હાડકાના દુખાવા બીપી અનેક રોગો માં ફાયદાકારક છે આલુ જાણો

આલુ સ્વાદમાં કોઈ ખાસ તો નથી. પરંતુ લોકો છતાં પણ તેને ખાતા હોય છે. કારણ કે તેને ખાવાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. આ લીચી જેવું જ હોય છે. પરંતુ તેનાથી થોડું વધારે મોટું હોય છે..આલુ સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. આ કારણોથી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે જાણી શું આલુ ના ફાયદા વિશે.

રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર છે. કારણ કે તેમાં વિટામિન સીથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં ઘણા એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો પણ છે. અન્ય પોષક તત્વોની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ, આયરન, કેલ્શિયમ, ઝીંક, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ઘણા તત્વોથી ભરપૂર છે.

આલુ

આલુ માં રહેલા ન્યુટ્રીશનના કારણે તે શરીરને રોગો સામે રક્ષણ આપે છે, અનેક રોગો સામે લડવામાં મદદરૂપ થાય છે આલુને ખાંડીને ખાટી મીઠી ચટણી પણ બનાવવામાં આવે છે..આ પોષક તત્વો સિવાય બીજા પણ અનેક ખનીજ નો ભંડાર છે. આલુનું સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. જો તમને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તમારે દરરોજ ઓછામાં ઓછું એક આલુ ખાવું જોઈએ.

આલુ ના ફાયદા 

વજન ઘટાડવા માટે | બ્લડ પ્રેશર 

એનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, ઉપરાંત આલુ કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રાખે છે અને તે બેડ  કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો તમારે ડાયટ માં આલુ નો સમાવેશ કરવો જોઈએ. આલુ વજન ઘટાડવાનું યોગ્ય અને મદદરૂપ છે. તેમાં ફાઈબરનો સારો એવો સ્ત્રોત રહેલો છે. તેને તમે સ્નેક્સ માં પણ લઈ શકો છો. આલુ નો જ્યુસ પણ સ્વાદિષ્ટ હોય છે. એમાં રહેલા અનેક પ્રકારના મિનરલ્સ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અડધા કપ આલુમાં 35 ટકા કેલરી રહેલી હોય છે. આલુ ભૂખને નિયંત્રણમાં રાખે છે. જેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

હાડકા માટે 

હાડકા માટે આલું ફાયદાકારક છે આલુમાં વિટામિન્સ રહેલા છે જેના કારણે હાડકાં મજબૂત બને છે. આલુ માં રહેલા ફાઈટોન્યુટ્રિયન્ટ્સ મહિલાઓમાં ઓસ્ટીઓપોરોસીસ ને રોકે છે. તેનાથી આનું સેવન હાડકાઓને મજબૂત બનાવે છે. રહેલું ફાઇબર પાચન તંત્રને સારું બનાવે છે.આલુ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેના સાથે જોડાયેલી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે તેમાં જોવા મળતા સોરબીટોલ પાચનતંત્ર સાથે જોડાયેલી સુસ્ત અને કબજિયાત ઉપરાંત અપચાની સમસ્યાઓને દૂર કરે છે.

knee

પેટની સંબંધી સમસ્યાઓ અને આંતરડામાં પણ ખરાબ હોય તો આલુનો ઉપયોગ કરી શકાય છે. 10 થી 20 એમ એલ આદુનો રસ અને 500 મિલીગ્રામ અજમો, સાથે 125 મિલી ગ્રામ હિંગનું ચૂર્ણ મિક્ષ કરીને સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

આલુ માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ના ગુણો જે તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. આલુને ફેસપેકની જેમ પણ ઉપયોગમાં લઇ શકાય છે. તેનો ત્વચા ઉપર ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે. તેના માટે તમારે એક આલુ ને પીસીને તેમાં એક ચમચી બેસન અને એક ચમચી મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવવી, એનો ઉપયોગ કરવો, એમાં એવા તત્વો રહેલા છે, જે આપણી ત્વચામાં નમી ને જાળવી રાખે છે અને ત્વચાને મુલાયમ અને ચમકીલી બનાવે છે.

આલુનો ઉપયોગ કરવાથી ખીલ પણ દૂર થાય છે. આલુ ત્વચાને પુનર્જીવિત કરવાની સાથે સાથે સુરક્ષિત પણ રાખે છે. એના માટે આલુનો ગર્ભ કાઢીને તેને દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો. તેનાથી ત્વચામાં નિખાર આવશે અને ખીલની સમસ્યામાંથી છુટકારો મળી જશે. કાનમાં થતા દુખાવાથી પરેશાન હોય તો પણ આનો ઉપયોગ કરી શકાય છે.આલુના બીજમાંથી તૈયાર કરવામાં આવેલું તેલ કાનમાં નાખવાથી દુખાવામાં આરામ મળે છે.

ડ્રાય સ્કિન થી છુટકારો 

આલુ નો ઉપયોગ કરવાથી ડ્રાય સ્કિન પણ છુટકારો મળે છે ડ્રાય સ્કિન થી છુટકારો મેડવા આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરીએ છીએ જેના દ્વારા આપણે ડ્રાય સ્કિનને મુલાયમ બનાવી શકીએ. પરંતુ આલુમાં એવા ઘણા તત્વ રહેલા છે, જે આપણી ત્વચાની નમી ને જાળવી રાખે છે, અને ત્વચાને ચમકીલી અને મુલાયમ બનાવે છે.

આલુનો ઉપયોગ કરવાથી ઇજા અથવા ઘા ઝડપથી રૂઝાય આવી છે. એના પાન પીસીને ઘા પર લગાવવામાં આવે તો ઘા ઝડપથી રૂઝાઈ જાય છે.

આલુમાં વિટામિન્સ અને ખનિજ તત્વો રહેલા છે. જે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગર્ભાવસ્થા સમયે આલુનું સેવન કરવાથી ગર્ભમાં રહેલા બાળકનાં હાડકાં, માંસપેશી, દાંત મજબૂત બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખની માહિતી આલુ ના ફાયદા તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment