ઘઉં કરતાં 100 ગણું શક્તિશાળી છે આ અનાજ અનેક રોગો કરે છે દુર

રાગી ના ફાયદા રાગી એશિયા તેમજ આફ્રિકા ખંડના સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એ હલકું ધાન્ય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લા વલસાડ, નવસારી, તાપી જિલ્લા તેમજ સુરત જિલ્લાના આદિવાસીઓ રાગી એટલે કે નાગલી ની ખેતી કરે છે. તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે રાગી એક ઋતુમાં એટલે કે, આશરે 100 થી 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. રાગી મૂળ રૂપમાં ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે.

રાગી માં કેલ્શિયમ, પ્રોટીન, રેસાઓ તથા અન્ય ક્ષારનું પ્રમાણ ભરપૂર માત્રામાં રહેલું છે. જેના કારણે રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. ઉપરાંત એમાં ચરબીનું પ્રમાણ નહિવત હોય છે તથા મોટા ભાગે તેમાં અસેચ્યુરેટેડ ચરબી હોય છે. જે પચવામાં સરળ હોય છે તથા, ગ્લુટીન ધરાવતું નથી માટે, એટલે કે જે લોકો ગ્લુટીન પચાવી શકતા ન હોય તેમના માટે રાગી આશીર્વાદરૂપ છે.

ગુજરાત રાજ્યમાં ડાંગ અને વડસાલ જિલ્લામાં નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો તેના લોટમાંથી રોટલા બનાવીને ખાય છે. આ ઉપરાંત અહી મહિલાઓ મંડળી બનાવી ગૃહ ઉદ્યોગ તરીકે રાગીના પાપડ, બિસ્કીટ વગેરે તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. રાગી ના દાણા નાના અને લાલ રંગના હોય છે તેનાં બારીક ખાંચો હોય છે.

રાગી નું વાવેતર ડુંગર જમીનમાં એટલે કે જંગલોમાં કરવામાં આવે છે. તેના છોડ દોઢ થી બે ફૂટ ઊંચા હોય છે. તેના છોડની તો છેડે ડુંડા આવેલા હોય છે. એમાં દાણા થાય છે. રાગી કડવી, મધુર,હલકી, તૃપ્તિ કરનાર અને શીતળ હોય છે. એ પિત્ત અને ત્રિદોષનો નાશ કરે છે. સ્વાદમાં મીઠી હોય છે, શરીરને રુક્ષ કરે છે, મળને બાંધે છે.

રાગી

રાગી માં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ રહેલું છે. ઉપરાંત તેમાં રહેલા રેસા ના કારણે ભૂખ લાગતી નથી. જેને કારણે ખોરાક ઓછો લેવાય છે. પાચન ધીમું થાય છે. તેમાં આયર્ન, પ્રોટીન અને ફાઇબર જેવા તત્વો ભરપૂર માત્રામાં રહેલાં હોવાથી બાળકો તેમજ માતાઓ માટે અમૂલ્ય છે વળી, તેમાં ફેટ ઓછું હોવાથી પાચન સરળતાથી થાય છે.

રાગી કુપોષણ, ડીજનરેટિવ રોગ અને અકાળે વૃદ્ધત્વ અટકાવવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત બ્લડ પ્રેશર યકૃત વિકાર અને હૃદયની નબળાઇ ધરાવતા વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને અતિપૌષ્ટિક અનાજ છે, સારું આરોગ્ય જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

રાગી ના ફાયદા

રાગીને રાત્રે પાણીમાં પલાળીને રાખવી સવારે અને બારીક વાટવું. એનાથી દૂધ જેવું સફેદ પાણી નીકળે તેને કપડાથી ગાળીને નીકળેલા પાણી ને વાસણમાં બે ચાર મિનિટ સુધી રાખી મૂકવુ. તેનું સત્વ વાસણના તળિયે જામી જશે. પછી ઉપરનું પાણી કાઢી લેવું. નીચેના સત્વ ને સ્વચ્છ કપડાં પર ઉપર પાથરવું. પછી તે ઘટ્ટ થઈ જશે, એટલે તેની સોપારી જેવી ગોળી વાળીને તાપમા સુકવવું. રાગીના સત્વની આ એક ગોળી ને પાણી માં બાફીને ઠંડુ થાય ત્યારે ગોળ મેળવીને બાળકોને થોડું-થોડું ખવડાવવાથી અશક્તિ અને નબળાઈ દૂર થાય છે.

રાગી માં રહેલા ફાઈટોકેમિકલ્સ પાચન ક્રિયાને ધીમી કરવામાં મદદરૂપ થાય છે અને લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખે છે. એવું જાણવા મળ્યું છે કે, રાગીના આધારિત આહાર ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે. કારણ કે, તેમાં ચોખા અને ઘઉં કરતા વધુ માત્રામાં ફાયબર રહેલું છે. રાગીને આદિવાસી અથવા ગરીબ નીચલા વર્ગના લોકો જ થાય છે. આદિવાસી તેને રોટલી કે ભાખરી બનાવીને ખાય છે. રાગીએ પૌષ્ટિક ખોરાક છે. આદિવાસીઓ આપણા કરતા અનેક ગણો શ્રમ કરે છે, છતાં તેઓ થાકતા નથી તેમને એ શક્તિ રાગીના ખોરાકને કારણે જ મળે છે. રાગી નો વપરાશ કુદરતી રીતે શાંત રહેવામાં પણ મદદ કરે છે. તે ચિંતા ડિપ્રેશન, અનિદ્રા જેવી સ્થિતિમાં ખૂબ જ ફાયદાકારક બને છે. ઉપરાંત માઈગ્રેનમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.

અડધો શેર રાગી લઈને સારી રીતે ધોઈને સૂકવી ને છોતરા કાઢી સવારે તેમાંથી અડધા તોલા જેટલી વાટી લેવી. કપડાથી ગાળીને ગાયના દૂધમાં મિક્સ કરી મલાઈ જેવું બનાવીને છ માસ કરતાં મોટી ઉંમરના બાળકોને ચટાડવાથી બાળકને કૃશતા મટીને તે પુષ્ટ થાય છે, રક્ત વૃદ્ધિ થાય છે, આ બળ આપનાર ઉત્તમ ઔષધ છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી રાગી ના ફાયદા તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment