જો કોઈ વ્યક્તિને ખુશ કરવો હોય તો તેનો સૌથી સરળ રસ્તો છે કે તેને પેટ ભરીને મનપસંદ ભોજન ખવડાવો. હા, કોઈપણ વ્યક્તિને રાજી કરવા કે પછી જયારે પણ પત્નીને પતિ પાસે પોતાની કોઈ ફરમાઈશ પુરી કરાવવી હોય ત્યારે તે ઘણી મહેનત કરીને પતિની પસંદનું એકદમ ટેસ્ટી ભોજન બનાવતી હોય છે. જો કે હવેના પતિ પણ બહુ સ્માર્ટ થઇ ગયા છે તેઓ ભાણું જોઈને તરત જ સમજી જાય કે આજે મેડમની કોઈ ફરમાઈશ આવશે.
હવે આપણે સારું સારું ખાતા તો હોઈએ છીએ આખો દિવસ જે મનફાવે એ ખાતા હોઈએ છીએ હવે ઘરે હોઈએ તો તો આપણે ઘરની જ કોઈ વાનગીઓ ખાઈ લઈએ પણ મેઈન તકલીફ થાય જયારે આપણે કામના અર્થે બહાર હોઈએ. ત્યારે આપણે ઘણીવાર ના ઇચ્છવા છતાં પણ બહારનું ખાવાનું કે પછી તૈયાર પડીકા ખાવા પડતા હોય છે.
આખો દિવસ ખાધેલ આચરકુચરની અસર આપણા શરીરમાં તો બે દિવસ પછી દેખાતી હોય છે એમાં ઘણીવાર અમુક મસાલેદાર વસ્તુઓ ખાવાને લીધે ઝાડા થઇ જતા હોય છે અને તેને લીધે આપણા બાથરૂમના ફેરા વધી જાય છે. હજી ઝાડાની તકલીફ એટલી મોટી નથી એ તો એક સમયે વ્યક્તિ સહન કરી લેશે પણ મેઈન પ્રોબ્લેમ તો ત્યારે થાય જયારે વ્યક્તિ એ આચરકુચર ખાધેલું પચાવી શકે નહિ અને તેને લીધે તેને થઇ જાય કબજિયાત.
કબજિયાત એક એવી પ્રોબ્લેમ છે કે જેના લીધે આપણું આખા દિવસનું બધું ગોઠવેલું કામ બગડી જાય. ના આપણો જીવ કામમાં લાગે કે ના આપણે કાંઈ ખાઈ શકીએ. આ એક એવી તકલીફ છે જેમાં વ્યક્તિનું ધ્યાન આખો દિવસ બીજી ક્યાંય ચોંટતું જ નથી. ઘણા મિત્રો આ બાબત કોઈને કહી પણ નથી શકતા આ કોઈ છુપાવવા જેવી વાત નથી તમે કહેશો નહિ તો બીજાને ખબર કેવી રીતે પડશે કે તમને દુઃખ શું છે. પણ હવે શરમ રાખશો નહિ આજે અમે તમને કબજિયાત મટાડવા માટેના કેટલાક એવા સરળ, સસ્તા અને સચોટ ઉપાય જણાવીશું જેનાથી તમને રાહત જરૂર થશે.
જો તમે હજી અમારું પેજ લાઈક નથી કર્યું તો લાઈક કરીને ફોલો જરૂર કરજો જેથી આવી જ અવનવી માહિતી તમે દરરોજ વાંચી શકો. તો ચાલો હવે તમને જણાવી દઈએ એવા સચોટ અને અમે પોતે અનુભવેલ ઉપાય જેનાથી કબજિયાતમાં રાહત થશે.
1. આના માટેનો સૌથી સરળ ઉપાય છે કે તમે સવારમાં ઉઠીને બ્રશ કર્યા પહેલા હૂંફાળા ગરમ પાણીનું સેવન કરો આને બદલે તમે ગ્રીન ટીનું પણ સેવન કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારો ઝાડો નોર્મલ બનશે અને કબજિયાતમાંથી તમને રાહત મળશે આ સાથે એકવાત ખાસ ધ્યાનમાં રાખો કે જો દિવસ દરમિયાન તમે ઓછું પાણી પીવો છો તો પણ કબજિયાત થઇ શકે છે એટલે તમારે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવું જોઈએ ધ્યાન રહે ઓછામાં ઓછું કહ્યું છે વધુ તો તમે ઈચ્છો એટલું પાણી પી શકો છો.
2. હવેનો ઉપાય કદાચ તમને પસંદ ના આવે પણ એ છે એકદમ અકસીર ઉપાય જેનાથી તમને ફાયદો થશે જ આના માટે તમારે સતત ત્રણ દિવસ દરરોજ રાત્રે એક કપ હૂંફાળા ગરમ દૂધમાં એક ચમચી દિવેલ ઉમેરવાનું છે અને બરોબર મિક્સ કરીને પી જવાનું છે. તમને ભાવે કે ના ભાવે આ ઉપાય કરશો તો તમને કબજિયાતમાં રાહત થશે જ. જો તમારે શરદીનો કોઠો નથી તો તમે તેમાં થોડી સાકર પણ ઉમેરી શકો. તમને દિવેલ પસંદ ના હોય તો તમે દિવેલની જગ્યાએ અડધી ચમચી ઘી ઉમેરી શકો. આ એક અકસીર અને અમે જાતે અનુભવેલ ઉપાય છે.
3. હવે અમે તમને જણાવીશું કે એવા કયા કાર્ય છે જેનાથી કબજિયાત થતી હોય છે એટલે આ કાર્ય કરવાથી દૂર રહો. ઘણા મિત્રોને આદત હોય કે થોડું પણ ટેંશન જેવું વધારે લાગે કે તરત સિગરેટ ફૂંકવા લાગે છે પણ સિગરેટ એ નુકશાનકારક તો છે પણ વધારે પડતી સિગરેટ પીવી એ પણ કબજીયાતનું એક મુખ્ય કારણ છે. આવી જ જો તમે ફ્રેશ ફીલ નથી કરતા તો તમે એક કપ ચા પી લો છો એ સામાન્ય વાત છે પણ વધારે પડતી ચા કે પછી કોફી પીવાથી પણ કબજિયાત થાય છે. તો પ્રયત્ન કરો કે આ બધાથી દૂર રહી શકો. જો તમે સમયસર જમતા નથી તો તેનાથી પણ કબજિયાત થઇ શકે છે એટલે પહેલા તો તમે તમારા જમવાનો સમય ફિક્સ કરી દો.
(નોંધ :અમેં ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત લખી છે માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અવશ્ય લો.