ટીવીના ઘણા એક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હા અમે અનુજ કપાડીયાના રોલની વાત કરી રહ્યા છે. આ લિસ્ટમાં એ ક્યાં ક્યાં એક્ટર્સ હતા જેમને આ રોલ કરવાની ના પાડી દીધી હતી  જાણી લો એમના નામ.

અરહાન બહલ :

અનુજના પાત્ર ભજવવા માટે અરહાન બહલને પણ મેકર્સની ચોઇસ જણાવવામાં આવી રહ્યા હતા. જો કે અભિનેતાએ કથિત રીતે આ ઓફરને નકારી દીધી હતી કારણ કે એ એમના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતા.

ગૌતમ ગુલાટી :

મેકર્સે ગૌતમ ગુલાટીને પણ આ પાત્ર ભજવવા માટે સંપર્ક કર્યો હતો.જો કે અભિનેતા આ સિરિયલમાં સેકેન્ડ લીડ નહોતા ભજવવા માંગતા અને એ એમના બૉલીવુડ કરિયર પર ધ્યાન આપવા માંગતા હતા એટલે એમને આ રોલની ઓફરને ઠુકરાવી દીધી હતી.

ગુરમીત ચૌધરી :

એક રિપોર્ટ અનુસાર અનુજનો રોલ સૌથી પહેલા ગુરમીત ચૌધરીને ઓફર કરવામાં આવ્યો હતો જો કે એમને કથિત રીતે આ ઓફરને ઠુકરાવી દીધી હતી કારણ કે એ આ કેરેકટર સાથે પોતાની જાતને રિલેટ નહોતા કરી શકતા.

કરણ પટેલ :

કરણ પટેલ ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય એકટર છે. કરણ પટેલ પણ અનુપમાં શોના મેકર્સની પસંદગી લિસ્ટમાં સામેલ હતા પણ કહેવામાં આવે છે કે પર્સનલ કમિટમેન્ટના કારણે કરણ પટેલે અનુપમામાં અનુજ કપાડીયાનો રોલ કરવાની ના પાડી દીધી હતી.

આવી રીતે ચમકી ગૌરવ ખન્નાની કિસ્મત :

ગૌરવ ખન્નાને પણ નિર્માતાઓએ અનુજ કપાડીયાનો રોલ કરવા માટે સંપર્ક કર્યો હતો. અભિનેતાએ આ રોલ કરવા માટે સહેજ પણ વાર લગાડ્યા વગર હા પાડી દીધી હતી. ગૌરવ ખન્ના હંમેશાથી આવા શોનો ભાગ બનવા માંગતા હતા જે દર્શકો વચ્ચે લોકપ્રિય હોય. આ રીતે ગૌરવ ખન્નાની કિસ્મત ચમકી ગઈ.

તમને જણાવી દઈએ કે અનુપમાં શોમાં રૂપાલી ગાંગુલી અનુપમાંનું લીડ કેરેકટર ભજવી રહી છે જ્યારે સુદ્ધાંશું પાંડે વનરાજ શાહના રોલમાં છે, આ સિવાય મદાલસા શર્મા, અનઘા ભોંસલે, પારસ કલનાવત, આશિષ મેહોત્રા, મુસ્કાન બામને, અલ્પના બુચ જેવા કલાકારો શોનો અગત્યનો ભાગ છે અને હવે તો ટીવીની જાણીતી અભિનેત્રી અનેરી વજાનીએ પણ અનુજની બહેન માલવિકાના પાત્રમાં એન્ટ્રી લીધી છે.

આ શો દર્શકોને એટલો પસંદ આવી રહ્યો છે કે શોના દરેક કલાકાર પર તેઓ અનહદ પ્રેમ વરસાવી રહ્યા છે એટલું જ નહીં ટીઆરપી લિસ્ટમાં પણ એ હંમેશા ટોપ પર રહે છે

Leave a Comment