ઝાડા નો ઉપચાર ઝાડા ની દવા ઝાડા નો આયુર્વેદિક ઉપચાર જાણો

ઝાડા નો ઉપચાર મિત્રો ઝાડા એ પાચન તંત્ર સંબંધિત સમસ્યા છે. જે આંતરડામાં બેકટેરિયા થવાને કારણે અથવા વાઇરસનો ચેપ લાગવાને કારણે થાય છે. એ સમયે મોટું આંતરડું પાણીને શોષવામાં નિષ્ફળ જાય છે. માટે આંતરડાની ગતિ વિધિ દ્વારા ઝાડા સ્વરૂપે એ પાણી બહાર આવે છે.

આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાત, પિત્ત, કફ ત્રણ દોષોના અસંતુલનને કારણે શરીરનું પાચનતંત્ર નબળું પડી જાય છે. જેના કારણે ખાધેલો ખોરાક વ્યવસ્થિત રીતે પચતો નથી. જે ખોરાક મળમાં ભળી જાય છે. જ્યારે ઝાડા થાય છે વ્યક્તિ દવા લઈને ઝાડા પર નિયંત્રણ મેળવવા પ્રયત્ન કરે છે.

ઝાડા ની દવા

 

પરંતુ ઝાડાને રોકવા અને એને મટાડવા માટે ઘણા પણ છે. જેનો પ્રયોગ કરીને તમે ઝાડાને નિયંત્રિત કરી શકો છો.

ઝાડા  થવાના કારણો

1. દૂષિત પાણી અથવા દુષિત ખોરાકનું સેવન કરવામાં આવે તો પાચન તંત્ર સંબંધિત ચેપ થઈ શકે છે. માટે આ સમસ્યા ઉભી થાય છે.

2. રાત્રે વધેલો વાસી ખોરાક ખાવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. ઉપરાંત વધુ માત્રામાં ખોરાક લેવાથી પણ ઝાડા થઈ શકે છે.

3. જંકફૂડ ખાવાથી પણ આ સમસ્યા થાય છે. જેમ કે, સમોસા, પિઝા, બર્ગર અને ચણાના લોટમાંથી બનેલી વાનગીઓ વધુ પ્રમાણમાં સેવન કરવાથી પણ ઝાડાની સમસ્યા થાય છે.

4. ક્યારેક વધુ સમય સુધી મળ રોકી રાખવામાં આવે તો પણ આ તકલીફ થઇ શકે છે.

5. જો વધુપડતું તણાવ રહેતો હોય તો પણ પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. જેના કારણે ઝાડાની સમસ્યા થઈ શકે છે.

6. વધુ પડતું દારૂનું સેવન કરવાથી પણ ઝાડા ની સમસ્યા થાય છે.

7. વધુ પડતું મસાલાવાળો, તેલયુક્ત ખોરાક ખાવાથી પણ આ તકલીફ થાય છે.

ઝાડાના લક્ષણો

1. દર્દીને તાવ આવે છે.

2. પેટમાં દુખાવો થાય છે.

3. દર્દીને ઊલટી જેવું પણ થાય છે.

4. સામાન્ય કરતાં વધુ તરસ લાગે છે.

5. જો આ સમસ્યા વધુ રહે તો વજન ઘટવાનો અનુભવો થાય છે.

6. દર્દીને થાક અને સુસ્તી લાગે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો :

1. આ સમસ્યામાં નબળાઈ આવી જતી હોય છે માટે આરામ કરવો જોઈએ.

2. ફાઇબર વાળો ખોરાક અને ફળોના સેવન કરવું નહિ. આ સિવાય બહારની વસ્તુઓ પણ ખાવાનું ટાળવું જોઈએ.

3. કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરવી જોઈએ નહીં.

4. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું જોઈએ નહીં, સાથે એક વાતનું ધ્યાન રાખવું કે સમયસર હળવો ખોરાક લેવો જોઈએ.

5. નિયમિત દવાઓ લેવી જોઈએ. જો નિયમિત દવા લેવામાં આવે નહીં તો તકલીફ વધી શકે છે.

6.  રાત્રે વહેલા સૂ જવું જોઈએ કારણ કે રાત્રે મોડા સુધી જાગવાથી શરીરના દોષો સંતુલિત રહેતા નથી.

આ પણ વાંચો – શરદી ઉધરસ અને કફની સમસ્યા માટેની દવા

ઝાડા નો ઉપચાર | ઝાડા ની દવા | ઝાડા નો આયુર્વેદિક ઉપચાર | ઝાડા બંધ કરવાનો ઉપાય

ઝાડાની સમસ્યામાં પાણીની સાથે શરીર માટે જરૂરી ખનીજો શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. જેના કારણે શરીરમાં નબળાઈ આવી જતી હોય છે. માટે પહેલા તો ઇલેક્ટ્રોલાઈટ પાવડર લેવો જોઈએ. એના માટે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ, ચપટી મીઠું પણ મિક્સ કરીને પી શકાય.

દહીં :

ઝાડાની સમસ્યામાં દહીં એ રામબાણ ઈલાજ છે. દહીમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા છે. જે શરીરમાં રહેલા હાનીકારક બેક્ટેરિયા સામે લડે છે, એને શરીર માંથી બહાર કાઢે છે. જેનાથી આ સમસ્યા દૂર થાય છે.

કેળું :

ઉપરાંત ઝાડાની સમસ્યાના કેળું ખાવું પણ હિતાવહ માનવામાં આવે છે. કેળામાં રહેલ પેકટિન ઝાડામાં દવાનું કામ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યામાં પાકેલા કેળા નું સેવન કરવામાં આવે તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ લેવાની જરૂર પડતી નથી.

ફૂદીનો :

આ ઉપરાંત ફૂદીનો પણ ખૂબ જ મદદરૂપ થાય છે. આ સમસ્યામાં ફુદીનાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. ઉપરાંત ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણો ડાયેરીયામાં રક્ષણ આપે છે. આ માટે તમે ફૂદીનાનો રસનું સેવન કરી શકો છો અથવા તેના પાન પાન ચાવીને ખાઈ શકાય છે.

દાડમ :

આ ઉપરાંત દાડમ પણ ખૂબ જ ફાયદાકારક બને છે. એમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને શરીરમાં રહેલા હાનીકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. સાથે ઝાડાને થતા રોકે છે. એ માટે એકથી બે ગ્લાસ તાજા દાડમનો રસ દિવસ દરમિયાન પીવો જોઇએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની જરૂરી અને ઉપયોગી માહિતી આપને ચોક્કસ પસંદ આવશે.

Leave a Comment