વધેલી રોટલી ના પાત્રા બનાવવાની રીત
વધેલી રોટલી માંથી પાત્રા બનાવવું એ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાની રીત છે. ઘણી બધી રેસીપી ઉપલબ્ધ છે, પણ અહીં એક સરળ રેસીપી આપી છે.
સામગ્રી:
- વધેલી રોટલી – 2-3
- દહીં – 1 કપ
- લીલા મરચાં – 2-3, કાપેલા
- આદુ – 1/2 ઇંચ, છીણેલું
- લીલા ધાણા – 2 ટેબલસ્પૂન, સમારેલા
- હળદર – 1/2 ચમચી
- મીઠું – સ્વાદાનુસાર
- તેલ – તળવા માટે
બનાવવાની રીત:
- વધેલી રોટલી ને ભીંજવીને, પાણી નિચોડી નાખો.
- મિક્સરમાં ભીંજવેલી રોટલી, દહીં, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, હળદર અને મીઠું નાખીને પેસ્ટ બનાવો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપ પર પેસ્ટ ના નાના ગોળા વાળીને તળો.
- બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- બાઉલમાં ચણા નો લોટ લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર, મરી પાવડર, લાલ મરચું પાવડર, વરિયાળી પાવડર અને તેમાં બનાવી ને રાખેલ ગોળ આમલી ની પેસ્ટ નાખો.
- વે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક ધોલ બનાવી લ્યો. થોડું થીક ધોલ બનાવવુ જેથી પાત્રા સરસ બને. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘોલ્ લગાવી લ્યો. હવે તેની ઉપર એક રોટલી રાખો. હવે તેની ઉપર ફરી થી ધોલ લગાવી લ્યો. હવે રોટલી ને ટાઈટ ફોલ્ડ કરી લ્યો.
- ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક ચારણી વારી પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર રોટલી ના રોલ રાખો. હવે તેને સ્ટીમર માં રાખો. હવે તેને ઢાંકી દયો. હવે તેને આઠ થી દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.તેને સ્ટીમર માંથી કાઢી લ્યો. હવે રોટલી ના રોલ ના અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી પીસ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
પાત્રા નો વઘાર કરવા માટેની રીત
- પાત્રા નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ નાખો.
- તેમાં લીમડા ના પાન અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં પીસ કરીને રાખેલ પાત્રા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, ખાંડ અને લીંબુ નો રસ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી વધેલી રોટલી ના પાત્રા. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ વધેલી રોટલી ના પાત્રા ખાવાનો આનંદ માણો.
ટીપ્સ:
- તમે તમારી પસંદગી મુજબ મસાલા ઉમેરી શકો છો, જેમ કે લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાવડર, વગેરે.
- તમે પાત્રા ને વધુ ક્રિસ્પી બનાવવા માટે બેક કરી શકો છો.
- તમે પાત્રા ને ઠંડા કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને પછી ગરમ કરીને ખાઈ શકો છો.
રસોઈ બનાવતી વખતે રસોઈનું માપ શું રાખવું ?
રસોઈ બનાવતી વખતે યોગ્ય માપ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વાદ અને ગુણવત્તા બંનેને અસર કરે છે. યોગ્ય માપ રાખવાથી નીચેના ફાયદા થાય છે:
- દહીંવડાં : જમણવાર સાથે 8 વ્યક્તિ માટે 2 કપ ચોળાની , 1 કપ અડદની દાળ .
- પાંદડાં : જમણવાર સાથે 35 વ્યક્તિ માટે 14 કિલો પાંદડાં , 1 કિ . ચણાનો ઝીણો લોટ ,
- ઢોકળાં : 10 વ્યક્તિએ 5 કપ લોટ – રસપૂરી સાથે .
- ઢોસા બનાવવા માટે : ૩ કપ ચોખામ, ૧ કપ અડદ ની દાળ, 1/2ચમચી મેથી ના દાણા………
- સેવઉસળ : 15 માસ માટે 1 કિલો શેકો વટાણા .
- લાડવા : 100 ગ્રામ ઘઉંનો જાડો લોટ , 3 લાડવા ,
- રગડાપેટીસ ઃ । વ્યક્તિએ 2 બટાકા , 1 મુઠી વટાણા .
- ગાજરનો હલવો : 5 વ્યક્તિએ 1 ક્લોગ્રામ ગાજર , 500 મિલિ દૂધ અને મલાઇ .
- સ્વાદિષ્ટ ભોજન: યોગ્ય માપમાં મસાલા અને અન્ય સામગ્રી ઉમેરવાથી ભોજનનો સ્વાદ સુધરે છે. ઓછા મસાલા હોય તો ભોજન ફિક્કું લાગશે, જ્યારે વધારે મસાલા હોય તો તે કડવું થઈ શકે છે.
- પૌષ્ટિક ભોજન: યોગ્ય માપમાં પોષક તત્વો ધરાવતી સામગ્રી ઉમેરવાથી શરીરને જરૂરી પોષણ મળે છે. ઓછા પોષક તત્વો હોય તો શરીરને નબળાઈ લાગી શકે છે, જ્યારે વધારે પોષક તત્વો હોય તો તે શરીર માટે નુકસાનકારક પણ થઈ શકે છે.
