આપણી આસપાસ ઘણા બધા એવા લોકો જોવા મળે છે, જે ગુસ્સામાં બાળકો પર હાથ ઉપાડે છે. ખાવાનું ન ખાધું હોય તો થપ્પડ મારે છે, ભણવા ન બેસે તો ગુસ્સામાં મારે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ રીતે બાળક પણ હાથ ઉપાડવાથી ઘણી આડઅસર થઈ શકે છે. તો ચાલો આજે એના વિશે જાણીએ.
બાળકના ભવિષ્ય પર દુષ્પ્રભાવ પ્રભાવ પડે છે
ઘણા સંશોધનો મુજબ, જે બાળકો શારીરિક સજા ભોગવે છે તે બાળકો આક્રમક બને છે. તેઓ પણ તેમના સાથે મિત્રો સાથે કંઈક એવું જ વર્તન કરતા હોય છે અને ધીમે ધીમે તેની અસર તેમના સંબંધો પર પણ દેખાવા લાગે છે. માટે એ જ સારું રહે છે કે બને ત્યાં સુધી બાળકને પ્રેમથી સમજાવીએ.
બાળક પર ખરાબ અસર પડે છે
બાળકો વડીલો પાસેથી જ બધું શીખતા હોય છે. બાળકની શિષ્ટ આપવા માટે તમે બાળપણથી જે પ્રકારનું વલણ અપનાવશો બાળક પણ એ જ પ્રકારનું વલણ અપનાવવાનું શરૂ કરે છે. બાળકને લાગશે કે આ રીત સારી છે અને તેના કારણે તે શાળાથી લઈને કોલેજ સુધી તેના સાથે મિત્રો સાથે પણ આ જ પ્રકારનું વલણ અપનાવે એવું બની શકે છે.
માનસિક રીતે નુકસાન થાય છે
બધા જ માતા પિતા બાળકને ખૂબ જ પ્રેમથી ઉછેરે છે. પરંતુ જ્યારે તે ગુસ્સામાં બાળક પર હાથ ઉપાડે છે, ત્યારે બાળક પોતાના વિશે ખરાબ વિચારવા લાગે છે. અને તે એકલતા અનુભવા લાગે છે, ઠપકો આપ્યા પછી પણ ભલે તમે બાળકને ગળે લગાડો, પરંતુ તેના મનમાં પોતાના પ્રત્યેની ખોટી લાગણી પેદા થતી અટકાવવી ખૂબ જ જરૂરી છે.
બાળકો જિદ્દી બની જાય છે
બાળકોની નિયંત્રણમાં રાખવા માટે હાથ ઉપાડવાથી બાળકો એ સમયે તો શાંત થઈ જાય છે, પરંતુ તે સ્વભાવે વધુ જિદ્દી પણ બને છે. ઘણીવાર આપણે કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે, આપણા બાળક તરફ ધ્યાન આપતા નથી.
પરંતુ જ્યારે આપણે બાળકનો કોઈપણ એક્ટિવિટીમાં સમાવેશ કરતા નથી, ત્યારે તેના પર કાબુ રાખવાની બદલે આપણે આપણો ગુસ્સો ગુમાવી દઈએ છીએ, અને તેના પર હાથ ઉપાડી બેસીએ છીએ. આ પ્રકારનું વર્તન કરવાથી બાળકો પોતાની મનમાની કરવાનું શરૂ કરી દેતા હોય છે.
બાળક પર હાથ ઉપાડવાની આદત સારી નથી
જો તમે એકવાર બાળક પર હાથ ઉપાડો છો તો, પછી તે માનશે નહીં. માતા પિતા ઘણીવાર ગુસ્સાની સ્થિતિમાં પોતાનું નિયંત્રણ ગુમાવી દેતા હોય છે અને ખૂબ જ આક્રમક બની જતા હોય છે. આ પ્રકારનું વર્તન બંધ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બાળક તમારી પાસેથી ઘણું બધું શીખતું હોય છે અને તમારા વર્તનની તેનાથી માનસિક સ્થિતિ પર અસર પડે છે. જે સારો પ્રભાવ પાડતું નથી. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ અને બાળકોને પ્રેમથી સમજાવવું જોઈએ કે, તે ખોટું છે .તેણે આમ ન કરવું જોઈએ. એવી સ્થિતિ પેદા ન કરો કે તમારે બાળક પર હાથ ઉપાડવો પડે.
મારવાથી બાળકો સુધારતા નથી
ઘણીવાર તમે જોયું હશે કે, માતા – પિતા તમાચો મારે ત્યારે બાળક વધુ આક્રમક બની જાય છે અને બાળકને જેટલું પ્રેમથી સમજાવીએ, એટલું જ તે સારી રીતે સમજે છે. જો તમે ઈચ્છો તો થોડા સમય માટે બાળક સાથે વાત કરવાનું બંધ કરો અને પછી શાંતિથી બાળકને સમજાવો. એનાથી તમે બાળકના વર્તનમાં ચોક્કસ ફેરફાર જોશો.
બાળકો સાથે કામ કરો
જિદ્દી બાળકો ખૂબ વધારે પડતા સંવેદનશીલ હોય છે. અને તેઓ આવી વાતોને ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવતા હોય છે. માટે તેમની સાથે તમે કેવો વ્યવહાર કરો છો, એ બાબતનો ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તમારું બોલવાનું બોડી લેંગ્વેજ શબ્દો વગેરે પર ખાસ સાવધાની રાખવી.
જો બાળકોને તમારો વ્યવહાર સારો નહીં લાગે તો, તેઓ તેઓ વિદ્રોહી બની જશે. દરેક બાબત પર જવાબ આપવા લાગે છે અને ગુસ્સો કરવા લાગે છે.
બાળકો પર બીજા સામે ગુસ્સો કરવો નહીં
ઘણીવાર બાળકો દ્વારા ભૂલ થતી હોય છે. ત્યારે માતા પિતા તેઓને સમજાવવાની બદલે બીજા વ્યક્તિઓની સામે જ ખીજાવવા લાગે છે. સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષની ઉંમર સુધીના બાળકોના મનમાં આત્મસન્માનની ભાવના જાગૃત થઈ જાય છે. એવામાં જો માતા-પિતા તેઓને બીજાઓની સામે ખીજાય છે. તો તેમને ઊંડો આઘાત લાગી શકે છે અને બદલા ની ભાવના પણ તેમના મગજમાં ઘર કરી જાય છે. અંતે બાળક ચીડિયું થઈ જાય છે. માટે બાળકોને એકાંતમાં સમજાવવા જોઈએ બીજાની સામે ગુસ્સો કરવો જોઈએ નહીં.
બાળકોમાં ડર અને બદલાની ભાવના પેદા થાય છે
બાળકોની નાની નાની વાતમાં ઠપકો આપવાથી કે, મારવાથી તેમનામાં એક પ્રકારનો ડર પેદા થાય છે અને તેઓ પોતાના માતા પિતા થી વાતો છુપાવવા લાગે છે.
ઘણીવાર બાળકો માતા-પિતાના વર્તન યાદ કરીને મોટા થતા હોય છે, અને તે એમની ગંદી યાદોમાં સમાવેશ થઈ જતો હોય છે. પ્રયત્ન કરો કે તમે બાળકને સારું અને ખુશ ખુશાલ બાળપણ આપો અને સારા માતા-પિતા બનો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે.