50 થી વધુ બીમારીનો રામબાણ ઈલાજ છે આ ઔષધી જાણો આ ઔષધીના ફાયદા

આમળા નો ઉપયોગ કરવાથી હાડકા ત્વચાને અને આંખ સાથે જોડાયેલી પણ સમસ્યાઓ દૂર થાય છે. આમળામાં રહેલા પોષક તત્વોને કારણે તેને અનેક રોગોમાં ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આમળાંમાં  વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો સામેલ છે જે શરીરમાં રહેલી ઉણપને દુર કરે છે. આમળાનો ઉપયોગ કરીને કબજિયાત, અસ્થમા, શ્વાસ, દમ અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ને લીધે રૂપ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. શરીરમાં નબળાઈ દૂર થાય છે અને શરીર આખો દિવસ સ્ફૂર્તિલું, ઊર્જાવાન બની રહે છે.

આમળાનું અથાણું અથવા મુરબ્બો બનાવીને ખાઈ શકાય  છે. આમળાને વાળ માટે વરદાન માનવામાં આવે છે. તે વાળને મજબૂત બનાવે છે અને એના રંગ ને જાળવી રાખે છે. તાજા ખાવાથી અને આમળા નો લેપ વાળના મૂળમાં લગાવવાથી વાળને પોષણ મળે છે.

આમળા ના ફાયદા

આજનું વિજ્ઞાન યુવાની ટકાવી રાખવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયોગો કરી રહ્યું છે. તો આમળા એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને યુવાની ટકાવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળાંમાં રહેલું રસાયણ એ એન્ટીએજિંગ ગુણ હોવાથી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓએ પણ બનાવવાનું શરૂ કર્યું છે. જે ઈંફેક્શનથી બચાવે છે, ઇમ્યુનિટી વધારે છે.

આમળામાં સૌથી વધુ પ્રમાણમાં વિટામીન સી રહેલું છે. આમળાના રસમાં નારંગી કરતાં પણ 20  ટકા વધુ વિટામિન સીનું પ્રમાણ રહેલું છે. આમળા જે વિટામીન સીનું વનસ્પતિ શ્રેષ્ઠ સ્ત્રોત છે.  વિટામિન સી એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

આજે આપણે આમળાનો ઉપયોગ કરવાની રીત વિશે અને એના ફાયદાઓ વિશે જાણીશું.

આમળા ના ફાયદા :-

ડાયાબિટીસ :

દરરોજ આમળાનું સેવન કરવાથી ડાયાબિટીસ વાળા ને રાહત મળે છે. એનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જેના લીધે તમે ડાયાબિટીસ જેવા રોગનો શિકાર બનતા નથી.

વજન ઓછું કરવા માટે :

જો તમારું વજન વધી ગયું છે અને તમે વજન ઉતારવા માંગો છો તો તમારે આહારમાં આમળા નો સમાવેશ કરવો જોઈએ. આમળા ખાવાથી પેટમાં રહેલી અશુદ્ધિઓ બહાર નીકળે છે. પેટના વિકારો પણ દૂર થાય છે.

આના ઉપચારમાં જમતા પહેલા નવશેકા પાણીમાં ત્રિફળા ચૂર્ણ માં આમળા પાવડર મિક્સ કરીને લેવું જોઈએ.

પથરી માટે :

પથરી

જો તમે દરરોજ જમવા ના સમયે આમળાને પણ સામેલ કરો તો પથરીની સમસ્યાઓમાં ફાયદો થાય છે. એના ઉપચારમાં તમારે આમળાનો પાવડર બનાવીને એમાં મૂળાના રસને ભેળવીને ખાવું જોઈએ. આ ઉપાયથી પેટમાં ક્ષાર જમા થશે નહી અને પથરી પણ બહાર નિકળી જશે. જો તમે દરરોજ સવારમાં આમળાનું સેવન કરો તો પણ પથરી દૂર થાય છે.

એસીડીટી :

આમળા ખાવાથી પેટના વિકાર દૂર થાય છે અને પેટની કોઈ પણ તકલીફ હોય તો એમાં થી છુટકારો મેળવી શકાય છે. આમળાને સાકરની સાથે ખાવાથી એસિડિટી સમસ્યામાંથી છુટકારો મળે છે. એનાથી પેટ પણ સાફ રહે છે.

આમળા ખાતા હોય છે પરંતુ જ્યારે અને સાકર સાથે ભેળવીને ખાવામાં આવે છે. ત્યારે એની અસર ઠંડી બની જાય છે અને એસિડિટીમાં આવતા ઓડકાર થી છુટકારો મળે છે.

ચહેરા પરના ડાઘા દૂર કરવા માટે :

જો તમારા ચહેરા પર ડાઘ પડી ગયા હોય અને ઘણા પ્રયત્નો પછી પણ દૂર થતા ન હોય તો આમળાની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. સાથે ચહેરાની ત્વચા પણ ચમકદાર બને છે.

આમળાના અનેક ગણા ઉપયોગો છે. આમળા તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે.

હાર્ટ ના પ્રોબ્લેમ માટે :

હાર્ટ

આપણામાં રહેલ ડાયયુરેટિક ગુણ યુરિન સંબંધિત તમામ સમસ્યાઓમાં ફાયદો અપાવે છે. યુરિન ની સમસ્યાઓથી બચવામાં મદદરૂપ બને છે.

–  શરીરના ટોક્સિન દૂર થાય છે અને ત્વચા ચમકતી બને છે.

– વાળ કાળા અને ઘટ્ટ બને છે.

– રોજ નિયમિત આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે. જેથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

– આમળાંમાં રહેલું વિટામિન સી એ નબળાઈ દુર કરે છે અને શરીરને એનર્જી આપે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલી માહિતી આપને જરૂર થી ઉપયોગી થશે અને પસંદ આવશે.

Leave a Comment