- ઓછો ખર્ચ: યોગ્ય માપમાં સામગ્રી ખરીદવાથી ખર્ચ ઓછો થાય છે. વધારે સામગ્રી ખરીદીએ તો તે બગડી શકે છે, જેનાથી પૈસાનો વ્યય થાય છે.
- ઓછો કચરો: યોગ્ય માપમાં સામગ્રી વાપરવાથી ખોરાકનો કચરો ઘટે છે. વધારે બનાવેલું ભોજન બગડી શકે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે.
રસોઈ બનાવતી વખતે યોગ્ય માપ રાખવા માટે નીચેના ટીપ્સનો ઉપયોગ કરી શકાય છે:
- માપવાનાં સાધનોનો ઉપયોગ કરો: ચમચી, કપ, ગ્રામ વગેરે જેવા માપવાનાં સાધનોનો ઉપયોગ કરો.
- રેસીપીનું કાળજીપૂર્વક વાંચન કરો: રેસીપીમાં દરેક સામગ્રીનું માપ સ્પષ્ટ રીતે આપેલું હોય છે. તેને કાળજીપૂર્વક વાંચો અને તે મુજબ માપો.
- તમારા અનુભવનો ઉપયોગ કરો: જેમ જેમ તમે વધુ રસોઈ બનાવશો, તેમ તેમ તમને ખબર પડશે કે કેટલી સામગ્રી ઉમેરવી.
ઉપયોગી કામની કિચન ટીપ્સ
રોટલી પાતળી બનાવવા માટે
આપણે ત્યાં લગભગ બધા જ ઘરોમાં રોટલી બનતી હોય છે. ઘણા ઘરોમાં રોટલી જાડી બનતી હોય છે. પરંતુ રોટલીનો સ્વાદિષ્ટ અને પાતળી બનાવવી હોય તો આ પદ્ધતિ અપનાવવી જોઇએ. જ્યારે તમે રોટલીનો લોટ બાંધીએ સમયે તેમાં બે ચમચી દૂધ, મલાઈ અથવા ઘી નાખવું જોઈએ. એનાથી રોટલી પાતળી અને સ્વાદિષ્ટ બને છે.
પુરી ફુલતી નથી તો
પાણીપુરી તો મોટાભાગે બધાને જ પસંદ હોય છે. પરંતુ તેની પૂરી ઘર પર બનાવવામાં આવે તો આપણી પુરી ફુલતી નથી. તો એના માટે આપણે જ્યારે પાણીપુરી ની પુરી બનાવવા માટે લોટ બાંધીએ ત્યારે એમાં ઝીણા રવાની સાથે પીવાની સાદી સોડા નો ઉપયોગ કરવો જોઈએ. પાણીપુરી નો લોટ પાણીની જગ્યાએ આ સોડા થી બાંધવામાં આવે તો પાણીપૂરીની પૂરી ફૂલે છે.
ભીંડી ના શાકમાં ચીકાશ દુર કરવા માટે
ઘણા લોકોને ભીંડી નું શાક ખૂબ જ પસંદ હોય છે. પરંતુ જ્યારે મહિલાઓ ભીંડી નું શાક બનાવતી હોય ત્યારે શાકમાં ચીકાશ રહેતી હોય છે. પરંતુ એમાં એક ચમચી દહીં નાખવામાં આવે તો, ભીંડા ની ચીકાશ દૂર થઈ જાય છે અને શાક પણ સ્વાદિષ્ટ બને છે.
શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખવુ. શાકની તીખાશ ઓછી થઇ જશે. ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખવુ. ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ બનશે.
ટામેટા પર તેલ લગાવીને શેકશો તો તેની છાલ સરળતાથી નીકળી જશે.પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું અને ચમચી અજમો નાંખશો તો તે વધુ સ્વાદિષ્ટ બનશે ગરમ પાણીથી કોથળીનો શેક કરતી વખતે ગરમ પાણી ભરતી વખતે કોથળીમાં એક ચપટી મીઠું નાખવાથી લાંબા સમય સુધી પાણી ગરમ રહે છે.
મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જમ્યા બાદ વખત બ્રશ કરવુ ચોકલેટ કે મીઠાઈ ખાવી નહિ. શક્ય હોય તો ભોજન બાદ ફળ ખાવા ટામેટા, ગાજર, સફરજન, સંતરા વગેરે ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. કાચના વાસણોની ચોખ્ખાઇ રાખવી ખૂબ જરૂરી છે. આ માટે તમે કોઇ કાગળ અથવા તો પેપરનો ઉપયોગ કરી શકો છો. કાચના વાસણ સાફ કરવા માટે તમે એક બોટલમાં થોડુ પાણી અને સિરકો મિક્સ કરવો. પછી આ સ્પ્રે ને બોટલમાં ભરી લેવું અને કાચના વાસણ પર સ્પ્રે કરો. ત્યારબાદ કાગળથી લૂંછી લેવું. આમ કરવાથી તમારા કાચના વાસણ એકદમ ક્લિન થઇ જશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.