બાજરીનો રોટલો ખાવાથી થાય છે આટલાં ફાયદા

બાજરીના રોટલો ખાવાના ફાયદા  મિત્રો બાજરીનું સેવન કરવું આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરી ખાવાથી પાચનશક્તિ સુધરે છે. સાથે અન્ય બીમારીઓ પણ દૂર થાય છે. ઘણી બધી બીમારીઓને દૂર કરવાની શક્તિ બાજરીમાં રહેલી છે. માટે આજે બાજરી ખાવાથી થતા ફાયદા વિશે અમે તમને જણાવીશું.

બાજરીના રોટલો ખાવાના ફાયદા

બાજરી ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. સાથે ડાયાબિટીસમાં પણ રક્ષણ આપે છે. એ ઉપરાંત બાજરાનો રોટલો ખાવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે. માટે જ બાજરીને ઊર્જાનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. બાજરામાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. માટે વજન ઘટાડવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક બને છે.

બાજરીનો રોટલો

એટલું જ નહીં પરંતુ બાજરીના રોટલા ખાવાથી હૃદયરોગમાં પણ રક્ષણ મળે છે. કારણ કે તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે. સાથે જ બાજરીમાં મેગ્નેશિયમ , પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ સાથે આર્યન પણ ભરપૂર માત્રામાં રહેલાં છે. જેથી તે ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.

જો કબજિયાતની સમસ્યા હોય તો એમાં પણ બાજરી ખાવાથી રાહત મળે છે. ઉપરાંત પેટ સંબંધિત અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે. બાજરી ખાવાથી કિડની અને લીવરમાં રહેલાં ઝેરી તત્વો બહાર નીકળે છે.

બાજરી માં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ, સેલેનિયમ, આપણા શરીરમાં કેન્સરના કોષોને પેદા કરતા ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે. સાથે જ હૃદયરોગ, કેન્સર જેવા અન્ય રોગોમાં રક્ષણ આપે છે.

કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે કે જે સ્ત્રીઓ ખોરાકમાં બાજરીનો ઉપયોગ કરે છે તેમનામાં સ્તન કેન્સરનું જોખમ ઘટે છે. કારણકે કેન્સરથી બચવા માટે ફાઇબર યુક્ત ખોરાક લેવો ખૂબ જરૂરી છે અને બાજરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે.

એટલું જ નહીં પરંતુ અસ્થમાથી પીડિત વ્યક્તિ માટે પણ બાજરી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે જો બાજરીનું સેવન કરવામાં આવે તો અસ્થમા નો વિકાસ થતો નથી.

bajara na rotla na fayda

હાલના સમયમાં કામના બોજના કારણે, તણાવ એ એક સામાન્ય બાબત થઈ ગઈ છે. તો તણાવ દૂર કરવા માટે પણ બાજરી ખૂબ જ ફાયદાકારક છે. બાજરી ખાવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. કારણ કે બાજરામાં ટ્રીપટોફેન રહેલું છે. જે સેરોટોનિન નું સ્તર વધારે છે. સેરોટોનિન તણાવ ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ બને છે.

બાજરી માં વિટામીન સી, વિટામીન ઇ અને સેલેનિયમ રહેલા છે. જે સૂર્યના હાનિકારક કિરણોથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે. ત્વચાના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. ઉપરાંત બાજરી એ પ્રોટીનનો પણ મુખ્ય સ્ત્રોત છે. જે ખરતા વાળ અટકાવવા છે સાથે વાળને મજબૂત બનાવે છે.

બાજરામાં કોપર, ફોલિક એસિડ અને ફોલેટ ભરપૂર માત્રામાં રહેલાં છે. જે આપણા શરીરમાં લાલ રક્ત કણોના નિર્માણમાં અને હીમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે.

દૂધ કરતાં પણ વધુ માત્રામાં કેલ્શિયમ બાજરીમાં રહેલું છે. ઉપરાંત ખૂબ જ સારી માત્રામાં મેગ્નેશિયમ પણ રહેલું છે. જે શરીરના હાડકાને મજબૂત બનાવે છે. સાથે શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બાજરી ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો ખોરાકમાં બાજરીને સામેલ કરવી જોઈએ. બાજરા માં ટ્રીપટોફન નામનું એમિનો એસિડ રહેલું છે. જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી માટે વજન નિયંત્રણમાં રહે છે.

ઉનાળામાં બાજરી ની લસ્સી બનાવીને પણ પી શકાય છે. જ્યારે શિયાળામાં બાજરીનો રોટલો કે રોટલી બનાવીને ખાઇ શકાય છે.

શિયાળામાં એનર્જી લેવલ ઓછું થઈ જાય ત્યારે બાજરો ખૂબ જ કામમાં આવે છે. એવામાં જ્યારે બાજરાના રોટલા ખાવામાં આવે તો તાકાત મળે છે. બાજરી માં મુખ્ય રીતે સ્ટાર્ચ રહેલો છે. માટે બાજરો ખાવાથી બોડી માં એનર્જી રહે છે. બાજરી પાચનક્રિયાની ની સારી બનાવે છે. બાજરીમાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે. મોટી પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા માટે પણ બાજરી મદદરૂપ બને છે. કબજિયાત અને ગેસ જેવી પેટની સમસ્યાઓને પણ દૂર રાખે છે.

બાજરો ખાવામાં જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્ય માટે પણ એટલો જ ફાયદાકારક છે. ઘઉં ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી રહેલી છે. બાજરાના રોટલાની સાથે ઘી ખાવામાં આવે તેનું ન્યુટ્રીશન અનેક ગણું વધી જાય છે. માટે જો બાજરાને નિયમિત રીતે ખાવામાં આવે તો શરીર મજબૂત બને છે. સાથે અનેક રોગોમાં રક્ષણ પણ મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “બાજરીનો રોટલો ખાવાથી થાય છે આટલાં ફાયદા”

Leave a Comment