શરદી ઉધરસ અને કફની સમસ્યા માટેની દવા

સામાન્ય રીતે ઋતુ પરિવર્તન કરવાની સાથે જ લોકોને શરદી અને ઉધરસની સમસ્યા પરેશાન કરે છે. ઉધરસની સાથે કફ પણ થઈ જતો હોય છે. જેનાથી ગળામાં બળતરા થતી હોય છે અને અસહ્ય દુખાવો થતો હોય છે. અવાજમાં પણ ફેરફાર આવી જાય છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડોક્ટર પાસે જતા હોય છે અને કેમિકલયુક્ત ટેબલેટનું સેવન કરે છે. જે હાનિકારક સાબિત થાય છે.

તો આજે એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું. જેનાથી તમે કોઈ પણ ખર્ચ કર્યા વિના ઘરે જ તમારી શરદી અને ઉધરસ સાથે કફ ની સમસ્યાને પણ દૂર કરી શકશો. જેનાથી તમે વાયરલ બીમારીઓમાં પણ રાહત મેળવી શકશો.

શરદી ઉધરસ

શરદી ઉધરસ ની દેશી દવા  ( શરદી ઉધરસ નો રામબાણ ઈલાજ )

હળદર :

હળદર એક મસાલો છે  જેનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે અને દરેક ઘરમાં મસાલા તરીકે વપરાય છે. જોયા કરે કફની તકલીફમાંથી છુટકારો અપાવે છે. એના માટે સૌથી પહેલા દૂધમાં થોડી હળદર અને કાળા મરી ઉમેરવા ત્યાર પછી એ દૂધને ગરમ કરવું. ત્યારબાદ તેમાં મધ મિક્સ કરવું.  કાલે સવારે નવશેકું થાય ત્યારે એને પીવુ આનાથી ઘણા બધો ફાયદો થાય છે.

લસણ અને તુલસી :

દરેક ઘરમાં સામાન્ય રીતે લસણ નો ઉપયોગ વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય એટલે પરંતુ લસણમાં એવા ગુણધર્મો મળી આવે છે. જે કફની સમસ્યા દૂર કરે છે. આ માટે સૌથી પહેલા લસણને ગ્રાઈન્ડ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યારપછી એમાં તુલસીના પાન ઉમેરીને એને ખાવાથી કફ ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

મરી :

મરી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મ ધરાવે છે. માટે જ એ શરદી ફ્લૂ અને ખાંસીને દુર કરવામાટે અક્સિર ઇલાજ છે. એના માટે સૂંઠ, મરી અને પીપર ત્રણેયના ચૂર્ણ સરખા પ્રમાણમાં લઇને એક ચમચી જેટલું ઘી, મધ કે ગરમ દૂધ સાથે લેવું.

આ સિવાય બે મરીને વાટીને મધમાં મિક્સ કરી ને ચાટી જવું એનાથી સૂકી ખાંસી માં ખૂબ જ રાહત મળે છે. અને અવાજ પણ ખુલી  જાય છે.

ડુંગળી :

તમને જાણીને આશ્ચર્ય થશે કે ડુંગળી પણ કફની સમસ્યા દૂર કરે છે. એના ઉપાય માં સૌથી પહેલા ડુંગળીની ઉપરની છાલ કાઢી નાખવી અને ગ્રાઈન્ડરમાં એને ગ્રાઇન્ડ કરી લેવી. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરવો અને મધ મિક્સ કરવું આ મિશ્રણને ચાટવાથી ગળામાં જામ થઈ ગયેલો કફ બહાર નીકળી જાય છે અને ગળું એકદમ ચોખ્ખું થઈ જાય છે.

લીંબુ :

અત્યાર સુધી લીંબુનો વિવિધ રીતે ઉપયોગ કર્યો હશે અને લીંબુ વિશે ઘણું બધું માહિતી અને સાંભળી પણ હશે પરંતુ એ વસ્તુ જાણવું જોઈએ કે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે જે ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી બને છે. આજ કારણથી તે કફની સમસ્યામાં પણ રાહત આપે છે આ માટે સૌથી પહેલા એક બ્લેક ટી બનાવી એમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને એને પીવું. જેના સેવન માત્રથી જ આ તકલીફથી છુટકારો મેળવી શકાય છે.

આદુ :

જો તમે પણ કફની સમસ્યાથી પરેશાન છો તો આદુ પણ એમાં રાહત અપાવી શકે છે. સૌથી પહેલા હતું એ ગ્રાઈન્ડ કરીને પેસ્ટ કરી લેવી પછી તેમાં મધ નાખીને મિક્સ કરવું. હવે એને બરાબર હલાવીને સેવન કરવું. એનાથી કફ થી છુટકારો મળે છે, અને આ સિવાય પણ તમે ગરમ દૂધ સાથે મધ મિક્સ કરીને પણ લઈ શકો છો. એનાથી પણ કફ ઓગળે છે અને રાહત મળે છે

સૂંઠ :

સૂંઠ, ગોળ અને ઘીની ગોળીઓ બનાવીને દરરોજ સવાર સાંજ ખાવી આ સિવાય સૂંઠ અને ગોળ ની રાબ બનાવીને પીવાથી પણ શરદી અને કફ દૂર થાય છે.

અળસી :

ગળાનું ઇન્ફેક્શન દૂર કરવા માટે અળસીથી એ અકસીર ઈલાજ છે. એના માટે પાણીમાં 2 ટેબલસ્પૂન અળસી નાખી ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળવું. ત્યાર પછી તેને ગાળી લેવું અને એમાં 3 ટેબલસ્પૂન મધ મિક્ષ કરવું, એમાં જ થોડો લીંબુનો રસ પણ એડ કરવો. આ મિશ્રણને દિવસમાં થોડી થોડી વારે પીતા રહેવું.

અજમો :

અજમાની થોડો ગરમ કરીને પાતળા કપડામાં પોટલી બાંધીને એને સૂંઘવાથી છીંક અને શરદી ઓછી થાય છે.

નવશેકુ પાણી :

હૂંફાળું ગરમ પાણી પીવાથી પણ શરદીની સમસ્યામાં રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો

તો હતા શરદી, ખાંસી અને ઉધરસમાંથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપચાર અમને આશા છે કે તમને જરૂર થી આ માહિતી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “શરદી ઉધરસ અને કફની સમસ્યા માટેની દવા”

Leave a Comment