શિયાળામાં કરો આ વસ્તુ સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શરીરમાં ઉર્જાની ઉણપ ની અસર દિવસભરના કામ ઉપર પડતી હોય છે. ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ પોષક તત્વો આપવાની સાથે શરીરને પણ એનર્જી આપે છે. માટે જ ઠંડીની સીઝનમાં એને આહારમાં સામેલ કરવી જોઈએ. એનાથી શરીરની એનર્જી જળવાઈ રહે છે અને થાક લાગતો નથી.

ખાસ કરીને ઠંડીની સીઝનમાં બધા શરીરમાં આળસ અને એનર્જીની ઉણપને અનુભવતા હોય છે. શરીરમાં ઘણી વખત પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે તો એના કારણે પણ થાક અનુભવાતો હોય છે. જેના કારણે આપણને

આપણા રોજીંદા કામો કરવામાં ઉત્સાહ રહેતો નથી, અને કામ પર વિપરીત અસર પડતી હોય છે. હું તો આજે અમે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવીશું જે શરીરને એનર્જી પ્રદાન કરે છે, અને દિવસભર તમે તાજગી સભર અને એક્ટિવ શકો છો.

આહારમાં સામેલ કરવા યોગ્ય એ વસ્તુઓ નીચે મુજબ છે

કેળા:-

કેળામાં મોટા પ્રમાણમાં પોટેશિયમ અને ફાઇબર હોય છે. એમાં કાર્બ ની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે. જે આખા દિવસમાં તમને એનર્જીથી ભરપૂર રાખે છે. કેળા પચવામાં સરળ હોય છે અને એનાથી પેટને લગતી પણ કોઈ સમસ્યા થતી નથી. જે હાઇબ્લડપ્રેશરના દર્દી હોય એમના માટે પણ કેળા ખુબ જ ફાયદાકારક છે.

ઓટ્સના આ ફાયદા :-

ઓટ્સના આ ફાયદા

ઓટ્સમાં મોટા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. અને ફાયદા પણ ખૂબ સારા છે. ઓટ્સ એ બ્લડ સુગર ને કંટ્રોલમાં રાખે છે. એને ખાવાથી જલ્દી ભૂખ પણ નથી લાગતી. ઓટ્સ એ એનર્જી વધારવાની સાથે સાથે વજન ઉતારવામાં પણ ફાયદાકારક છે. ઓટ્સમાં રહેલા પોષક તત્વો એ શરીરને અનેક રોગો સામે પણ રક્ષણ આપે છે.

ઈંડા:- ઈંડાના ફાયદા

ઈંડાના ફાયદા

ઈંડા મોટા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. બ્રેકફાસ્ટમાં ઈંડા ખાવામાં આવે તો લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે  અને શરીરની એનર્જી પણ જળવાઈ રહે છે. ઈંડા માથી પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે. આજ કારણથી ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. વજન ઓછું કરવા માટે પણ ઈંડાનો ઉપયોગી બને છે.

શકરીયા: 

શક્કરિયાની સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરની એનર્જી વધારવાનું પણ કામ કરે છે. એમાં કાર્બ, મેંગેનિઝ અને ફાઇબર, વિટામીન એ ની માત્રા ખૂબ સારા પ્રમાણમાં હોય છે. શકરીયા માં રહેલ કાર્બ અને ફાઈબર પચવામાં પણ ખૂબ જ સરળ હોય છે. માટે જાણે ખાવાથી શરીર લાંબા સમય સુધી એક્ટિવ રહે છે.

શકરીયા

સફરજન :- ફાઈબરની માત્રા સફરજનમાં ભરપૂર છે. એમાં રહેલા ફાઇબર અને નેચરલ શુગર એ ઊર્જાના સ્તરને ધીરે ધીરે વધારે છે, અને શરીરને લાંબા સમય સુધી એક્ટિવ અને તાજગીસભર રાખે છે. સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ પણ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલા છે. જે શરીરને એનર્જી પૂરી પાડે છે.

બ્રાઉન રાઇસ :- બ્રાઉન રાઈસ માં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે. સફેદ ચોખા ની સરખામણીમાં આ ખૂબ જ ઓછા પ્રોસેસ થયેલા હોય છે. એમાં ફાઇબર, વિટામીન્સ અને મીનરલ્સ વધુ પ્રમાણમાં રહેલા છે. અડધા કપ બ્રાઉન રાઈસ માં ૨ ગ્રામ ફાઇબર અને ખૂબ જ સારા પ્રમાણમાં મેંગનીઝ રહેલું હોય છે. બ્રાઉન રાઈસ ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

નટ્સ અને સિડ્સ: –

નટ્સ અને સિડ્સ

સૂકામેવામાં પ્રોટીન અને ફાઇબર ખૂબ જ સારા પ્રમાણમાં રહેલા હોય છે. જે તમને અંદરથી એનર્જી આપવાનું કામ કરે છે. નટ્સ અને સિડ્સ ખાવાથી થાક અને ભૂખ તરત જ દૂર થાય છે. જો તમને દિવસભરનો થાક દૂર કરવો હોય તો ઉર્જાનું સ્તર વધારવું જોઈએ, અને ઉર્જાના સ્તરને વધારવા માટે મુઠ્ઠીભર બદામ, કાજુ અને અખરોટ ખાવા જોઈએ. સિયા સિડ્સ પણ એનર્જી વધારવામાં ખૂબ જ કામ લાગે છે.

પાણી :-ઠંડીના દિવસોમાં લોકોની પાણી પીવાની માત્રા ઘટી જતી હોય છે. જેના કારણે શરીરની ઊર્જા ઘટી જાય છે, અને થાક મહેસૂસ થવા લાગે છે. ઠંડીની સીઝનમાં પોતાની હાઈડ્રેટ  રાખવું ખૂબ જ જરૂરી છે. એના માટે આખા દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ. એનાથી આખો દિવસ તમને તાજગી મહેસુસ થશે.

બીટ ના ફાયદા :-

બીટ ખાવાથી પણ શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે. સંશોધન તે જાણવામાં આવ્યું છે કે પેટમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ લોહીના પ્રવાહને ઝડપી બનાવે છે. બીટમાં રહેલ નાઇટ્રેટ શરીરમાં રહેલું નાઈટ્રેટ ઓક્સાઇડને વધારે છે. એનાથી ઓક્સિજનનું પ્રમાણ વધુ મળે છે અને એનર્જી લેવલ વધે છે.

આ બધા શરીરની ઉર્જા વધારવા માટેના સ્ત્રોત છે. જે અમે આજે તમને જણાવ્યા, અમને આશા છે આજની માહિતી આપને જરૂર ઉપયોગી બનશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment