આપના કપડાને ચોખ્ખાં ચણાક કરતું વોશિંગ મશીન પણ અંદરથી અને બહારથી બંને તરફ સ્વચ્છ હોવું જોઈએ. જરા સરખી રાખેલી તમારી કાળજી તમારા ટોપ લોડ વોશિંગ મશીનને નુકસાન થવાથી બચાવી શકે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે વસ્તુઓની પૂરતી કાળજી નથી લેતા જેના કારણે એ વસ્તુ એક દિવસ અચાનક બગડી જાય છે.
તમને ખ્યાલ નહિ હોય પણ ઘણી વખત વોશિંગ મશીનની સફાઈ ન કરવાને કારણે તેમાં દુર્ગંધ આવવા લાગે છે અને આ સાથે જ કીટાણુ, બેક્ટેરિયા જમા થાય છે. હવે તમને એમ થશે કે આ વોશિંગ મશીન સાફ કઈ રીતે કરવું. તો વોશિંગ મશીન સાફ કરવાની ઘણી બધી રીતો છે, પરંતુ આજે અમે તમને જે રીત જણાવવા જઈ રહ્યા છે એ ખૂબ જ સરળ રીત છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ રીતની મદદથી તમને એકપણ રૂપિયો ખર્ચ્યા વગર તમારા વોશિંગ મશીનને એકદમ સરળતાથી સાફ કરી શકશો
કેવી રીતે સાફ કરવું વોશિંગ મશીન
સૌથી પહેલા વોશિંગ મશીન ચાલુ કરો અને તમારા વોશિંગ મશીનને ગરમ પાણીથી ભરી દો. હવે તમારે વોશર ચલાવવાનું છે અને એ વોશરમાં સફેદ વિનેગર માપીને નાખવાનું છે.આ માટે તમારે લગભગ 1 કપ જેટલું વિનેગર ઉમેરવું પડશે. જો તમે વોશિંગ મશીનની વધુ સારી સફાઈ કરવા માંગતા હોય તો ગરમ પાણીમાં એક કપ ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો
હવે વોશિંગ મશીનને 5 મિનિટ સુધી ચાલુ રાખીને પછી બંધ કરો. એ બાદ વૉશિંગ મશીનને એકાદ કલાક માટે બંધ જ રાખો, જેથી વિનેગર અને ખાવાનો સોડા તમારા વૉશિંગ મશીનમાંથી ગંધ, જંતુઓ, બેક્ટેરિયાને દૂર કરી શકે. એટલું જ નહીં વિનેગર અને ખાવાનો સોડા મશીનની અંદર જામેલી ગંદકી પણ દૂર કરી દેશે
આ તો થઈ મશીનને અંદરથી સાફ કરવાની વાતો પણ ધ્યાન રાખો કે મશીનને બહારથી સાફ કરવું પણ એટલું જ અગત્યનું છે. આ માટે તમને બજારમાં ઘણા ક્લીનર મળી રહશે. આ ક્લીનરનો ઉપયોગ કરીને વોશિંગ મશીનને બહારથી સાફ કરી લો. સૌ પ્રથમ વૉશિંગ મશીનના ગંદા ભાગો પર ક્લીનર સ્પ્રે કરો.હવે એક ચોખ્ખું કપડું લઈને ગંદા ભાગ પર ઘસીને સાફ કરી લો. તો આ રીત અપનાવ્યા બાદ થોડી જ મિનિટોમાં તમારું વોશિંગ મશીન એકદમ નવુ હોય એવું લાગવા લાગશે. હવે તમારું વોશિંગ મશીન અંદર અને બહાર બંને તરફથી એકદમ ચોખ્ખું થઈ ગયું છે
વોશિંગ મશીનને અંદર અને બહારથી સાફ કરી લીધા બાદ હવે છેલ્લે વોશિંગ મશીનમાં ભરેલું પાણી કાઢી નાંખો. તમારે આ રીતે દર ત્રણ મહિને વોશિંગ મશીનને સાફ કરતા રહેવુ જોઈએ, આમ કરવાથી તમારું વોશિંગ મશીન હંમેશા સાફ જ રહેશે. અને હજી જાણે હમણાં જ લાવ્યા હોય એવું નવું જ લાગશે.
અમે જણાવેલી રીત પ્રમાણે તમે પણ તમારું વોશિંગ મશીન સાફ કરી જોજો અને એ બાદ અમને અભિપ્રાય આપવાનું ચુકતા નહિ
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.